સ્કૂલ જાવાની ઉંમરમાં રસ્તા પર ફૂલ વહેંચી રહેલી આ બાળકી ને જોઈને દ્રવિત થયા CM કુમારસ્વામી, રસ્તા પર જ કરી નાખ્યો બાળકીના ભવિષ્યનો નિર્ણય…

0

કર્ણાટક ના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી નો અનદેખ્યો ચેહરો બધાની સામે આવ્યો છે. કૃષ્ણરાજ સાગર બાંધ થી માંડ્યા યાત્રા પર નીકળેલા મુખ્યમંત્રી રસ્તા માં એક ફૂલ બહેંચી રહેલી બાળકી ને જોઈને દ્રવિત થઈ ગયા હતા. બાળકી દરેક કાર વાળા પાસે જઈને બોલી રહી હતી કે ફૂલ લેશો સાહેબ. સીએમ સાહેબ બાળકી ને જોઈને પોતાની પાસે બોલાવી અને તેની પાસેથી શિક્ષા અને ઘર વિશે પૂછ્યું. બાળકી પોતાના માં-બાપ ના બીમાર થઇ જાવાને લીધે સ્કૂલ ન જઈને ઘર ખર્ચ માટે ફૂલ વહેંચી રહી હતી.
બાળકી એ સીએમ પાસેથી પૈસા લેવાનો પણ ઇન્કાર કરી દીધો. મુખ્યમંત્રી એ આ બાળકીનું ભવિષ્ય ઉજ્જવલ કરવાનો રસ્તા પર જ નિર્ણય કરતા અધિકારીઓ ને તેની શિક્ષા અને આર્થિક સ્થિતિ ને લઈને દરેક નિર્દેશો આપ્યા. તેના પિતા ને પણ સીએમ હાઉસ લાવવામાં આવ્યા. અને પ્રેમથી આ બાળકી ના ગાલ પર હાથ ફેરવ્યો. જો કે મોટા નેતાઓએ રસ્તા પર બાળકોને ફૂલ કે અન્ય વસ્તુઓ વહેંચતા જોયા છે પણ કોઈ નેતા એ રસ્તા પર જ કોઈ નું ભવિષ્ય આવી રીતે વિચાર્યું નહિ હોય.

ગઠબંધનની સરકાર ચલાવી રહ્યા છે કુમારસ્વામી:કુમારસ્વામી કોંગ્રેસ અને જેડીએમ ના ગઠબંધન ના મુખ્યમંત્રી છે, અને તે ઘણા સમય સુધી આ પદ પર રહ્યા હતા. પણ આવા ક્ષણ તેને યાદ અપાવશે કે તેમણે મુખ્યમંત્રીના પદ પર રહીને ઘણા એવા નેક અને ઉમદા કામો પણ કર્યા હતા. ત્યારે આ બાળકીનો ચેહરો તેની આંખો ની સામે હશે. કુમારસ્વામી એ કર્ણાટક ના મુખ્યમંત્રી બનવા ના અમુક દિવસ પછી જ ખેડૂતો ને કરેલો વાદો નિભાવ્યો હતો. તેમણે કર્ણાટક ના ખેડૂતો ને બે લાખ રૂપિયા સુધીનો કર્જ પણ માફ કરી દીધો હતો.કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા પછી તે મોટાભાગે ચર્ચામાં રહે છે, સૌથી પહેલા તે, તે સમયે ચર્ચામાં આવ્યા હતા જયારે તેમણે કર્ણાટક વિધાનસભા માં પોતાના સંબોધન માં કહ્યું હતું કે તે ઈચ્છે જે કે જનતા તેને બહુમત આપે અને મુખમંત્રી બનાવે પણ તેને ગંઠબંધન ની બેસાખી લઈને મુખ્યમંત્રી બનવું પડ્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here