શું તમારો ફોન વાત કરતી વખતે કપાઈ જાય છે? તો તમને ટેલિકોમ કંપની આપશે 5 લાખ રૂપિયા – વાંચો વિગત

0

જો તમે પણ વારંવાર ફોનના કપાય જવાથી, અવાજ ન આવવાથી કે રોકાઈ રોકાઈને અવાજ આવવાથી થાકી ગયા છો અને પરેશાન છો તો તમારા માટે આ એક ખુશખબર છે. તેને લઈને સરકારે ટેલિકોમ કંપનીઓના વિરુદ્ધ કડક પગલાં ઉઠાવ્યા છે. ટ્રાઈ એ કહ્યું કે જો ફોન પર વાત કરવાના સમયે અવાજ રોકાઈ રોકાઈને આવી રહ્યો છે કે પછી અવાજ જ નથી આવી રહ્યો તો તેને પણ કોલ ડ્રોપ માનવામાં આવશે અને દોષી ગણવા પર ટેલિકોમ કંપનીઓ પર 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ લગાવામાં આવશે. કોલ ડ્રોપ ને લઈને નવા નિયમની શરૂઆત 1 ઓક્ટોમ્બર 2018 થશે.કોલ ડ્રોપની નવી પરિભાષા નક્કી કરતા ટ્રાઈ એ કહ્યું કે જો વાત કરતા-કરતા ફોન કપાઈ જવો જ માત્ર કોલ ડ્રોપ નથી માનવામાં આવતો પણ વાતચીતના દરમિયાન અવાજ ન આવવો કે અટકાઈને અવાજ આવવો પણ કમજોર નેટવર્કના દાયરામાં આવશે અને તેને પણ કોલ ડ્રોપ જ માનવામાં આવશે. રિપોર્ટના અનુસાર ટેલિકોમ કંપનીઓ ઘણીવાર નેટવર્ક ના હવાલા આપીને કોઇલ ડ્રોપ થી પિંડ છોડાવી લેતી હોય છે, પણ ટ્રાઈ હવે આવું કરવા નહિ દે. ફોન પર વાત કરવાના દરમિયાન આવનારી કોઈપણ સમસ્યાને હવે ટ્રોલ ડ્રોપ માનવામાં આવશે. તેના પછી દરેક દિવસના કોલ ડ્રોપ નો હિસાબ થાશે અને મહિનામાં 2 ટકા થી વધુ કોલ ડ્રોપ હોવા પર કંપનીઓ પર 5 લાખ રૂપિયાથી પણ વધુ દંડ લગાવી શકાશે.

તેની પહેલા પણ ટ્રાઈ એ કહ્યું હતું કે દુરસંચાર કંપનીઓ ને એક મહિનાની અંદર કોલડ્રોપ, બિલ, નેટવર્ક સહીત વિભિન્ન સ્તરની સમસ્યાઓ પર કરવામાં આવેલી ફરિયાદોનું સમાધાન કરવાનું રહેશે. નિર્ધારિત સમયમાં ફરિયાદોનું સમાધાન નહિ કરવા પર કંપનીઓ ને દુરસંચાર વિભાગના સમક્ષ લેખિતમાં કારણ સ્પષ્ટ કરવાનું રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દુરસંચાર મંત્રાલયની ફરિયાદો ને જલ્દી જ લિપટાવાના સિલસિલામાં નિર્દેશ આપ્યા હતા, જેના ચાલતા આ દિશા-નિર્દેશ સામે આવ્યો છે. ઉપસ્થિત સમયમાં ફરિયાદોનું સમાધાન કરવામાં કંપનીઓ બે થી છ માસ સુધી સમય લે છે અને ઘણીવાર તેનાથી પણ વધુ સમય લગાવી દે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here