શાહરૂખથી સલમાન સુધી, જાણો ક્યા 5 સ્ટાર કરે છે કઈ બ્રાન્ડ્સના ફોનનો ઉપયોગ…વાંચો આર્ટિકલ

આપણા દેશમાં બોલીવુડ સ્ટાર અને ક્રિકેટર્સને ભગવાનની જેમ માનવામાં આવે છે. કરોડો લોકો પોતાના ફેવરીટ સ્ટારને પોતાની લાઈફમાં ફોલો કરતા હોય છે અને તેઓના જેવી લાઈફસ્ટાઈલ જીવવાની ઈચ્છા રાખતા હોય છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેઓ પોતાના ફેવરીટ સ્ટારની લાઈફસ્ટાઈલ ને પૂરી રીતે કોપી કરવા માટે કંઈપણ કરવા માટે તૈયાર રહેતા હોય છે. ઘણીવાર તો એવું પણ જોવામાં આવ્યું છે કે ફેંસ પોતાના સ્ટાર્સની ડ્રેસિંગ સ્ટાઈલથી લઈને તેઓના દ્વારા ઉપીયોગ કરવામાં આવતી એસેસરીજ પણ ખરીદવાનું પસંદ કરતા હોય છે. માટે આજે અમે તમને બતાવી રહ્યા છીએ અમુક તમારા ફેવરીટ સ્ટાર્સનાં સ્માર્ટફોન વિશે.

1. શાહરૂખ ખાન: આજે ભારતમાં કદાચ જ કોઈ તમને એવું મળશે જેઓ શાહરૂખ જેવી લાઈફ સ્ટાઈલ જીવવા ન માગતું હોય. તમને જણાવી દઈએ કે બોલીવુડના કિંગ ખાન કયો સ્માર્ટફોન યુઝ કરે છે. શાહરૂખ ખાન એપ્પલ આઈફોનનો ઉપીયોગ કરે છે. તે આગળના વર્ષ એપ્પલ દ્વારા લોંચ કરવામાં આવેલા બેટરી કેસને ખરીદનાર પહેલા વ્યક્તિ હતા.

2. સલમાન ખાન:સલમાન ખાન લાંબા સમયથી ભારતમાં ફૈશન ટ્રેન્ડને લીડ કરી રહ્યા છે. સલમાને લાખો યુવાને બોડી બિલ્ડીંગ અને જીમ જવા માટે પ્રેરિત કર્યા છે.તેમાં કોઈ સંદેહ નથી કે સલમાનનાં પ્રશંસકોની સંખ્યા ખુબ વધુ છે. સલમાન ખાન પોતાની ટ્વીટસ અને ઇનસ્ટાગ્રામ પોસ્ટ માટે પણ જાણવામાં આવે છે. એક સમય હતો જ્યારે તે નોકિયા નો બેઝીક ફોન ઉપીયોગમાં લેતા હતા પણ હવે ભાઈ જાને એપ્પલ ફોન લઇ લીધો છે.

3. પ્રિયંકા ચોપડા:બોલીવુડમાં પોતાની કાબીલીયત સાબિત કર્યા પછી પ્રિયંકાએ હોલીવુડમાં પણ પોતાની પહેચાન બનાવી લીધી છે. પિટબુલ જેવા સ્ટારની સાથે પોતાનું મ્યુઝીક આલ્બમ લોંચ કરવાથી લઈને બેચાવ માં ડ્વેન ‘દ રોક’ જોનસનની સાથે કામ કરવા સુધી પ્રિયંકા દરેક જગ્યા પર છવાયેલી છે. જણાવી દઈએ કે પ્રિયંકા આઈફોન 6/એસ પ્લસનો ઉપીયોગ કરે છે.

4. દીપિકા પાદુકોણ:દીપિકા પાદુકોણે પણ ખુદને એક શીર્ષ અભિનેત્રીના રૂપમાં સાબિત કરી નાખી છે અને XXX: રીટર્ન ઓફ એક્સેન્ડર કેજ્માં વિન ડીજલની સાથે હોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. જણાવી દઈએ કે દીપિકા આઈફોન 6 એસ નો ઉપીયોગ કરે છે.

5. રણવીર સિંહ:રણવીર સિંહ હાલના દિવસોમાં સૌથી મોટા સ્ટાર બની ચુક્યા છે. પોતાની વિચિત્ર ફેશન સેંસ, ભૂમિકાઓની અપરમ્પરાગત પસંદ અને દીપિકાના બોયફ્રેન્ડ હોવાના નાતે તે મોટાભાગે બોલીવુડમાં છવાયેલા રહે છે. તેઓએ લાખો લોકોનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે રણવીર આઈફોનનો ઉપીયોગ કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!