સુતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પીવાના જાદુઈ ફાયદાઓ વાંચશો તો જીવન ભર પાણી પીશો – વાંચો લેખ

0

હિંદુ સંસ્કૃતિ, હિંદુ સંસ્કૃતિ અને પરંપરામાં પ્રકૃતિને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. કોઈપણ પૂજા, આરાધના, યજ્ઞ બધામાં પ્રકૃતિનો સાથ એ બહુ જરૂરી છે.

સનાતન ધર્મ,
તમે જોયું જ હશે કે સનાતન ધર્મમાં ધરતીને માતા કહેવામાં આવી છે, આ વાત એ દર્શાવે છે કે આપણી પ્રાકૃતિક ધરોહરો એ જેટલું નજીકથી રાખવામાં આવ્યું છે એટલું જ તેનું સન્માન પણ વધે છે.

પાણી,
હવે વાત કરીએ જળ એટલે કે પાણીની, જેને અમૃત કહેવામાં આવે છે. પાણી એક એવું પ્રાકૃતિક સ્વરૂપ છે જે જીવનદાતા પણ છે અને તે જીવનની રક્ષા પણ કરે છે. આ લક્ષણના કારણે જ પાણીને અમૃત કહેવામાં આવે છે.

પાણીના ફાયદા,
આપણે નાનપણથી પાણીના ફાયદાઓ સાંભળતા આવ્યા છીએ. અમુક સ્થાનને શુદ્ધ કરવાથી લઈને શરીરમાં રહેલ ટોક્સિકેટ્સને બહાર નીકળવા સુધીના ઘણા બધા કામમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પાણી માટે એવું કહેવામાં આવ્યું છે કે એક સામાન્ય વ્યક્તિ એ જેટલું પણ વધારે પાણી પીવે છે તેનું સ્વાસ્થ્ય એ એટલું જ સારું રહે છે.

એ તો બધા જાણે જ છે કે પાણી પીવાના અનેક ફાયદા છે પણ આજે અમે તમને પાણી સાથે જોડાયેલ કેટલાક એવા લાભ જણાવીશું જે તમને ચોક્કસ ફાયદો આપશે. તો ક્યારે પાણી પીવું જોઈએ અને કેટલું પીવું જોઈએ એ પણ સાથે સાથે વાંચો.

પાણી પીવાનો સૌથી શ્રેષ્ઠ સમય,
આયુર્વેદની વાત કરીએ તો તેમાં પાણી પીવા માટેનો યોગ્ય સમય અને યોગ્ય પ્રમાણ પણ જોવા મળે છે. આયુર્વેદ અનુસાર સાચી રીતે પાણી પીવું એ ઘણું ફાયદાકારક હોય છે, પણ જો ઉભા ઉભા અને ફટાફટ પાણી પીવું એ ઘણીવાર મૃત્યુનું પણ કારણ બની શકે છે.

હુંફાળું પાણી,
સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવાના લાભ તો તમે જાણો જ છો, અલગ અલગ ચીકીત્સા પધ્ધતિમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. હુંફાળા ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરીને પીવાથી અનેક ફાયદાકારક છે.

હૃદય રોગમાં ફાયદાકારક,
સવારે ખાલી પેટે પાણી પીવાના અનેક લાભ છે પણ જો રાત્રે સુતા પહેલા પાણી પીવામાં આવે તો હૃદય રોગના હુમલાથી બચી શકાય છે. રાત્રે પાણી પીવાથી રાત્રે ઊંઘમાં જે હાર્ટએટેક આવે તેની સંભાવના ઘટી જાય છે.

રક્ત સંચારણ,
રાત્રે પાણી પીવું એ હર્દય સંબંધિત દરેક રોગ દુર રાખે છે, સાથે સાથે શરીરમાં રક્ત સંચારણની પ્રક્રિયાને સારી રીતે ચાલી શકે છે.

બે ગ્લાસ પાણી,
સવારે ઉઠીને પહેલા મોઢું ધોઈ લો અને પછી જો બે ગ્લાસ પાણી પીવો છો તો તે તમારા શરીરને સંપૂર્ણ સાફ કરી દેશે. શરીરની દરેક ગંદકી એ મૂત્રમાર્ગે બહાર નીકળી જશે.

નહાતા પહેલા,
નાહવા જાવ એ પહેલા એક ગ્લાસ પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત ચાલે છે અને હૃદયઘાતથી બચી શકાય છે.

નાસ્તો કરતા પહેલા,
સવારે જયારે પણ નાસ્તો કરો તો તેની પહેલા એક ગ્લાસ પાણી ખાસ પીવો. આમ કરવાથી તમારું પેટ એ ભરાઈ જશે અને તમે હેવી ખાવાનું ખાવાથી બચી જશો. આમ કરવાથી તમારું શરીર એ વધશે નહિ અને ચરબીના થર જામશે નહિ.

ટેન્શન,
જયારે તમે બહુ ટેન્શનમાં હોવ તો તમારે એક ગ્લાસ પાણી પી લેવું જોઈએ, આનાથી તમારું ટેન્શન એ ફટાફટ ઓછું થઇ જશે.

રાત્રે સુતા પહેલા,
રાત્રે સુતા પહેલા પાણી પીવાથી ઊંઘ સારી આવે છે અને શરીરમાં નવી કોશિકાઓની સાથે સાથે માંસપેશીઓ પણ મજબુત બને છે.

પાચનતંત્ર માટે,
પાણીનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી પેટ એ સારું રહે છે અને તમારું પાચનતંત્ર પણ સારું રહે છે.

શરીરની સાથે અન્યાય,
હવે પાણી પીવાના આટલા બધા ફાયદા જાણીને પણ તમે જો આ ઉપાય નથી કરી રહ્યા તો એ તમે જાણી જોઇને તમારા શરીર સાથે જાણી જોઇને અન્યાય કરી રહ્યા છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here