આ છે ભારતીય સેનાની સૌથી ખતરનાક કમાન્ડો ફોર્સીસ, પાકિસ્તાન તો શું મોટા-મોટા દેશોને પણ ઘૂંટણિયે લાવી દે!!!

0

ભારતીય સેનાને પોતાની વીરતા અને બહાદુરી માટે આખા વિશ્વમાં ઓળખવામાં આવે છે. વર્ષ 2016માં ભારતીય કમાન્ડોએ પોતાની વીરતાનો પરચમ લહેરાવીને પીઓકેને પાર કરીને સર્જીકલ સ્ટ્રાઇક કરી, જે ઓપરેશનમાં આતંકીઓના ઘણા કેમ્પને ધવસ્ત કર્યા હતા. આ ઓપરેશનને સેનાના સ્પેશલ કામનો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. આવા ખતરનાક કમાન્ડોની ભારતીય સેનામાં ઘણી ટુકડીઓ છે. પાકિસ્તાન આજે ભારતને આંખ બતાવી રહ્યું છે કે જો ભારત યુદ્ધ કરશે તો અમે પણ પાછળ નહિ હટીશું. પરંતુ તમે જ જણાવો કે આ ભારતીય ફોર્સ આગળ પાકિસ્તાન ટકી શકશે?

તો ચાલો વાત કરીએ આ ખાસ કમાન્ડોની ફોર્સ વિશે –

માર્કોસ મરિન કમાન્ડો: 
માર્કોસ મરિન કમાન્ડોઝ સૌથી વધુ ટ્રેન્ડી અને આધુનિક માનવામાં આવે છે. માર્કોસને વિશ્વની શ્રેષ્ઠ અમેરિકન નૌકાદળની સીલના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. માર્કોસ કમાન્ડો બનવું સરળ નથી. આ માટે, કડક પરીક્ષણમાંથી પસાર થવું પડે અને પછી કમાન્ડો પસંદ કરવામાં આવે છે. તેમને અમેરિકન અને બ્રિટીશ સીલ સાથે અઢી વર્ષની સખત તાલીમ આપવામાં આવે છે. દેશના આ કમાન્ડો જમીન, સમુદ્ર અને હવામાં લડવા માટે સક્ષમ છે. માર્કોસ કમાન્ડો ભારતીય નૌસેનાનો ભાગ છે.

NSG/બ્લેક કેટ કમાન્ડો:
NSG કે બ્લેક કેટ કમાન્ડો દેશની સૌથી જાણીતી સ્પેશિયલ કમાન્ડો ફોર્સમાંના એક છે. આ ફોર્સ તેમનું કામ કરવામાં બિલકુલ અચકાતા નથી. પછી ભલે એ દુશ્મનને શોધવાનું હોય કે દેશમાં ઘુસેલા આતંકીઓને મારવાનું હોય. વર્ષ 1984માં આ ફોર્સનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ફોર્સ ‘સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા’ ના ઉદ્દેશ પર કામ કરે છે. 26/11ના મુંબઈ હુમલામાં વગર કોઈ મુશ્કેલીએ સફળતાપૂર્વક આતંકીઓ સાથે લાદવામાં આ કમાન્ડોનો ખૂબ જ મહત્વનો ભાગ હતો. ‘ઓપરેશન બ્લુસ્ટાર’ જેવા મોટા મિશનને પણ આ ફિરસે ખૂબ જ સમજદારી સાથે પાર પડ્યું હતું.

એલિટ પેરાકમાન્ડોઝ:
ભારતીય સેનાના આ યુનિટમાં 1000 ખાસ કમાન્ડો છે. પેરાશૂટ રેજિમેન્ટનો આ ખાસ દળ ભારતના પાક વચ્ચે 1965ના યુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. એલિટ પેરાકમાન્ડોઝના કમાન્ડો ઇઝરાયેલી ટીઅર એસોલ્ટ રાઇફલથી સજ્જ હોય છે.

ગરુડ કમાન્ડો ફોર્સ:
ભારતીય હવાઇ દળએ 2004માં આ પોતાના એરબેઝની સુરક્ષા માટે આ ફોર્સની સ્થાપના કરી હતી. પરંતુ ગરુડને યુદ્ધ દરમિયાન દુશ્મનની સરહદ પાછળથી કામ કરવા માટે ટ્રેઈન કરવામાં આવ્યા છે. આર્મી દળોથી અલગ, આ કમાન્ડોઝ બ્લેક કેપ પહેરે છે. જો કે, અત્યાર સુધીમાં તેઓએ કોઈ ભારે લડાઈ નથી લડી અને તેમને મુખ્યત્વે માઓવાદી વિરુદ્ધ અભિયાનમાં સામેલ કરવામાં આવે છે.

સ્પેશલ પ્રોટેક્શન ગ્રુપ (SPG):
પોતાના ટ્રેડમાર્ક સફારી સૂટમાં દેખાતી SPGને દેશના પ્રધાનમંત્રીની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. વર્ષ 1985માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા પછી તે બનાવવામાં આવી હતી. હવે તેના કમાન્ડો ફોર્સ પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારોને રક્ષણ આપે છે.

પેરા કમાન્ડોઝ:
સૈન્યના માત્ર એ જ સૈનિકોને આ વિશેષ દળનો ભાગ બનવાની તક મળે છે, જે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત હોવાની સાથે જ ખૂબ જ સમજદાર અને પ્રેરિત હોય છે. આ કમાન્ડોની ટ્રેનિંગની શરૂઆત શરીર પર 65 કિલો વજન અને કેટલાય કિલોમીટર દોડથી થાય છે. પેરા કમાન્ડોઝના માથે સ્પેશલ ઓપરેશન, બંધક સમસ્યા, આતંકવાદ વિરોધી કામગીરી અને દુશ્મનને ખતમ કરવાનું કામ આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here