રાવણે લક્ષ્મણને જણાવ્યું હતું પોતાના વિનાશનું કારણ, કહ્યું હતું કે જો મેં આ ભૂલો ન કરી હોત તો…

0

હિન્દૂ ધર્મના મોટાભાગના લોકો રામાયણના દરેક ભાગ વિશે જાણતા જ હશે અને જે લોકો નથી જાણતા એ લોકોએ રામાયણ ધારાવાહિક તો જોઈ જ હશે. જ્યારે ભગવાન શ્રીરામે રાવણની નાભિમાં તીર માર્યું ત્યારે રાવણની સાથે એના અહંકારનો પણ નાશ થયો હતો. એ સમયે ભગવાન શ્રીરામે લક્ષ્મણને કહ્યું હતું કે સૌથી મોટો જ્ઞાની, રાજનીતિજ્ઞ અને નીતિવાન વિદાય લઈ રહ્યો છે તો તું એમની પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કર, રાવણ જે જ્ઞાન તને આપી શકશે એવું જ્ઞાન કોઈ નહીં આપી શકે ! જ્યારે લક્ષ્મણ રાવણની નજીક ગયા ત્યારે રાવણે લક્ષ્મણને જ્ઞાન તો ન આપ્યું પણ પોતાના વિનાશના કારણો જણાવ્યા તો આવો મિત્રો આપણે જાણીએ કે રાવણે પોતાના વિનાશના કયા કયા કારણો જણાવ્યા.આ ત્રણ ભૂલોના લીધે રાવણનો વિનાશ થયો હતો.
રાવણે લક્ષ્મણને પોતાની ભૂલો વિશે જણાવતા કહ્યું કે મેં શ્રીરામને ઓળખવામાં મોડું કર્યું અને જ્યારે ભગવાન વિશે મને ખબર પડી ત્યારે હું એમની શરણમાં ન ગયો. એટલે જ માણસને શુભ કામ કરવામાં મોડું ન કરવું જોઈએ અને ખબર હોય કે આ કામ અશુભ છે તો એને ઝડપથી મૂકી દેવું જોઈએ.બીજી ભૂલમાં રાવણ જણાવે છે કે હું મારા શત્રુ શ્રીરામને અત્યંત નબળા માનતો હતો અને મને લાગતું હતું કે હું સહેલાઈથી શ્રીરામને હરાવી દઈશ અને એ પરિણામ હું હજુ પણ ભોગવું છું. એટલે કે માણસે ક્યારેય પોતાના શત્રુને નબળો ન સમજવો જોઈએ.રાવણ ત્રીજી ભૂલમાં જણાવે છે કે મે મારું એક રહસ્ય ફક્ત મારા નાના ભાઈ વિભીષણને જ જણાવ્યું હતું અને કહ્યું હતું કે હું ક્યારેય નહીં મરી શકુ અને હું ત્યારે જ મરીશ જ્યારે કોઈ મારી નાભિમાં વાર કરશે. મારા પોતાના ભાઈએ મારી કમજોરી મારા શત્રુને જણાવીને મને મરાવી દીધો. માણસે પોતાની કમજોરી કોઈપણ વ્યક્તિને ન જણાવી જોઈએ, ભલે પછી તે ગમે તેટલો નજીકનો કેમ ન હોય !Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here