15 જ દિવસમાં સાથળ અને પેટ ની ચરબી થશે દૂર, બસ આ રીતે કરો યોગ, વાંચો માહિતી

0

યોગને વજન ઘટાડવા માટેનો સૌથી અસરકારક અને સરળ માર્ગ માનવામાં આવે છે. યોગ વિશેની શ્રેષ્ઠ વાત એ છે કે કોઈપણ વયના લોકો તે કરી શકે છે. કોઈપણ વયના લોકો માટે યોગ ખૂબ ફાયદાકારક છે. જો કે, સગર્ભા સ્ત્રીઓને કેટલીક ખાસ સાવચેતીઓ રાખીને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આપ સૌ એ વાતને જાણો છો કે ટેન્શન ના કારણે ઘણા પ્રકારના રોગો જન્મે છે. પરંતુ તે યોગ દ્વારા ઉકેલી શકાય છે.
યોગ વજન ઘટાડવા અને ફીટ રહેવા માટે ખૂબ અસરકારક છે, અને તે ટેન્શનને દૂર કરે છે ને વ્યક્તિમાં નવા જ આત્મવિશ્વાસનો સંચાર કરે છે. નીચે કેટલાક યોગના આસનોનો ઉલ્લેખ છે જે વજન ઘટાડવા તમને મદદ કરે છે.
ચક્રાસન : બધા જ યોગનાઆસનમાં આ આસન એક મહત્વપૂર્ણ આસન છે, જેના દ્વારા તમે તમારા પેટમાં સુધારો લાવી શકો છો અને પેટ સંબંધિત સમસ્યાઓમાં આ આસન તમને સંપૂર્ણપણે સ્વચ્છ રાખી શકે છે. આ આસન કરવા માટે સૌ પ્રથણ તમે જમીન પર સૂઈ જાવ ને પછી બે પગ અને બે હાથને જનીન તરફ ઢાળીને હાથ અને પગ પર જ આખા શરીરનું વજન આપીને ધીરે ધીરે શ્વાસ લઈને ઊંચા થાવ . આ આસન 30 સેકન્ડ થી 01 મિનિટ સુધી રાખો. પછી ધીમે ધીમે શરીર ને જમીન પર લાવો. આ આસનનું પાંચ વખત પુનરાવર્તન કરો.
ભુજાંગઆસન: આ આસનમાં શરીરના સાપની ફેણ માંડીને બેઠો છે એવા આકારમાં કરવાનું છે. એટ્લે જ આ આસનને ભુજંગ અથવા તો સર્પાસન પણ કહેવામાં આવે છે. આ આસનથી પેટની ચરબી ઘટે છે અને કરોડરજ્જુ મજબૂત બને છે. જો તમે અસ્થમાના દર્દી છો કે પછી ફેફસાંથી સંબંધિત કોઈ અન્ય બીમારી હોય, તો પછીતમારે આ આસન ફરજયાત કરવું જોઈએ.

આ આસનથી શરીરને શક્તિ મળે છે. મગજમાંથી ઉદ્ભવતા જ્ઞાનતંતુ મજબૂત બને છે પીઠના હાડકા મજબૂત બને છે. અને કબજિયાત દૂર થાય છે.આ આસન કરતી વખતે ધ્યાન રાખો કે વધારે પ્રમાણમાં પાછળ વળવાનું નથી. જમીન પર પગની આંગળીઓ સપાટ રાખીને તથા કપાળ જમીન પર અડે તેમ પેટ પર સૂઈ જાવ. તમારા બંને પગ ના પંજા તથા એડીને ધીમેથી એકબીજા ને સ્પર્શે એમ રાખો. તમારી હથેળી અને ખભા નીચે જમીન પર ઉલ્ટા રાખો. તમારી કોણી એકદમ સમાંતર અને શરીરના ઉપર ના ભાગ ની એકદમ નજીક રાખો. હવે ઊંડો શ્વાસ લેતા જાવ અને ધીરેથી માથુના ભાગને ,છાતી ને ઉપર લાવો. નાભિને જમીન પર જ રાખો. તમારા શરીરનો ઉપરનો ભાગ તમારા હાથની મદદ વડે પાછળની તરફ ખેંચો..
ધનુરાસન: આ આસન કરવાથી શરીરનો આકાર ધનુષ જેવો બને છે, તેથી તેને ધનુરાશન કહેવામાં આવે છે. આ આસન કરોડરજ્જુ ને મજબૂત બનાવે છે. પેટની ચરબી ઓછી કરે છે. હૃદયને મજબૂત બનાવે છે. ગળાના રોગોમાં રાહત મળે છે. કબજિયાત દૂર થાય છે. શ્વાસ લેવાની ઝડપી બને છે. આ આસન કરવા માટે સૌ પ્રથણ જમીન પર ઉંધા સૂઈ જવાનું છે. હવે, તમારા બે હાથને બગલથી થોડા ઉપર ખેંચો અને એ સાથે જ આખા શરીરને એકદમ ઢીલું મૂકી દો. હવે પગની એદીથી પંજાને ભેગા કરી ને રાખો. પગને અને હાથને ધીરે ધીરે ખેંચીને માથા તરફ ઢાળો. હવે હાથની મદદથી પગના પંજાને પકડી રાખો. આ જ સ્થિતિમાં 5 સેકન્ડ સુધી રહો.
પશ્ચિમોત્તાનાસન : આ કરવા માટે તમે સૌ પ્રથણ તો સીધા સૂઈ જાઓ. હાથને માથાની તરફ લંબાવવા. બંને પગને ભેગા રાખીને લાંબા કરો. હવે શરીરને થોડું આગળ તરફ વાળી બન્ને હાથને પગ ના પંજાની બાજુ લઈ જવાના છે. પગના પંજાને પકડી માથાના ભાગને આગળ નમાવો અને માથું નીચું કરો. આ આસન નો સમય ૧૫ સેકન્ડથી શરૂ કરી ધીરે ધીરે વધારી શકો છો. આ આસન કરવાથી શ્વાસોચ્છવાસની ક્રિયામાં વધારો થશે. આ આસનથી શરીરના સ્નાયુઓ, માસંપેશીઓ વધારે મજબૂત બનશે. તેમજ ચાલવામાં પણ તાકાત મળશે.પેટની ચરબી એકદમ ઘટે છે. આ આસનથી હાઇટ પણ વધે છે.
ચક્કી ચલનાસન: યોગમાં આ આસન પેટની ચરબી દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. તે વજન ઘરડવા માટે પણ ફાયદાકારક છે. પ્રથમ તમે જમીન પર આરામથી બેસો. આ દરમ્યાન તમારા પગ આગળથી બાજુ ખેંચે છે. ધ્યાનમાં રાખો, બંને પગ ટટ્ટાર હોવા જોઈએ. હવે તમારા બંને હાથ ભેગા કરો અને ઘૂંટણથી ગોળાકાર દિશા (વર્તુળ) માં ફેરવ્યા કરો. આ સ્થિતિને ઘડિયાળની દિશામાં દસ વાર દિશામાં ફેરવો અને પછી આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવા માટે થોડો સમય રાહ જુઓ. પછી ધીમે ધીમે હાથ છોડી દો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here