પ્રિયંકા ના શાહી લગ્ન માં એક દિવસ નો ખર્ચો થાશે 65 લાખ રૂપિયા, કરોડો લૂંટાવ્યા પછી જાન લઈને આવશે નિક જૉનસ…વાંચો અંદરની વાત

0

નિક-પ્રિયંકા ના લગ્ન ના હવે અમુક જ દિવસો બાકી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ ના અનુસાર 2 અને 3 ડિસેમ્બર ના રોજ પ્રિયંકા પોતાનાથી 10 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની છે. નિક ના ભાઇ જો જૉનસ અને તેની પાર્ટનર સોફી ટર્નર ભારત આવી ચુક્યા છે. લગ્ન માટે જોધપુર નો ઉમ્મેદ ભવન પૈલેસ બુક કરવામાં આવ્યો છે. ઉમ્મેદ ભવનમાં લગ્ન ની તૈયારીઓ જોરો માં ચાલી રહી છે. સાથે જ પૂરો કિલ્લો 3D લાઈટો થી શણગારવામાં આવ્યો છે. આજ કિલ્લા માં 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધી પ્રિયંકા-નીક ના લગ્ન ના રિવાજો ચાલશે. તેઓના લગ્ન માં કરોડો રૂપિયા ખર્ચ થાવાનું અનુમાન છે. રિપોર્ટ અનુસાર પ્રિયંકા-નિક ના લગ્ન નો એક એક ખર્ચ જણાવામાં આવ્યો છે. પ્રિયંકા ના પ્રિ વેડિંગ સેરમીની જેવા કે પીઠી, મહેંદી અને સંગીત મેહરાનગઢ કિલ્લા માં હશે. કપલ એ 29 નવેમ્બર થી 1 ડિસેમ્બર સુધી મેહરાનગાઢ કિલ્લા ને બુક કર્યું છે. આ ત્રણ દિવસો માટે આ કિલ્લો પર્યટકો માટે બંધ રહેશે.  પ્રિયંકા અને નિક ની ફેમિલી ને લાવવા-જાવા માટે ચોપર બુક કરવામાં આવ્યું છે. જોધપુર એયરપોર્ટ થી ઉમ્મેદ ભવન સુધી આ જ ચોપર વારંવાર ચક્કર લગાવશે. પૈલેસ માં 64 આલીશાન રૂમ અને સુઈટ છે. જો કે હાલ આ પૈલેસ ને હોટેલ ની જેમ ચલાવામાં આવે છે.એક દિવસ માટે પૈલેસ રૂમ ની કિંમત 47,300 હજાર છે. જયારે એઐતિહાસિક સૂઈટ માટે 65,300 રૂપિયા, રૉયલ સુઈટ માટે 1.45 લાખ, ગ્રાન્ડ રૉયલ સુઈટ માટે 2.30 લાખ, પ્રેઝીડેન્શીયલ સુઈટ માટે 5.04 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ કિંમતો માં ટેક્સ શામિલ કરવામાં આવ્યું નથી. એવામાં પુરા હોટેલ નો એક દિવસ નો ખર્ચ લગભગ 64.40 લાખ રૂપિયા છે. પ્રિયંકા એ પુરા 5 દિવસ માટે આ હોટેલ બુક કરી છે. એવામાં પ્રિયંકા-નિક ને હોટેલ માટે લગભગ 3.2 કરોડ રૂપિયા આપવાના રહેશે. 3.2 કરોડ માં સેરિમની સાથે જોડાયેલા અન્ય ખર્ચાઓ, ખાવા-પીવા નો ખર્ચ, મેહરાનગઢ કિલ્લા માં ત્રણ દિવસ થનારી સેરિમની નો ખર્ચો શામિલ નથી. કિલ્લા ના મેનેજમેન્ટ ઓફિસર એ DNA ને ત્યાંના બુકીંગ ખર્ચ વિશે જણાવ્યું. મેહરાનગઢ કિલ્લા માં થનારી સેરેમની માટે 10 લાખ રૂપિયા સેટઅપ માં ખર્ચ થશે. કેટરિંગ નો ચાર્જ 18,000 રૂપિયા દરેક વ્યક્તિ દીઠ આપવાનો રહેશે. પ્રિયંકા ને કિલ્લા માં 3 દિવસ ના સમારોહ માટે 30 લાખ અને કેટરિંગ માટે 43 લાખ રૂપિયા આપવાના રહેશે.એવામાં પ્રિયંકા ના લગ્ન ના પ્રિ-વેડિંગ સમારોહ નો કુલ ખર્ચ 73 લાખ હશે. વેન્યુ નિ કિંમત અને પ્રિ-વેડિંગ રિવાજો ને મિલાવીને પીસી-નિક ને લગભગ 3.93 કરોડ આપવાના રહેશે. જણાવી દઈએ કે પ્રિયંકા-નિક લગ્ન ના રિવાજો ની શરૂઆત એક નાની પૂજા થી કરશે. બાકી ના ફંક્શન તેના પછી થી શરૂ થાશે. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here