TATA કંપનીએ લોન્ચ કરી એક અનોખી પ્રોડક્ટ, તમારા ધાબાથી તમને થશે ૧૨,૫૦,૦૦૦ રૂપિયાનો ફાયદો…

0

શું તમે તમારા ધાબા અને મોટી અગાસીથી પૈસા કમાવવા માંગો છો તો આ માહિતી તમારી માટે જ છે. TATA કંપનીએ એક એવી વસ્તુ લઈને આવી છે કે જેનાથી તમને ઘરે બેઠા થશે લાખોની કમાણી. કંપનીએ બનાવો તમારા ધાબાને તમારું સેવિંગ એકાઉન્ટ એવી ટેગલાઈન સાથે રેસિડેન્શિયલ રૂફટોપ સોલ્યુશન નામની પ્રોડક્ટ લોન્ચ કરી છે. કપની જણાવે છે કે જો તમે તમારા ધાબા પર આ પ્રોડક્ટ લગાવવા દેશો તો તમને આશરે ૧૨ લાખ ૫૦ હાજર રૂપિયાની આસપાસ કમાણી થશે.

કંપનીનું માનીએ તો તેઓ કહે છે કે જો આ પ્રોડક્ટ તમે તમારા ધાબા પર લગાવશો તો તમારા વીજળીના બીલમાં હજારોની બચત થશે. ટાટા કંપની અનુશાર આ ડિવાઈસની મદદથી તમને ૨૫ વર્ષ સુધી દર વર્ષે લાઈટ બીલમાં ૫૦૦૦૦ સુધીની બચત થશે. ટાટા પાવર સોલારને મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે આનાથી ૨૫ વર્ષ સુધી તમારા વીજળીના બીલમાં ઘણા પૈસાની બચત થશે.

ટાટા પાવરના અધ્યક્ષ આશિષ ખન્નાનું કહેવું છે કે ટાટા પાવર સૌથી આગળ રહ્યું છે. આનાથી ટકાઉ ઉર્જા એ સમાધાન તરફ આગળ વધી રહી છે. અમારું રૂફટોપ ડીવાઈસ એ ફક્ત પર્યાવરણ માટે જ નહિ પણ સામાન્ય માનવીના ખિસ્સા માટે પણ ફાયદાકારક છે. આ ડીવાઈસ એ બચત ખાતા પ્રમાણે કામ કરે છે.

રેસિડેન્શિયલ રૂફટોપ સોલ્યુશન તમારા ધાબે લગાવવાથી તમને ૨૫ વર્ષ સુધી દર વર્ષે ૫૦ હજાર જેટલી રકમ બચાવી શકશો. આવીરીતે તમારી ૨૫ વર્ષની બચત ૧૨૫૦૦૦૦ સુધી પહોચી જશે. કંપનીએ આ પ્રોડક્ટ એ દેશમાં વધતી જતી વીજળીની અછતના કારણે લોન્ચ કરી છે. આ ૧ કિલો વોટ ધરાવતી પ્રોડક્ટને ઇન્સ્ટોલ કરાવવાનો ખર્ચ ૪૫૦૦૦ સુધીનો છે. આની સાથે સરકાર દ્વારા મળવામાં આવતી સબસીડીનો પણ તમે લાભ લઇ શકશો. હા પદ્ધતિ થોડી ખર્ચાળ છે પણ એકવાર આ ખર્ચ કરવાની સામે તમે ૨૫ વર્ષ સુધી તમારા લાઈટ બીલમાં લાખોની બચત કરી શકશો.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here