પ્રોફેસરએ બ્રેસ્ટની તુલના તરબૂચ સાથે કરી દીધી તો આવા બયાનથી નારાજ મહીલાઓએ ટોપલેસ થઈને કર્યો વિરોધ, જાણો પૂરો મામલો…..

વિવાદિત બયાન થયો વાઈરલ.
કપડા મહિલાઓ પહેરતી હોય છે અને આપત્તિ બીજાઓને આવતી હોય છે. મહિલાઓની સાથે દુર્વ્યવહાર ની કોઈ પણ ઘટના હોય, તેઓના કપડા ગમે ત્યારે વચ્ચે આવી જ જતા હોય છે. હવે તેઓએ વેસ્ટર્ન ડ્રેસ પહેરી હોય તો પુરો વાંક મહિલાનો જ છે, પણ જો તેને સાડી પણ પહેરી હોય તો સાડી પહેરવાનો અંદાજ એવો હોય છે કે સામે વાળો બિચારો ‘મર્દ’ બહેકી જાય.

મહિલાઓના કપડાને લઈને ઘણા મોટા મોટા નેતાઓ પણ બયાન આપી ચુક્યા છે. ઘણીવાર તો લાગે છે કે આવા બયાનો પર ધ્યાન જ આપવું ન જોઈએ. પણ કોઈ ચુપ પણ ક્યાં સુધી રહે? હાલ માં જ એક મામલા માં બાળકોને ‘શીક્ષા’ આપનારા એક પ્રોફેસરને મહિલાઓના કપડાને લઈને વિવાદિત બયાન સામે આવ્યો છે. પોતાના બયાનમાં પ્રોફેસરરે મહિલાઓના બ્રેસ્ટની તુલના તરબૂચ સાથે કરી દીધી છે. પ્રોફેસરનું આ બયાન પહેલાનું છે, પણ તેનો આ વિડીયો હાલના દિવસોમાં વાઈરલ થઇ રહ્યો છે.

પ્રોફેસરના બયાન બાદ મહિલાઓ પોત પોતાની રીતે વિરોધ દર્જ કરાવી રહી છે. જાણો આખરે પૂરો મામલો શું છે.

1. કેરલનો છે મામલો:મહિલાઓના કપડાને લઈને આ વિવાદિત બયાન રાજ્યના કોઝીકોડ ના ફારુક ટ્રેનીંગ કોલેજ ના પ્રોફેસર જૌહર મુનવ્વર ટી. એ આપ્યો હતો. તેઓએ કોલેજની મુસ્લિમ સ્ટુડંટ દ્વારા હિજાબ(દુપટ્ટો)ઠીકથી ન પહેરવા પર સવાલ ઉઠાવ્યો હતો.

2. તરબૂચ સાથે કરી તુલના: હિન્દુસ્તાન ટાઈમ્સના અનુસાર પ્રોફેસરે આ વિવાદિત બયાન કોઝીકોડના એક ધાર્મિક સેમીનારમાં આપ્યો હતો. પોતાના બયાનમાં તેમણે કહ્યું કે,

”હું જે કોલેજથી છુ ત્યાં 80% યુવતીઓ છે. તેમાંની મોટાભાગની મુસ્લિમ પંથની છે. જો કે તેઓ હિજાબ પહેરે છે.પણ તેઓ પોતાના સીના નો અમુક હિસ્સો દેખાડે છે. જેથી તેઓનો જીહાબ પહેરવાનો મતલબ પણ ખત્મ થઇ જાય છે. જેવી રીતે તરબૂચ નો એક ટુકડો બહાર નીકાળીને દેખાડવામાં આવે છે કે તે બરાબર પાકેલુ છે કે નહિ ઠીક તેવી જ રીતે તેઓ તેને દેખાડે છે”.
3. કરે છે આકર્ષિત:પ્રોફેસર મુનવ્વર અહી રોક્યા નહી, આગળ પણ હજુ વિવાદિત વાતો બાકી છે.
”તમે જોઇલો તેઓ કેવા પ્રકારની હિજાબ પહેરે છે.તેઓ પોતાનું મસ્તક તો ઢાંકે જ છે પણ છાતી ખુલ્લી જ રાખે છે. આપણે બધા જાણીએ જ છીએ મહિલાનો આ ભાગ તે હિસ્સોમાનો એક છે જે પુરુષોને વધુ આકર્ષિત કરે છે. પણ અમારી આ યુવતીઓ તેને તેવી રીતે પહેરે છે જાણે કે તેઓ પોતાની પૂરી બોડી એક્સપોજ કરી રહી હોય”.
4. વિરોધના નકલી રૈલી: પ્રોફેસરનું આવા પ્રકારનું બયાન સાંભળીને તમારું લોહી પણ ઉકળી ઉઠ્યું હશે.આ બયાનના વિરોધમાં સોમવારે સ્ટુડંટસે રૈલી કાઢી હતી. આ Watermelon Rally માં સ્ટુડંટસ તરબૂચ લઈને વિરોધ કરવા માટે નીકળ્યા હતા.
5. સોશિયલ મીડિયા પર વિરોધ: આ બયાનના વિરોધમાં સોશિયલ મીડિયા પર અમુક યુજર્સ તરબૂચ લઈને ન્યુડ તસ્વીરો પોસ્ટ કરી હતી. અત્યાર સુધીમાં બે મહિલાઓના નામ સામે આવ્યા છે. એમાંની એક મહિલાના પતિએ કરી છે જ્યારે બીજીની સોશિયલ એક્ટીવીસ્ટ મિત્રએ આ તસ્વીર શેઈર કરી છે.

6. કરી નાખ્યું ડીલીટ: જણાવી દઈએ કે ફેસબુકે આ આપત્તિજનક વિરોધની તસ્વીરો ડીલીટ કરીને આ યુજર્સના એકાઉન્ટ પણ બ્લોક કરી નાખ્યા છે.
7. ટ્વીટસ દ્વારા વિરોધ:
અમુક લોકોએ ટ્વીટર દ્વારા આ મામલામાં પોતાની ભડાસ નીકાળી છે. જો કે અમુકને વિરોધનો આ ઓનલાઈન તરીકો પસંદ ન આવ્યો.
8. જવાબદારીનો જવાબ:કોલેજના આચાર્યએ આ પુરા મામલા થી પલ્લા ઝાડતા કહ્યું કે પ્રોફેસરે આ બયાન કોલેજની બહાર આપ્યું હતું. તેનું તેની સાથે કોઈ લેવા-દેવા નથી અને તેની પાસે કોઈ શિકાયત પણ નથી.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!