નીતા અંબાણીની સાસુની ખુબ નજીક છે ઐશની દીકરી, આ કારણથી મળ્યું હતું ખાસ ઇન્વિટેશન, જુઓ ફોટોસ..

0

આગળના ઘણા દિવસોથી દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશની સગાઈની તસ્વીરોએ દરેકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રાખ્યું છે. આકાશ અને શ્લોકાની એન્ગેજમેન્ટ પાર્ટીમાં જો કે ફિલ્મ જગતની ઘણી એવી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી પણ આ દૌરાન જેના પર દરેકની નજર ટકી હતી તે બચ્ચન પરિવારની સ્ટાર કીડ આરાધ્યા બચ્ચન છે. જાણકારી અનુસાર નીતા અંબાણીએ આરાધ્યાને ખાસ ઈન્વીટેશ આપ્યું હતું.
સગાઈમાં આરાધ્યા પિંક ડ્રેસ અને ફલોરલ ટીયારા માં ખુબ જ ક્યુટ લાગી રહી હતી. મિડીયા રીપોર્ટસની જાણકારી અનુસાર નીતા અંબાણીએ ઐશને આરાધ્યાને આ પાર્ટીમાં જરૂરથી લાવવા માટેની રીક્વેસ્ટ કરી હતી. કેમ કે પાર્ટીમાં નાના બાળકોનો એક બૈલેટ ડાંસ પરફોર્મન્સ પણ થવાનો હતો અને નીતા અંબાણી ઈચ્છતા હતા કે આરાધ્યા આ ડાંસને એન્જોય કરે. આ પરફોર્મન્સની એક ફોટો હાલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે. જેમાં આરાધ્યા અન્ય બાળકોની વચ્ચે ઉભેલી દેખાઈ રહી છે. સૂત્ર અનુસાર કોકીલાબેન પણ આરાધ્યાને ખુબ જ પસંદ કરે છે. તે જ્યારે પણ આરાધ્યાને મળે છે ત્યારે તેને ટ્રોફી અને કેન્ડીઝ આપ્યા કરે છે. 

જણાવી દઈએ કે આકાશ અંબાણીના લગ્ન હીરા કારોબારી રસૈલ મેહતાની નાની દીકરી શ્લોકા મેહતા સાથે થવા જઈ રહ્યા છે. જો કે આ લગ્નનો ભવ્ય સમારોહ ડીસેમ્બર મહિનામાં યોજવામાં આવશે. તેના પ્રીએન્ગેજમેન્ટના દૌરાન ગોવામાં મોજુદ પૂરી ફૈમિલીની ફોટોસ સામે આવ્યા બાદ આકાશ અને શ્લોકા નાં લગ્નની જાણ થઇ હતી. 

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.