રીનોવેશન પછી નીતા અંબાણી એ શેયર કરી પોતાના એન્ટેલિયાની નવી તસ્વીરો, જોઈને અંજાઈ જાશે આંખો….ક્લિક કરી જુવો ફોટોસ

0

દેશના સૌથી મોટા ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ મુકેશ અંબાણી જે ઘરમાં રહે છે તે દુનિયાના સૌથી મોંઘા ઘરની લિસ્ટમાં શામિલ છે. હાલમાં જ તેઓએ પોતાના ઘર એન્ટેલિયા નું એક વાર ફરી રીનોવેશન કરાવ્યું છે અને હવે નવી તસ્વીરો બહાર પાળી છે તેને જોઈને દરેકના હોંશ ચોક્કસ ઉડી જાવાના છે.એન્ટેલિયાની નવી તસ્વીરો થઇ વાઇરલ:

આ ઘરની તસ્વીરો જોવી તો બને જ છે. જેની અંદર એક થીએટર અને ત્રણ હેલિપૈડ ઉપસ્થિત છે. ફોર્બ્સ ના આધારે દુનિયાના સૌથી અમીર લોકોની લિસ્ટમાં તે 33 માં નંબર પર આવે છે, તેની પ્રોપર્ટી 41.7 બિલિયન અમેરિકી ડોલર જણાવામાં આવી છે.27 માળના ઊંચા એન્ટેલિયાને દુનિયાના સૌથી મોંઘા ઘરોમાનું એક હોવાની પદવી મેળવી છે. આ ઘર 400,000 સ્કવેયર ફૂટમાં બનેલું છે. અંબાણી એ આ ઘર 2006 માં બનાવ્યું હતું અને તેને બનાવામાં 1200 કરોડ રૂપિયા જેટલો ખર્ચ આવ્યો છે.
અમુક સમય પહેલા જ ફોર્બ્સે સૌથી મોંઘા ઘરની લિસ્ટમાં એન્ટેલિયા ને જગ્યા આપી છે. ઘરના 6 માળ સુધી તો માત્ર પાર્કિંગ જ છે, જેમાં 168 જેટલી કાર પાર્ક કરી શકાય છે. 7 માં ફ્લોર પર અંબાણી ફેમિલીના કાર્સ માટેનું એક કાર સર્વિસ સ્ટેશન પણ છે.
આ ઘર છે એકદમ ભવ્ય અને આલિશાન:
એન્ટેલિયામાં એક બોલરૂમ છે, તેની છત ક્રિસ્ટલથી સજાવામાં આવી છે. કહેવામાં આવે છે કે તેના કમર્શિયલ માળને અમુક મોટા એવા બિઝનેસમૈન ખરીદવા માગે છે, પણ મુકેશ અંબાણી તેને વહેંચવા માટે તૈયાર નથી. એન્ટેલિયામાં કામ કરવા માટે 600 કર્મચારીઓની જરૂર પડે છે જે લગભગ 600 જેટલા લોકો દિવસ-રાત ઘરની સંભાળ રાખે છે.
એન્ટેલિયામાં 9 લિફ્ટ, 1 સ્પા, 1 મંદિર, સોનાની કોતરણી અને ચૈન્ડેલેયર કાચ થી બનેલો એક બોલ રૂમ છે. તેના સિવાય પ્રાઇવેટ સિનેમા, એક યોગા સ્ટુડિયો, એક આઈસ્ક્રીમ રૂમ, ત્રણ થી પણ વધારે સ્વિમિંગ પુલ છે. કહેવામાં આવે છે કે એટલાન્ટિક મહાસાગર આઇલેન્ડ પરથી તેનું નામ રાખવામાં આવ્યું છે.
એન્ટેલિયા ને આર્કિટેક્ચર લોટ્સ અને સન ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ મૈશનથી અરેબિયન સાગર જોઈ શકાય છે. અમુક દિવસો પહેલા અંબાણી એ પોતાના એન્ટેલિયામાં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બૉલીવુડ થી લઈને ક્રિકેટ જગતના કિરદારો શામિલ થયા હતા. આ ભવ્ય અને આલીશાન પાર્ટીની ખુબ જ ચર્ચા થઇ હતી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here