રાધા અને કૃષ્ણના લગ્ન સાથે જોડાયેલ આ સત્ય હકીકત તમે જાણો છો…વાંચો સ્ટોરી

0

હા તમે સાચું જ વાંચ્યું છે આજે અમે તમને જાણવા જઈ રહ્યા છે રાધા અને કૃષ્ણના વિવાહની વાત. પ્રેમની વાત જયારે પણ આવે છે ત્યારે સૌથી પહેલા રાધા અને કૃષ્ણનું નામ આવે છે આજના યુગમાં આવો પ્રેમ લગભગ જ કોઈ કરી શકે. તમે ઘણા લોકોના મોઢે વાત સાંભળી હશે કે રાધા અને કૃષ્ણના પ્રેમ સંબંધને કોઈ નામ આપવાની કે કોઈ ગાંઠમાં બાંધવાની કોઈ જરૂરત નથી. તો ઘણા લોકો કહે છે કે રાધા નામની કોઈ વ્યક્તિ હતી જ નહિ એ ફક્ત એક કલ્પના જ છે.

આજે અમે તમને જાણવવાના છે રાધા એ કોઈ કલ્પના નહિ પણ હકીકત હતી તેઓ ફક્ત પ્રેમી યુગલ જ નહોતા તેમના લગ્ન પણ થયેલા હતા. હા વિશ્વાસ નહિ થાય પણ આ વાત સાચી છે જે આજે અમે તમને જાણવા જઈ રહ્યા છે. આપણા દેશમાં એ જગ્યા આજે પણ છે જે જગ્યાએ રાધા અને કૃષ્ણના વિવાહ થયા હતા. ક્યાં કેવીરીતે અને કોણે કરાવ્યા હતા તેમના લગ્ન જાણવા માટે આ લેખ અંત સુધી જરૂરથી વાંચો.

મહર્ષિ ગર્ગ દ્વારા રચવામાં આવેલ ગ્રંથ “શ્રીગર્ગ સહિંતા” માં રાધા અને કૃષ્ણના લાગનું વર્ણન કરવામાં આવ્યું છે. મહર્ષિ ગર્ગના આ ગ્રંથમાં જુદા જુદા ખંડમાં કૃષ્ણ જન્મથી લઈને તેમાં ગૌલોક ગમન સુધીના દરેક પ્રસંગને સુંદર રીતે વર્ણવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ તેમના વિવાહની વાત પણ આજ ગ્રંથમાં કરવામાં આવી છે.

શ્રીગર્ગ સહિંતાના ગૌલોક ગમન ખંડમાં કૃષ્ણ અને રાધાના લગ્નની વાત વર્ણવવામાં આવી છે, આ ખંડમાં તેમના લગ્નના સમયથી લઈને ત્યારે કેવી પરિસ્થતિ હતી એ બધી જ વાતોનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે.

શ્રીગર્ગ સહિંતામાં બતાવવામાં આવેલ એક પ્રસંગ તમને જણાવીએ. એકવાર કૃષ્ણના પિતા નંદજી બાળકૃષ્ણને તેડીને ફરતા ફરતા ભાન્દીર વનમાં પહોચી જાય છે ત્યાં બાલગોપાલ પોતાની માયાથી વાવાઝોડા જેવી પરિસ્થતિ ઉભી કરે છે જેના કારણે નંદજી ડરી જાય છે. અને ડરના કારણે તેઓ કૃષ્ણને લઈને એક ઝાડ નીચે ઉભા રહી જાય છે અને ઈશ્વરનું નામ લેવા લાગે છે. થોડીવારમાં ત્યાં દેવી રાધાનું આગમન થાય છે અને ત્યારે નંદજી એ વાત જાણી જાય છે કે તેમનો બાલગોપાલ કાનો અને આ રાધા એ ઈશ્વરીય શક્તિ છે. આમ નંદજી બંનેનું સ્મરણ કરવા લાગે છે.

થોડા સમય બાદ નંદજી બાલગોપાલને દેવી રાધાને સોંપીને ત્યાંથી નીકળી જાય છે. નંદજીના જવાના થોડા જ સમયમાં બાલગોપાલ કૃષ્ણ પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે અને રાધા સાથે ભાન્દીર વનમાં વિહરવા લાગે છે. ત્યારે જ તે સ્થાન પર બ્રહ્માજી પ્રગટ થાય છે. બ્રહ્માજી અગ્નિકુંડની સ્થાપના કરે છે અને રાધા અને કૃષ્ણના લગ્ન કરાવે છે.

શ્રીગર્ગ સહિંતા ગ્રંથ મુજબ રાધા અને કૃષ્ણના વિવાહમાં બધા જ દેવી અને દેવતાઓએ હાજરી આપી હતી. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનું બાળ સ્વરૂપ ધારણ કરી પોતાના ઘરે પરત થયા હતા. આજે પણ એ વન અને એ જગ્યા છે જ્યાં રાધા અને કૃષ્ણના લગ્ન થયા હતા.

ભારતમાં આજે ભાન્દીર વન ઉત્તરપ્રદેશના મથુરા જીલ્લામાં આવેલું છે ત્યાં આજે પણ એ સ્થાન હાજર છે જ્યાં બ્રહ્માજીએ રાધા અને કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા. મથુરાથી એ જગ્યા ૨૦ કીલોમીટરના અંતરે છે. આ જગ્યાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ભાન્દીર વનમાં જે ઝાડ નીચે રાધા અને કૃષ્ણના લગ્ન થયા હતા એ ઝાડ આજે પણ ત્યાં આવેલું છે. ત્યાં રાધા કૃષ્ણની મૂર્તિની સાથે તેમના લગ્ન કરાવનાર બ્રહ્માજીની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે. તે જગ્યાએ રાધા અને કૃષ્ણના લગ્નના પ્રસંગનું વર્ણન પર લખેલું જોવા મળે છે. જો આપે આ જગ્યાની મુલાકાત લીધી હોય તો તમારા અનુભવ અમારી સાથે અચૂક શેર કરજો. આપને આ માહિતી સારી લાગી હશે એ આશા સાથે જય શ્રી કૃષ્ણ.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here