શું તમે પણ કેક, પેસ્ટ્રી ખાવાના શોખીન છો, તો આ ખબર જાણીને ઉડી જશે હોંશ, બંધ કરી દેશો ખાવાનું…..

0

જો તમે કેક અને પેસ્ટ્રી કે પછી ઈંડા માંથી બનેલી કોઈપણ ચીજને ખાવાનો શોખ રાખો છો તો આ જાણકારી તમને સાવધ કરવા માટે જ છે. ચંદીગઢ માં સ્વાસ્થ્ય વિભાગની ફૂડ સેફટી ટીમે શુક્રવારે હલ્લોમાજરા સ્થિત ઘણી બેકરીઓમાં છાપો માર્યો હતો. આ ટિમ બેકરીઓની હાલત જોઈને હેરાન જ રહી ગઈ હતી. કેક કે પેસ્ટ્રી બનાવામાં સડી ગયેલા ઈંડાનો ઉપીયોગ કરવામાં આવી રહ્યો હતો. બ્રેડ જમીન ઉપર મૂકેલી હતી. ટીમે લગભગ પાંચ કવીન્ટલ પેસ્ટ્રી, કેક અને ઈંડા ને કબ્જામાં લઈને ડંપિંગ ગ્રાઉન્ડ માં ફેંકવામાં આવ્યું હતું.ફૂડ પેસ્ટ્રી અધિકારીઓએ જણાવ્યું કે સૂચના મળી હતી કે હલ્લોમાજરા માં ફરીથી બેકરીઓ સામે આવી છે. બે મહિના પહેલા પણ એસડીએમના નેતૃત્વ માં છાપો મારીને તેના પર કારવાઈ કરવામાં આવી હતી. સાથે જ ચેતાવણી પણ કરવામાં આવી હતી, છતાં પણ તેઓ ફરીથી કેક કે પેસ્ટ્રી બનાવામાં લાગી ગયા.

પંજાબ સુધી કરતા સપ્લાઈ:

અધિકારીઓએ જણાવ્યું કે હલ્લોમાજરા માં બનાવનારા કેક કે પેસ્ટ્રી ચંદીગઢ સહીત પંજાબ ના ઘણા જિલ્લાઓમાં સપ્લાઈ કરવામાં આવે છે. સસ્તા હોવાને લીધે તેની દૂર દૂર સુધી પહોંચ હતી. આ કેક કે પેસ્ટ્રી ત્યાં આપતા હતા જેઓ આ સામાન બનાવતા નથી પણ વહેંચે છે. પેરીફેરી, બુથ માર્કેટ, સ્કૂલોની બહાર અને સ્કૂલની કૈંટીન માં આ સામાન વધુ વહેંચવામાં આવતો હતો. દુકાનદારો પણ તેને ખરીદીને મોંઘા ભાવમાં વહેંચતા હતા.

એગલેસ કેક નો દાવો કરીને વહેંચતા હતા ઈંડા વળી કેક:જાંચમાં અધિકારીઓને એ પણ જાણ થઇ કે બેકરી વાળા એગલેસ કેક નો દાવો કરીને ઈંડા વાળી કેકની વહેંચણી કરતા હતા. બે પ્રકારના બ્રેડ સ્પંજ બનાવામાં આવે છે. એક એગલેસ પાઉડર જે થોડો મોંઘો આવે છે અને તેને મોટી કંપનીઓ બનાવે છે, જયારે બીજા ઈંડાથી સ્પંજ બનાવે છે અને તેના પર ક્રીમ લગાવી દે છે અને બજારમાં એગલેસ કેક બતાવીને વહેંચે છે.

વિદ્યાર્થી એ કહ્યું, અહીંથી ખરીદીયે છીએ કેક:ફૂડ સેફટી અધિકારીઓના એક સ્ટુડન્ટે જણાવ્યું કે અહીં પર મળનારી કેક એકદમ ખરાબ હોય છે, અને તે ખાવા લાયક બિલકુલ પણ નથી હોતી. બર્થ ડે પર માત્ર મોં પર લગાવા માટે જ અહીંથી કેક ખરીદતા હતા. છાપા ના દરમિયાન તે લોકો પણ પહોંચી ગયા જેઓના ઘરે બેકરીઓ ચાલી રહી હતી. તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ બેકરીઓને પોતાનું મકાન રેન્ટ પર નહીં આપે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here