પોતાના જન્મદિવસ પર ઐશ્વર્યા રાયના હાથે 1000 બાળકોને આપેલી આ ખાસ ભેંટ, શું છે આ અનમોલ ભેંટ?

0

મહાનતા કે જે એક એવો ગુણ છે જે ધન-દૌલત કે પદથી પ્રાપ્ત નથી થતું, પણ તે પોતાના વ્વહાર થી ઉભરાઈ આવતું હોય છે. મોટા થઈને વ્યવહારની શાલીનતા જ મહાનતા છે અને માનવસેવા જ મનુષ્યની સુંદરતા છે. ગ્લેમરની દુનિયામાં ચમકતા સિતારાઓમાં ઐશ્વર્યા રાઈ એક સૌથી ચમકતો અને ઝળહળતો સિતારો છે. ખુબજ સુંદર અદાકારા પોતાના સામાજિક જીવનમાં પણ એટલીજ આકર્ષિત અને મહત્વપૂર્ણ કાર્ય કરતી જોવા મળે છે જે મીડિયા અને પ્રચાર માધ્યમોથી ખુબ દુર રહે છે. જેને લીધે તોના અમુક પ્રશન્શકો અજાણ રહી જાય છે.

1 નવેમ્બર ના દિવસે પોતાના 44 માં જન્મદિવસ પર ઐશ્વર્યા રાઈ બચ્ચને આગળના એક વર્ષ માટે હર રોજ 1000 જેટલા બાળકોને ભોજન પૂરું પાડવાનો સંકલ્પ કર્યો છે. ઇન્ટરનેશનલ સોસાઈટી ફોર કૃષ્ણા કોન્સીયશનેસ( ISKCON)ને અધિકારીક રૂપથી સોમવારના દિવસે તેની પુષ્ટી કરી હતી. અન્નામૃત ફાઉન્ડેશનના સૌજન્યથી ચલાવવામાં આવતી મધ્યાન ભોજન કાર્યક્રમ દ્વારા આ કાર્ય સંપાદિત કરવામાં આવશે.    

તમને જણાવી દઈએ કે 2004 થી એક રૂમથી 900 જેટલા બાળકો માટે ભોજન તૈયાર કરનારી  ISKCON ની અન્નામૃત ફાઉન્ડેશન આજની તારીખમાં પ્રતિદિન 7 રાજ્યોમાં 1.20 લાખ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરે છે. વર્તમાનમાં તેના 20 ઉચ્ચ તકનીક યુક્ત ISO પ્રમાણિત રસોઈ ઘર છે. ISKCON પ્રમુખ રાધાનાથ સ્વામી બપોરના ભોજનના કાર્યકર્મની શરૂઆત વિશે જણાવતા કહ્યું હતું કે એક વાર તેમના ગુરુ ભક્તિવેદાંતા શ્રી પ્રભુપાદે એક બાળક અને કુતરાને કચરાપેટીમાં ફેંકેલા ભોજન માટે લડાઈ કરતા જોયા હતા. આ ઘટનાથી તેમનું લોહી ઉકળી ઉઠ્યું હતું. તેમણે પોતાના દરેક અનુયાઈઓને નિર્દેશ કર્યું કે ISKCON મંદિરની પાસે 10 કિલોમીટર સુધીના ડાયરામાં કોઈ પણ બાળક ભૂખ્યું ન રહેવું જોઈએ. ત્યારથી, મંદિરમાં શ્રી કૃષ્ણના પ્રસાદ રુપે ‘ખીચડી’ ની વહેંચણી કરવામાં આવે છે અને મંદીરની આસપાસના વંચિતો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

આગળના 13 વર્ષોથી અન્નામૃત ફાઉન્ડેશન દ્વારા લાખો વંચિતો માટે ભોજન ઉપલબ્ધ કરવામાં આવે છે. અન્નામૃત યોજનાનું લક્ષ્ય આ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ બાળકની શિક્ષા સંપૂર્ણ સ્વાસ્થ્યના અભાવમાં અવરુદ્ધ ન હોવી જોઈએ. રીપોર્ટના આધારે જે સ્કુલોમાં અન્નામૃત ભોજન આપવામાં આવે છે ત્યાં બાળકોની ઉપસ્થિતિ અને પ્રદર્શનમાં ખુબ બદલાવ જોવા મળ્યો છે.

ઐશ્વર્યા રાઈ બચ્ચનના આ પ્રયત્નથી ફાઉન્ડેશનને વધારે મજબૂતી મળશે અને ઘણા બાળકોને તેમાં લાભ પણ મળશે. ઐશ્વર્યા આવા ઘણા સમાજિક કાર્યોમાં ભાગ લેતો જોવા મળે છે અને ઘણા વંચિતોના કલ્યાણાર્થ કાર્યક્રમો ચલાવે છે. જે નેત્રદાન, પલ્સ પોલીયો અભિયાન અને  માઈક્રોસોફ્ટના ગરીબી અન્મુલન કાર્યક્રમ જેવા જનહિત કાર્યક્રમોમાં પણ બ્રેન્ડ એમ્બેસ્દાર રહી છે. 2004 માં તેમને સુનામી પીડિતો માટે પણ ઘણા એવા ક્રર્યો કર્યા હતા. 2008 માં તેમને બચ્ચન પરિવાર તરફથી ઉતર પ્રદેશમાં વંચિત લોકો માટે સ્કુલ પણ રાખી હતી. ઐશ અને બચ્ચન પરિવાર હંમેશા સમય-સમય પર આવા લોકોના હિત માટેના કાર્યો કરતા રહે છે.

શાનદાર વ્યક્તિની ધની ઐશનું નામ પણ ખુબ વિશાળ છે. તેના દ્વારા કરવામાં આવેલા વિભિન્ન કાર્યોથી લાખો વંચિત અને સમાજની મુખ્યધારાથી પછડાયેલા લોકોને લાભ થઈ રહ્યો છે. સાચી માનવતા ત્યારેજ છે જ્યારે આપળે પોતાની સફળતાના શિખરો પર હોઈએ ત્યારે આપળે સુવિધાહીન લોકો માટે કઈક કરી શકીએ. ઐશના હર સમયના આવા આ કામ તેના પ્રતિ સન્માન અને શ્રદ્ધાને જગાડે છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!