શું તમે જાણો છો કે ભારતીય સુહાગન સ્ત્રીઓ કાંચની બંગળી શા માટે પહેરે છે, જાણો તેમના અનેક ફાયદાઓ….

0

કહેવામાં આવે છે કે ભારતીય મહિલાઓ પોતાના પતિ માટે શૃંગાર કરતી હોય છે. અને તે જયારે પણ આ શૃંગાર કરે છે વધુ સુંદર દેખાવા લાગે છે.શૃંગાર માટે મહિલાઓ બિંદી, ઘરેણા, નવા વસ્ત્રો અને બંગળી પહેરતી હોય છે. અમુક વસ્તુઓની દૌર ક્યારેય ખત્મ થવાની નથી. પહેલાના સમયથી આજના આધુનિક સમય સુધી પણ આ વસ્તુઓ આજે પણ એવીજ રીતે યુઝ કરવામાં આવે છે, જેવું પહેલાના સમયમાં મહિલાઓ કરતા હતા. આજ વસ્તુઓના લીસ્ટમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી વસ્તુ છે ‘બંગળી’. પણ શું તમને ખબર છે મહિલાઓમાં બંગળી પહેરવાનો શું રીવાજ છે? મહિલાઓમાં બંગળી પહેરવાનો રીવાજ શુભ માનવામાં આવે છે. કાચની બંગળી પહેરવાથી તેમના પતિ અને તેના બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. બંગળીનું શૃંગાર નવ વિવાહિત સ્ત્રીની શોભા વધારે છે. બંગળીને ફેશનના રૂપથી પણ ઉપયોગમાં લેવામાં આવે છે. બંગળી પહેરવાની આ પરંપરા એટલી પુરાની છે કે આ પરંપરા દેવી-દેવતાઓના સમયથી ચાલતી આવે છે, માટે મહિલાઓ બંગળીને દેવી-દેવતાઓને પણ ચઢાવે છે અને પોતાના સુહાગની લાંબી ઉમર માટે પ્રાર્થના કરે છે.

ભારતમાં મહિલાઓમાં બંગળીને અધિક માન્યતા આપવામાં આવી છે:

ભારતમાં મહિલાઓ પોતાના પતિ માટે બંગળી પહેરે છે એજ તેમનું શૃંગાર છે અને તેમના સુહાગની નિશાની પણ માનવામાં આવે છે. ભારતના પંજાબ શહેર માં મહિલાઓ પોતાના વિવાહના સમયે લાલ સાળી અને લાલા ચૂડલો પહેરતી હોય છે. અને જો તમે ક્યારેય પશ્ચિમ બંગાળ જાશો તો તમને બંગળીઓનો એક અલગ જ નજારો જોવા મળશે., અહીની મહિલાઓ બે પ્રકારની બંગળીઓ પહેરે છે, જેને શાખા અને પૌલા કહેવામાં આવે છે. જેમાં શાખાનો રંગ સફેદ અને પૌલાનો રંગ લાલ હોય છે. અહીની મહિલાઓ મોટાભાગે લાખની બનેલી બંગળીઓ પહેરે છે જે સોના કે ચાંદી કરતા પણ વધુ મોંઘી હોય છે. જ્યોતિષ ગુરુઓની માનીએ તો મહિલાઓને કાચની બંગળીઓ પહેરવાથી અને તેના અવાજથી નકારાત્મક ઉર્જા દુર રહે છે.

અન્ય રોચક વાતો:

ચૂડી પહેરવાથી ત્વચા અને બંગળી વચ્ચે જ્યારે ઘર્ષણ પૈદા થાય છે ત્યારે તેનાથી ઉર્જા ઉત્પન થાય છે, જે શરીરના રક્ત સંચારને નિયંત્રિત કરે છે. સાથે જ હાથમાં વધુ બંગળી હોવાને લીધે ઉર્જા હાથની બહાર નથી જઈ શકતી અને તે ઉર્જા શરીરને મળે છે. આ ગોળાકાર ચૂડી કે કંગન હંમેશા થી જ સ્ત્રીઓની સુંદરતા વધારતું આવ્યું છે. પછી તે હાલમાં જ જન્મેલી નાની ઢીંગલી હોય કે પછી સફેદ વાળ વાળી મહિલા હોય. દરેકને બંગળી પહેરવાનો રીવાજ છે. અમુક ધર્મોમાં બાળકીના જન્મતાની સાથે જ તેમને શગુનના નામ પર ચાંદીના કંગન પહેરાવવામાં આવે છે.

ઉર્જાનો અભાવ દુર કરે: તમે બંગળી પહેરનારી સ્ત્રીઓની તુલના તે સ્ત્રીઓ સાથે કરી શકો છો જે જેઓ બંગળી નથી પહેરતી. તમે જાણી શકશો કે બંગળી ન પહેરનારી સ્ત્રીઓ જલ્દી જ થકાન મહેસુસ કરવા લાગે છે, તેમનું શરીર શક્તિવિહીન હોય છે અને તેઓ કમજોર મહેસુસ કરે છે. તેમનું પરિણામ એ આવે છે કે નાની ઉંમરમાં જ તેઓને અનેક રોગોનો સામનો કરવો પડતો હોય છે.

જવાબદારી: જ્યારે સ્ત્રીઓના હાથોમાં બંગળી હોય છે તો તેમનું દિમાગ તેમને તેઓની જવાબદારીનો આભાસ રહે છે અને તેમને સમજાવે છે કે તેમની ઉપર તેમની સાથે સાથે તેમના પરિવારની પણ જવાબદારીઓ છે. આવી રીતે સ્ત્રીઓ પોતાની અને પરિવારની ખાવા-પીવા, રહેવાની, ખુશીઓ અને ઘરની સમૃદ્ધી વગેરે દરેક વસ્તુઓનું ધ્યાન રાખતી હોય છે. જ્યારે બંગળી ન પહેરનારી સ્ત્રીઓમાં આબધી વસ્તુઓનો થોડો અભાવ જોવા મળે છે.

વૈજ્ઞાનિક તર્ક: જો કે બંગળી ગમે તેવી હોય, કોઈ પણ આકારની પણ હોય, અંત માં તો તે સ્ત્રીના શૃંગારને વધારવાનું કામ કરે છે. પણ આ બંગળી સાથે જોડાયેલા જ તથ્યોથી આપણે અનજાન છીએ. સાચે જ આપણે બંગળીની પરંપરાગત આધાર જાણતા હશો, પણ તેના સિવાય તેમને પહેરવા માટેના ઘણા વૈજ્ઞાનિક કારણો છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.