लव, सेक्स या धोखा, પર્સનલ લાઈફ પર આવા શોકિંગ સ્ટેટમેન્ટ આપી ચુકી છે કંગના…..વાંચો આર્ટિકલ

0

3 વાર નેશનલ એવોર્ડ જીતી ચુકી કંગના પોતાના બડબોલેપન માટે પણ ઇન્ડસ્ટ્રી માં ફેમસ છે.

બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત 31 વર્ષની થવા જઈ રહી છે. 23 માર્ચ, 1987 ના રોજ હિમાચલ પ્રદેશના નાના શહેરમાં જન્મેલી કંગના બી-ટાઉનમાં પોતાના બોલ્ડ કિરદાર, એક્ટિંગ અને પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચા માં રહેતી હોય છે. 3 વાર નેશનલ એવોર્ડ જીતી ચુકેલી કંગના પોતાના બડબોલેપન માટે પણ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ છે.

ઋત્વિક રોશન સાથે બ્રેકઅપ અને કોલ્ડ વોર પર કંગનાએ આગળના વર્ષે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ”આ આપણા બધા માટે જરૂરી છે કે લવ-અફેયર્સના દૌરાન તે યાદોને સમેટીને રાખીએ.

2015 માં રીલીઝ થયેલી ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’ ના પ્રમોશન દૌરાન કંગનાએ જણાવ્યું હતું કે ઈંટીમેટ સીન્સ દેવામાં તેને કોઈ પરેશાની નથી. આવા સીન્સની શુટિંગ કર્યા બાદ તે નથી કહેતી કે, “शॉल कहा है मेरी इज्जत बचा लो! मेरी क्लीवेज न किसी को दिख जाए, बचा लो मुझे!”

કેરિયરના શરૂઆતી દૌરમાં એક ઈન્ટરવ્યુંમાં કંગનાએ જણાવ્યું કે, ”18 ની ઉમરમાં હું ક્રીમી રોલ કરવા માંગતી હતી, કેમ કે મને લાગતું હતું કે આ જ રસ્તાથી સકસેસ મળશે. મને નથી લાગતું કોઈ A-લીસ્ટ એક્ટર મારી બરાબરની B-ગ્રેડ ફિલ્મો કરી હશે. આજે મેં 50-50 બંને પ્રકરની ફિલ્મો કરી છે”.

ફેંસ અને કરીબીઓ થી મળેલો પ્રેમ અને રીસપેક્ટ પર કંગનાએ 2016 માં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,” “जब मैं बेशर्म, सायकोपाथ, वेश्या, चुडैल, धोखेबाज थी, तब भी लोग मेरा सम्मान करते थे, जो अपने आप में अचीवमेंट है। यह उनका प्यार और रिस्पेक्ट है।”
2015 માં હોટ સ્ટારના શો  ‘એમ બોલે તો’ ને આપેલા એક ઈન્ટરવ્યુંમાં કંગનાએ આ વાત કહી હતી.

નાની ઉંમરમાં જ કંગના એ પોતાના કેરિયરની શરુઆત કરી હતી, તેના વિશે તે કહે છે કે, ”જ્યારે મેં કેરિયર ની શરૂઆત કરી ત્યારે, મારી સાથે કુતરાઓ જેવો વ્યવહાર થતો હતો. ઇન્ડસ્ટ્રીના લોકો તેવો વ્યવહાર કરતા હતા જેવો કે મને અવાજ ઉઠાવાનો કોઈ હક નથી, મારી જરૂર નથી. હું ઈંગ્લીશમાં વાત કરી શક્તિ ન હતી માટે મારો મજાક બનાવામાં આવતો હતો”.

‘આશિકી-3’ થી બહાર કરી નાખવામાં આવેલી ખબરો પર રીએક્ટ કરવાની સાથે કંગના એ કહ્યું હતું કે, ”મને સમજમાં નથી આવતું કે એક્સ-બોયફ્રેન્ડ અટેંશન પામવા માટે આવી મૂર્ખતા ભરી ચીજો શા માટે કરતા હોય છે?” જણાવી દઈએ કે ઇનડાયરેક્ટલી આ આરોપ ઋત્વિક રોશન પર લગાવ્યો હતો.

એક્સ રીલેશનશીપ પર બયાન આપતા કંગનાએ કહ્યું કે, ”મેં ડોકટર, એક્ટર અને મોડલ ને ડેટ કરેલી છે. દુર્ભાગ્યથી ઘણા યુવકો સાથે મારું અફેઈર રહ્યા હતા. પણ દરેક પાસેથી એક જેવી જ વસ્તુ શીખવા મળી”.

બોલીવુડની બીજી એક્ટ્રેસેસ સાથે કંપેરીઝન કરવા ના સવાલ પર કંગના એ કહું કે, ”હું કોઈને મારો કોમ્પીટીટર નથી માનતી. કોઈ એક એક્ટ્રેસનું નામ જણાવો જે તનું વેડ્સ મનુ કે ક્વીન નો કિરદાર નિભાવી શકે”.

રંગુન માં આપેલા ન્યુડ સીન પર કંગના એ કહ્યું કે, ”મારા હિસાબે વિશાલ(ભારદ્વાજ)ને મારા વિશે તે સારું લાગ્યું કે હું મારી બોડીને ખુલ્લી તિજોરી ની જેમ નથી માનતી. મને નથી લાગતું કે મારી બોડી ખુલ્લી તિજોરી છે. હું મારા સીન્સ કમ્ફોરટેબલી કરી શકું છું”.

સુપરસ્ટાર્સ ની સાથે ફિલ્મો કરવાના સવાલ પર કંગના બોલી,”જ્યારે તું સુપરસ્ટાર સાથે લાર્જર-ડેન-લાઈફ ફિલ્મો કરો છો, તો એક સમાન અવસર નથી મળતા. કિરદાર તેઓના માટે લખવામાં આવે છે અને ઓડીયન્સ માત્ર તેને જોવા માટે પહોંચે છે. પણ હું એવો રોલ ઇચ્છુ છું જેમાં બંને એક સમાન હોય”.

કરન જોહર ના શો કોફી વિદ કરણ માં કંગના એ તેના પર ઘણા એવા આરોપ લગાવ્યા હતા. તેઓએ કહ્યું કે,”જો ક્યારેય મારી બાયોપિક બને તો તેમાં તું એક એવા ફેમસ વ્યક્તિનો રોલ નીભાવજે જે ખુબ શાતીર હશે. જે ભાઈ-ભતીજાવાદ ને બઢાવો આપશે અને મુવી માફિયા કહેવાશે”.

હિમાચલ પ્રદેશના નાના શહેરમાં કંગના મોટી થયેલી છે. સ્મોલ ટાઉન ગર્લ હોવા પર એક્સ્પીરીયંસ શેઈર કરતા તેમણે કહ્યું કે, ”અમારી પાસેથી એ જ ઉમ્મીદ કરી શકાય કે મોટા થઈને સુંદર દેખાય અને જલ્દી જ લગ્ન કરી લે. પણ હું પેરેન્ટ્સ માટે કોઈ દર્દ થી કમ નથી, મારા જેવું બાળક કોઇપણ માં-બાપ નહિ ઈચ્છે”.

લેખન સંકલન:  કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!