રતન ટાટા ને 4 વાર થયો હતો પ્રેમ, પણ ના થઇ શક્યા લગ્ન….વાંચો આજે એમની રસપ્રદ સ્ટોરી

2

દિગ્ગજ બીઝનેસમેન રતન ટાટા નો જન્મ 28 ડિસ્મેબર 1937 ના રોજ સુરતમાં થયો હતો. ટાટા ગ્રુપ ના પૂર્વ ચેયરમૈન એ પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી હતી અને એક અલગ જ મુકામ હાંસિલ કર્યો હતો. ટાટા ગૃપને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા પછી તેમણે જાન્યુઆરી 2013 માં પોતાના કાર્યભાર થી રિટાયરમેન્ટ લઈ લીધું હતું. બિઝનેસ ની દુનિયામાં ટાટા એ ખુબ નામ કમાયું છે પણ પ્રેમ ની બાબતમાં તે હંમેશા થી અસફળ જ સાબિત થયા હતા.એક ઇન્ટરવ્યૂમાં અવિવાહિત રતન ટાટા એ પોતાની લવ સ્ટોરી ના વિશે પણ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે તેને પણ એક સમયે કોઈકની સાથે પ્રેમ થયો હતો પણ લગ્ન સુધી પહોંચી શક્યા ન હતા.ટાટા એ કહ્યું કે પણ દૂર નું વિચારતા તેને લાગ્યું કે અવિવાહિત રહેવું તેના માટે યોગ્ય સાબિત થયું, કેમ કે જો તેમણે લગ્ન કર્યા હોત તો સ્થતિ થોડી જટિલ હોત.
તેમણે કહ્યું,”જો તમે મને પૂછશો કે મેં ક્યાં દિલ લગાવ્યું હતું, તો તમને જણાવી દઈએ કે હું ચાર વાર લગ્ન કરવા માટે ગંભીર થયૉ હતો પણ દરેક વખતે કોઈને કોઈ બીક ને લીધે પાછળ હટી ગયો હતો”. પોતાના પ્રેમના દિવસો વિશે ટાટા એ કહ્યું,”જયારે હું અમેરિકા માં કામ કરી રહ્યો હતો ત્યારે કદાચ હું પ્રેમ ને લઈને ગંભીર થઇ ગયો હતો અને માત્ર એટલા માટે જ લગ્ન ન થઇ શક્યા કેમ કે હું પાછો ભારત આવી ગયો.
રતન જી ની પ્રેમિકા ભારત આવવા માગતી ન હતી, તે જ સમયે ભારત-ચીન નું યુદ્ધ પણ થયું હતું, આખરે તેની પ્રેમિકા એ કોઈ અન્ય સાથે લગ્ન કરી લીધા.એ પૂછવા પર કે જેને તે પ્રેમ કરતા કરતા હતા, શું તે અત્યારે પણ શહેર માં જ છે, તો તેમણે ‘હા’ માં જવાબ આપ્યો, પણ આ બાબત વિશે આગળ કહેવા માટે ઇન્કાર કરી દીધો હતો.
રતન જી એક સમૃદ્ધ પરિવાર માં જ જનમ્યા હતા પણ તેનું જીવન આસાન રહ્યું ન હતું. રતન જી જયારે 7 વર્ષના હતા ત્યારે તેના માતા-પિતા અલગ થઇ ગયા હતા. તેનો ઉછેર તેની દાદી એ કર્યો હતો.
રતન જી ને ગાડીઓનો ખુબ જ શોખ છે.તેની ગાડીઓમાં રેન્જ રોવર, જગુઆર, વગેરે નો સમાવેશ છે. રતન જી ને વિમાન ઉંડાળવાનો અને પિયાનો વગાડવાનો પણ ખુબ જ શોખ છે. પોતાના રિટાયરમેન્ટ પછી તેમણે કહ્યું કે હવે હું બાકીનું જીવન મારા શોખ ને પુરા કરવા માંગુ છું. હવે હું પિયાનો વગાડીશ અને વિમાન ઉંડાળવા ના શોખ ને પૂરું કરીશ.
ભારત સરકારે રતન ટાટા ને પદ્મ ભૂષણ(2000), પદ્મવિભૂષણ(2008) દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સમ્માન દેશના ત્રીજા ને બીજા સર્વોચ્ચ નાગરિક સમાન છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here