ઈશા અંબાણી ના લગ્ન ના સંગીત માટે ઉદયપુર પહોંચ્યા બૉલીવુડ સિતારાઓ, મહેમાનો માટે બુક કર્યા 92 ચાર્ટર્ડ પ્લેન….

0

દેશના સૌથી ધનવાન બિઝનેસ મૈન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન ના રિવાજો ની તૈયારીઓ ઉદયપુર માં ખુબ જોરમાં શરૂ થઇ ચુકી છે. પ્રિ-વેડિંગ સમારોહ 8 અને 9 ડિસેમ્બર ના રોજ થાવા જઈ રહ્યો છે. 8 ડિસેમ્બર ની સાંજે ઉદયપુર માં ઈશા ના લગ્ન નો સંગીત નો કાર્યક્રમ હશે. આ સમારોહ માં શામિલ થાવા માટે બૉલીવુડ ના ઘણા દિગ્ગજ લોકો ઉદયપુર પહોંચી ચુક્યા છે. આ રોયલ પ્રિ-વેડિંગ સમારોહ માં શામિલ થવા માટે શનિવાર એટલે કે આજની ની સવારે એયરપોર્ટ પર ઘણા બૉલીવુડ સિતારાઓને સ્પોટ કરવામાં આવ્યા છે. હાલ માં જ લગ્ન ના બંધન માં બંધાયેલા પ્રિયંકા-નિક જોનસ પણ એકસાથે જોવામાં આવ્યા છે. તેના સિવાય જ્હોન અબ્રાહમ, વિદ્યા બાલન, આલિયા ભટ્ટ જેવા ઘણા સિતારાઓ પણ એયરપોર્ટ પર નજરમાં આવ્યા.
આ લગ્ન માં શામિલ થવા માટે અનિલ કપૂર, ડેવિડ ધવન, જાવેદ અખ્તર સહીત ક્રિકેટરો ભારત રત્ન સચિન તેંદુલકર પત્ની અંજલિ ની સાથે પહોંચ્યા હતા. ઈશા અંબાણી ના લગ્નના સમારોહમાં દેશ દુનિયાના લગભગ 1800 લોકો શામિલ થવાની સંભાવના છે. આ દરમિયાન એયરપોર્ટ પર સુરક્ષા માટેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.   એયરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. જાણકારી એ છે કે લગ્ન માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામિલ થઇ શકે છે. લગ્નની ભવ્ય તૈતરીઓ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર મહેમાનો ને એયરપોર્ટ થી વેડિંગ સ્થળ સુધી પહોંચાડવા માટે લગભગ 92 પ્લેન ને બુક કરવામાં આવેલા છે.
ઈશા અંબાણી ના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન માં શામિલ થવા માટે ઉદ્યોગ જગતના પણ ઘણા દિગ્ગજ લોકો જેવા કે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ ના વાઇસ ચેયરમૈન લી જે યોંગ પણ પહોંચ્યા હતા. આ વચ્ચે તેના પ્રિ વેડિંગ ની તસ્વીરો પણ ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ તસ્વીરો માં ઉદયપુર ઝીલ ના પાસે સ્ટેજ બનાવામાં આવ્યું છે. અંબાણી પરિવાર ભગવાન માં ખુબ જ વિશ્વાસ કરે છે જેને લીધે સ્ટેજ પર શ્રીનાથ જી ની મૂર્તિ પણ લગાવામાં આવેલી છે અને સ્ટેજ પર ભવ્ય ભવન પણ દેખાઈ રહ્યું છે.આ સમારોહ માં અનિલ અંબાણી-ટીના અંબાણી પહેલાથી જ ઉદયપુર પહોંચી ચુક્યા છે. અનિલ અંબાણી અને મુકેશ અંબાણી ની માં કોકિલાબેન પણ ઉદયપુરમાં પહેલાથી જ. આ સિવાય રતન ટાટા, કુમાર મંગલમ બિડલા, ગૌતમ અદાની, અમિતાબ બચ્ચન 9 ડિસેમ્બર ના રોજ ઉદયપુર માં પહોંચી શકે છે. જો કે ઈશા અને પીરામીલ ના લગ્ન મુકેશ અંબાણી ના આલીશાન ઘર એન્ટેલિયા માં જ થવાના છે. જ્યા પરિવાર અને ખાસ મિત્રો શામિલ થાશે. લગ્ન હિન્દૂ રીત-રિવાજો અનુસાર થી કરવામાં આવશે. જણાવી દઈએ કે ઈશા અંબાણી ની સગાઈ ઇટલી ના ફેમસ લેક કોમા માં થઇ હતી. સગાઈમાં બંને પરિવારોના નજીકના લોકો તથા અમુક બૉલીવુડ કિરદારો પણ શામિલ થયા હતા. 
આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here