છોકરાને વિવાહિત નર્સ સાથે થયો પ્રેમ, પછી નર્સે આપ્યો તેને એવો દગો કે ક્યારેય શાંતિ થી સુઈ પણ નહીં શકે..

0

એક નર્સીંગની ટ્રેનિંગ લઇ રહેલી મહિલા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી કે તેનું મંગલસૂત્ર લૂંટી લેવામાં આવ્યું છે. પોલીસે જયારે મામલાની જાંચ કરી તો મામલો પ્રેમ અને ધોખાગીરી નો નીકળ્યો.
છત્તીસગઢ ના ધમતરી ના ટીકરાપારા માં રહેનારી ભાવિકા ધ્રુવ(22 વર્ષ) એ સીટી કોતવાલી માં મંગલસૂત્ર લૂંટી લેવાની ફરિયાદ નોંધાવી હતી. આરોપ ના આધારે તે રોજની જેમ ડૉ.માર્ટિન નર્સીંગ હોમ માં ટ્રેનિંગ લેવા માટે જઈ રહી હતી, ત્યારે રોડ ની બાજુમાં ઉભેલા યુવક એ કઈક પૂછવાના બહાને તેને બોલાની અને નજીક આવતા જ તેનું મંગલસૂત્ર ખેંચીને બાઈક થી ફરાર થઇ ગયો. બે તોલા નું મંગલસૂત્ર છ વર્ષ પહેલા 18,000 રૂપિયામાં ખરીદ્યુ હતું, હવે તેની કિંમત 60 હજાર હશે. મહિલાનું કહેવું હતું કે તે હોસ્પિટલ ના તરફ ભાગી ગયો તે જોર જોર થી બૂમ પાડવા લાગી પણ કોઈ મદદ માટે સામે ન આવ્યું.

ઘટના પછી મહિલા દ્વારા કહેવામાં આવેલા મંતવ્ય ના આધારે પોલીસ એ શોધ શરૂ કરી. મહિલાએ જણાવ્યું હતું કે આરોપી બ્લુ રંગ ની બાઈક થી ભાગ્યો હતો, તેના ભૂરા વાળ હતા અને તેણે બ્લુ રંગ ની શર્ટ પહેરી રાખી હતી. ઘટનાના દિવસે જ સાંજે પોલીસ ઘટનાસ્થળ ની આસપાસ સિવિલ ડ્રેસ માં હાજર રહી હતી, ત્યારે જ એક યુવક ત્યાં પહોંચ્યો. તે ઘણા સમય સુધી ત્યાં જ ઉભો રહીને આજુ બાજુ જોઈ રહ્યો હતો, તેનો દેખાવ પણ મહિલા દ્વારા કહેવામાં આવેલા આરોપી ને મળતો આવતો હતો. પોલીસે તેને તરત પકડી લીધો અને ખુબ સહજતાથી તેણે જવાબો આપ્યા જ્યા એક અન્ય નવી કહાની સામે આવી.

આરોપી ભોજરાજ એટલે કે ભોજુ(25 વર્ષ), ભાવિકા નો બીજો પતિ નીકળ્યો. તેણે કહ્યું કે બંને ને એકબીજા સાથે પ્રેમ થઇ ગયા પછી આર્ય સમાજમાં લગ્ન કરી લીધા. લગ્ન ના બીજા દિવસથી જ બંને વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો અને ભાવિકા એ ભોજરાજ ને ફસાવવામાં મંગલસૂત્ર ચોરી લેવાની માયાજાળ રચી હતી. ભોજરાજ ના આધારે ભાવિકા એ તેને મળવા માટે બોલાવ્યો હતો અને લૂંટ માં ફસાવી દીધો. મુલાકાત ના દરમિયાન પણ વિવાદ થયો જેના પછી ભાવિકા નર્સીંગ હોમ ચાલી ગઈ. ત્યરે જ ભોજરાજ ની નજર ત્યાં પડેલા મંગલસૂત્ર પર પડી જે વિવાદ દરમિયાન તૂટી ને નીચે પડી ગયું હતું. તે તેને આપવા માટે નર્સીંગ હોમ પહોંચ્યો, પણ તેણે મંગલસૂત્ર લેવાની ના પાડી દીધી. જેના પછી ભોજરાજ મંગલસૂત્ર સાથે લઈને પેન્ડરવાની ગામ પોતાની ફઈ ના ઘરે ચાલ્યો ગયો. ભોજરાજ નો આરોપ છે કે સાંજે ભાવિકા એ તેને ફોન કરીને કહ્યું,”મેં તને ફસાવી દીધો છે,હવે તું જેલ જઈશ. બીક ને લીધે ભોજરાજ પાછો તે જ જગ્યા પર પહોંચ્યો જ્યાં બંને મળ્યા હતા, ત્યારે જ પોલીસે તેને પકડી લીધો.

પોલીસ ની જાંચ માં જાણ થઇ કે ભાવિકા ધ્રુવ ને પોતાના પહેલા પતિ સંતોષ ધ્રુવ સાથે પણ વિવાદ છે. તેનું સાસરું ટીકરાપારા માં જ છે, પણ તે તે જ વિસ્તાર માં પોતાની માસી ના ઘરે રહે છે. ભોજરાજ એ પૂછતાંછ માં કહ્યું કે શહેર થી દૂર નર્સીંગ હોમ માં કામ કરવાના દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઇ હતી. બંને એ આગળના વર્ષ 14 એપ્રિલ ના રોજ રાયપુર ના આર્યસમાજમાં મંદિર માં લગ્ન કરી લીધા, જેના પછીના દિવસથી વિવાદ શરૂ થઇ ગયા. મહિલા એ પોતાના પૂર્વ પતિ થી છૂટાછેડા પણ લીધા ન હતા. બંને પતિઓ સાથે વિવાદ નું કારણ શું છે તે હજી સુધી જાણ થઈ શકી નથી.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here