ટામેટાના ફેસ પેકથી મેળવો કુદરતી નિખાર, કોઈ એક ફેસપેક અપનાવો અને કરો ત્વચાને ગોરી ગોરી … આર્ટિકલ વાંચો

મિત્રો સુંદર ચહેરો અને સ્કીન કોને પસંદ નથી હોતા. ચહેરાને નિખાર માટે લોકો પાર્લર માં જાય છે. કેટલાંય પ્રેડક્ટસ યુઝ કરે છે. એ બધાં કેમિકલ્સ યુક્ત હોય છે. આજે હું તમને જણાંવીશ ટામેટા નાં ફેસપેક જેથી મળશે તમને કુદરતી નિખાર.

૧. લીંબુનોરસ અને ટમેટાંનો ફેસપેક


આ ફેસપેક સનટેન માટે ખાસ ઊપયોગી છે. ટામેટા નાં રસ માં ૨ ચમચી લીંબુનો રસ ઉમેરી ચહેરા પર લગાવો અને ત્યારબાદ થોડા સમય બાદ ધોઈ નાંખો. આનાંથી તમને તરત અસર જણાંશે. આનાંથી ચહેરા ની ચિકાશ દૂર થાય છે. અને ખીલ માં પણ ફાયદો થાય છે.

૨. કાકડી અને ટામેટા નો ફેસ પેક

આ બંન્ને શાક આસાનીથી બજાર માં મળી જતા હોય છે. ટામેટા નાં પલ્પ માં કાકડી નું મિશ્રણ ભેળવી પલ્પ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવી થોડી વાર બાદ સાફ કરી લો. તે ચહેરા ને કુદરતી નિખાર આપશે.

૩. છાશ અને ટામેટા નો ફેસ પેક

ટાલેટા નાં રસ માં છાશ ઉમેરી તેનો ફેસ પેક બનાંવો. હવે તેને ચહેરા પર લગાવી સૂકાઈ ગયા બાદ ધોઈ નાંખો. અામ કરવાથી તમારી ત્વચા દમકવા લાગશે. અને નેચરલ ગ્લો મેળવશો.

૪. મધ અને ટમેટા નો ફેસ પેક

મધ ચહેરા ને મુલાયમ બનાંવવા માટે મદદરૂપ બને છે. ટામેટા નાં પલ્પ માં ૨ ચમચી મધ ઉમેરી ફેસ પર લગાવો. અડધી કલાક બાદ સાફ કરી લો. આ તમારી ત્વચા ને ગોરી બનાંવશે. અને મુલાયમ પણ.

૫. ખાંડ અને ટમેટા નો ફેસ પેક

આ બંન્ને મિશ્ર કરવાથી નેચરલ સ્ક્રબ બનશે. ટામેટા નાં પલ્પ માં ખાંડ થોડી ઉમેરી તેનુ સ્ક્રબ બનાંવી હલકા હાથે મસાજ કરો ચહેરા પર. તેનાં થી બ્લેકહેડસ અને ખીલ જેવી સમસ્યા માં ફાયદો થશે.

લેખક – બંસરી પંડ્યા “અનામિકા ”

મિત્રો, આપ સૌ ને મારી આ આર્ટીકલ કેવો લાગ્યો ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!