5 TV ના કિરદારો જેમણે પોતાના ઓનસ્ક્રીન માતા-પિતા, વહુ-જમાઈ સાથે જ આદર્યું હતું પ્રેમ પ્રકરણ….

0

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, તે નાત-જાત,રૂપ-રંગ કે ઉંમર નથી જોતો. તમે ઘણી એવી જોડીઓ જોઈ હશે જેમાં ઉંમર નો ઘણો એવો અંતર હોય છે.બૉલીવુડ અને ટીવી જગત માં પણ ઘણી એવી જોડીઓ છે જેઓની ઉંમરમાં ઘણું અંતર છે એવામાં હાલના સમયમાં ચર્ચામાં આવતા અર્જુન કપૂર અને મલાઈકા ની જોડી ને જ જોઈ લો.
એવામાં આજે અમે તમને ટીવી જગત ની એવી જ અમુક જોડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓએ ઓનસ્ક્રીન પોતાના માતા કે પિતા ના સ્વરૂપે કામ કર્યું છે પણ અસલ જીવનમાં તેઓ જ એકબીજાના પ્રેમમાં પડી ગયા.
1. હર્ષદ અરોરા અને અપર્ણા કપૂર:જણાવી દઈએ કે સિરિયલ ‘માયાવી મલંગ’ ની ઓન સ્ક્રીન માં-દીકરા ની જોડી એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહયા છે. તેઓ શૂટિંગ ના સેટ પર એકસાથે જ આવે છે અને ઘરે પણ એક સાથે જ જાય છે. મોટાભાગે તેઓ એકબીજા સાથે જ સમય વિતાવે છે. જો કે બંને ને પોતાના રિલેશન ને કબુલ્યો નથી અને અપર્ણા નુંકહેવું છે કે તેઓ માત્ર સારા મિત્રો જ છે તેનાથી વધારે કઈ નથી.
2. અંકિત ગેરા અને મોનિકા સિંહ:અભિનેતા અંકિત ગેરા જે પ્રતિજ્ઞા અને સપને સુહાને લડકપન જેવા ટીવી શો થી ફેમસ થઈને તે લાંબા સમયથી અભિનેત્રી મોનીકા સિંહ ને ડેટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મોનિકા એ શો ‘મન કી અવાઝ’, ‘પ્રતિજ્ઞા’ માં અંકિત ગેરા ના માતા ની ભૂમિકા નિભાવી હતી.
3. રામ કપૂર અને ઇવા ગ્રોવર:આપણે બધા જાણીએ છીએ કે ઇવા ગ્રોવર એ ફેમસ શો ‘બડે અચ્છે લાગતે હૈં’ માં અભિનેતા રામ કપૂર ની ઓન સ્ક્રીન સાવકી માં નો કિરદાર નિભાવ્યો હતો, પણ એક સમયે તેઓના અફેર ની ચર્ચા પુરી ઇન્ડસ્ટ્રીમાં હતી.
4.સિદ્ધાર્થ શુક્લા અને સ્મિતા બંસલ:એક સમયે સિદ્ધાર્થ શુક્લા અને સ્મિતા એકબીજાને ડેટ કરી રહયા હતા. તમને જણાવી દઈએ કે સ્મિતા એ ‘બાલિકા વધુ’ માં સિદ્ધાર્થ શુક્લા ની ઓન સ્ક્રીન સાસુ નો કિરદાર નિભાવ્યો હતો.
5. આલોક નાથ અને નીના ગુપ્તા:આલોક નાથ ના રોમેન્ટિક ઇમેજ ની કલ્પના કરવી થોડી મુશ્કિલ છે, પણ એક સમય હતો જયારે તે યુવાન હતા અને અભિનેત્રી નીના ગુપ્તા અને આલોક નાથ ના અફેર ની દરેક કોઈને જાણ હતી. દિલચસ્પ વાત એ છે કે નીના ગુપ્તા એ દૂરદર્શન ના એક શો બુનિયાદ માં આલોકનાથ ની ઓન સ્ક્રીન વહુ નો કિરદાર નિભાવ્યો હતો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here