સુરત: દુધવાળા સાથે અમેરિકાની ગોરીએ કર્યા ભભકાદાર લગ્ન – જુવો Photos

હિંદુ ધાર્મિક વિધી પ્રમાણે થયેલા આ અનોખા લગ્નમાં અનેક મહાનુભાવોએ હાજર રહ્યા

કહેવાય છે કે, પ્રેમનો કોઇ ધર્મ નથી હોતો. સુરતમાં એક અનોખા લગ્ન સાકાર થયા હતા. જેમાં સુરતી યુવક રવિ દૂધવાળા સાથે લગ્નનાં તાંતણે અમેરિકાની યુવતી બંધાઈ હતી. અમેરિકામાં એક ફંક્શનમાં ભેગા થયેલા અને પારંપરિક હિંદુ ધાર્મિક વિધી પ્રમાણે થયેલા આ અનોખા લગ્નમાં અનેક મહાનુભાવોએ હાજર રહી બંનેને આશીર્વાદ આપ્યા હતાં.

દૂધવાળાના પ્રેમમાં પડી ગોરી

લગ્ન માટે ઉત્સુક વરરાજા તો છે સુરતનો, પણ ડોલીમાં બેસીને આવેલી યુવતી હતી અમેરિકાની, સુરતનાં રવિ અને અમેરિકાની એમ્બરની મુલાકાત અમેરિકામાં નવરાત્રિનાં એક ફંક્શનમાં થઇ હતી. ભારતીય સંસ્કૃતિને પહેલાંથી જ પસંદ કરતી એમ્બરને જોતાં જ પ્રેમમાં પડી ગયેલાં રવિએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. અને એમ્બર પણ રવિનાં આ પ્રપોઝલને ના ન પાડી શકી હતી.

એમ્બર માતા-પિતા સાથે આવી સુરત

એમ્બરને હિંદુ સંસ્કૃતિ એટલી પસંદ છે કે તેણીએ લગ્ન પણ પારંપરિક હિંદુ શાસ્ત્રો અનુસાર જ કરવાનું નક્કી કર્યું હતું. જેનાં માટે તે અમેરિકાથી તેનાં માતા-પિતા સાથે સુરત આવી પહોંચી હતી. ચાર દિવસ ચાલતી લગ્નવિધી જેમાં હલ્દી, રાસગરબાથી લઇને લગ્ન સુધીની વિધીને તેણે ખુબ પસંદ કરી હતી અને આજે લગ્નનાં તાંતણે બંધાઇને તેણે ભારતીય સંસ્કૃતિનાં ખુબ વખાણ કર્યા હતા.

અમેરિકામાં એક ફંક્શનમાં ભેગા થયેલા અને પારંપરિક હિંદુ ધાર્મિક વિધી પ્રમાણે લગ્ન

હિંદુ ધાર્મિક વિધી પ્રમાણે થયેલા આ અનોખા લગ્નમાં અનેક મહાનુભાવોએ હાજર રહ્યા

વસુધૈવ કુટુંબકમની ભાવના
એમ્બર જોહનસન (દુલ્હન) એ જણાવ્યું હતું કે મને પહેલાંથી જ ઇન્ડિયન કલ્ચર ખુબ પસંદ હતું. અને મેં આવી જ રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું..મને અહિંના લોકો પણ ખૂબ પસંદ છે. એક તરફ ભારતીયો વેસ્ટર્ન કલ્ચર તરફ વળ્યા છે. તો બીજી તરફ વિદેશીઓ ભારતીય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. વસુધૈવ કુટુંબકમની ભાવના આના થકી જ સાર્થક થઇ રહી છે. સુરતી યુવાન રવિને પણ એમ્બરની આ જ વાત ખુબ પસંદ આવી અને તેણે પણ એમ્બરને હિંદુ શાસ્ત્રવિધી પ્રમાણે જ અપનાવવાનું સપનું સાકાર કર્યું છે.

દૂધવાળાના પ્રેમમાં પડી ગોરી

નવરાત્રિમાં એમ્બરે પહેરેલો ટ્રેડિશનલ ડ્રેસ
રવિ દૂધવાળા (વરરાજા) એ જણાવ્યું હતું કે, મને એમ્બરને જોઇને બહુ નવાઇ લાગી હતી. તે નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે આવી હતી. એની આ વાત મને બહુ પસંદ પડી હતી એટલે હું તેના પાગલ થઈ ગયો હતો. આપણે ત્યાં કહેવાય છે કે લગ્ન એ બે વ્યક્તિ નહિં પણ બે પરિવારો વચ્ચે થતાં લગ્ન છે. બંને પરિવારો વચ્ચે પહેલાં તો બંનેનાં સંબંધને લઇને થોડો ખચકાટ હતો. પણ બંનેનો પ્રેમ જોઇને તેમણે પણ આ પ્રેમીઓને એકસાથે જ જોવાનું નક્કી કર્યું હતું. કહેવાય છે કે મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી. બસ આ જ કહેવત અહિં પરિવારે સ્વીકારવી પડી હતી.

એમ્બર માતા-પિતા સાથે આવી સુરત

રીત રિવાજ ખૂબ ગમ્યા

કર્ક જોહનસન અને કીમ્બર્લી જોહનસન (માતાપિતા) એ કહ્યું હતું કે બંને એકબીજાને પસંદ કરતાં હતાં. અને પછી અમને પણ ઇન્ડીયન કલ્ચર બહુ પસંદ આવ્યું હતું. અમેરિકામાં બહુ સાદાઇથી એક દિવસમાં લગ્ન પુરા થઇ જાય છે. પણ અહિંના રીતરિવાજ બહુ સરસ છે.

વસુધૈવ કુટુંબકમની ભાવના જોવા મળીઃ યુવતીના માતા પિતા

પ્રેમથી બે સંસ્કૃતિનું મિલન
રોહન મિઠાઇવાળા (સંબંધી) એ વધુમાં ઉમેર્યું હતું કે બહુ સારું લાગે છે જ્યારે આપણા કલ્ચરને આટલું પસંદ કરવામાં આવે છે. આપણે ત્યાં કહેવત છે કે લંકાની લાડી અને ઘોઘાનો પ્રેમ ક્યારેય ભેગાં થતાં નથી. પણ સુરતનાં યુવાન અને અમેરિકાની યુવતીનો પ્રેમ લગ્નનાં માંડવે પહોંચીને હકીકતમાં પરિણમ્યો છે. બંને વરવધુએ એકબીજાની સંસ્કૃતિને ભલીભાંતિ અપનાવી છે. અને આ રીતે લગ્નનાં સંબંધથી એકબીજાની સંસ્કૃતિને પ્રેમથી જોડ્યો છે.

નવરાત્રિમાં એમ્બરે પહેરેલો ટ્રેડિશનલ ડ્રેસ

ભારતના રીત રિવાજ ખૂબ ગમ્યાઃ યુવતી

Source: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!