આ વ્યક્તિ ને પોતાની મૂંછ ની સંભાળ માં લાગી જાય છે ત્રણ કલાક, 33 વર્ષથી નથી કાપી પોતાની મૂંછ અને લંબાઈ તો બાપરે બાપ….

0

”મૂંછ નહીં તો કંઈપણ નહીં”…આ ભાઈ માટે તો આ કહેવત પથ્થર ની લકીર સમાન બની ગઈ છે. ત્યારે જ તો તેણે 33 વર્ષ સુધી પોતાની મૂંછ ને કાપી નથી. સૌથી વધારે હેરાન કરી દેનારી વાત તો એ છે કે આ મૂંછ ની લંબાઈ 22 ફૂટ થઇ ચુકી છે. જો બે માળના છત પર ઉભા રહીને તેની મૂંછ ને લટકાવી દઈએ તો તે દોરડા નું પણ કામ કરી દેશે.ગિરધર વ્યાસ નામ ના આ વ્યક્તિ ની ઉંમર 58 વર્ષ છે.વર્ષ 1985 થી ગિરધર વ્યાસ પોતાની મૂંછ ને વધારી રહ્યા છે અને તેને ઉમ્મીદ છે કે તેની મૂંછ કદાચ દુનિયામાં સૌથી લાંબી છે. જાણકારી અનુસાર ગિરધર ની મૂંછ 22 ફૂટ લાંબી છે અને તે પોતાનું નામ ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ માં દર્જ કરવા માગે છે.
ગિરધર ને પોતાની મૂંછ ને સંભાળવામાં અને તેને યોગ્ય રાખવામાં ત્રણ થી ચાર કલાક નીકળી જાય છે. તે રોજનો એટલો સમય કાઢીને પોતાની મૂંછ ની સંભાળ લે છે.ગિરધર બિકાનેર ના રહેનારા છે. તે પોતાની લાંબી મૂંછ નું રહસ્ય ખોલતા જણાવે છે કે તેણે તેના પર ક્યારેય પણ સાબુ કે શેમ્પુ નો ઉપીયોગ નથી કર્યો. માટે તેની મૂંછો એકદમ સુરક્ષિત છે. ગિરધર કહે છે કે તે પોતાની મૂંછ પર માત્ર મુલતાની માટી નો જ ઉપીયોગ કરે છે.
ગિરધર વ્યાસ કહે છે કે તેને પોતાની મૂંછ ની સંભાળ લેવામાં ખુબ મહેનત કરવી પડે છે. તે રોજ સવારે ઉઠ્યાં પછી પોતાની મૂંછ ને ખાટલા પર ફેલાવીને તેલ ની માલિશ કરે છે.માત્ર માલિશ કરવામાં જ બે કલાક નીકળી જાય છે. તેના પછી તે લીંબુ અને તીખા ના પાઉડર નો ઉપયોગ આ મૂંછો પર કરે છે, જેનાથી મૂંછ એકદમ મુલાયમ બની રહે છે.
ગિરધર વ્યાસ ને લોકો તેના મૂંછ ને લીધે ઓળખે છે અને ઘણા લોકો તો તેને સેલિબ્રિટી પણ માને છે. જણાવી દઈએ કે ગિરધર વ્યાસ વન વિભાગ માં કાર્યરત છે. જો કે ઘણીવાર લોકો તેની મૂંછો ને જોઈને હસતા પણ હોય કે પણ ગિરધર ને તેનાથી કોઈ જ ફર્ક નથી પડતો.
Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here