નિરમા વોશિંગ પાવડર ના પેકેટ પર આ સફેદ ફ્રોક વાળી બાળકી યાદ છે?? એના વિશે જાણીને તમારી પણ આંખો માં આવી જશે આંસુ..

1

90 ના દશકના દરેક બાળકો ને ટીવી પર જોયેલા દરેક કાર્ટૂન યાદ હશે. તેની સાથે તમને નિરમા ની તે જાહેરાત પણ યાદ હશે જેમાં એક ગીત હતું ‘વોશિંગ પાઉડર નિરમા” જે આજે પણ દરેકને યાદ છે. પણ શું તમે જાણો છો નિરમા ના પૈકેટ પર જે છોકરી નું ચિત્ર બનેલું હોય છે તે કોણ છે? આજે અમે તમને આ જ નિરમા ગર્લ ની કહાની જણાવીશું. નિરમા વોશિંગ પાઉડર ની શરૂઆત 1969 માં ગુજરાત ના કરસન ભાઈ એ કરી હતી. નિરમા ના પૈકેટ પર જે છોકરી નજરમાં આવે છે તે બીજું કોઈ નહિ પણ ખુદ કરસનભાઈ ની દીકરી ‘નિરુપમા છે’. કરસનભાઈ પ્રેમ થી પોતાની દીકરી ને નિરમા કહેતા હતા. કરસનભાઈ એક ક્ષણ પણ પોતાની દિરકી ને પોતાની આંખો થી દૂર કરતા ન હતા. પણ કદાચ ભગવાન ને કઈક બીજું જ મંજુર હતું.

નિરુપમા એક દિવસ ક્યાંય જઈ રહી હતી અને તેનું અકસ્માત થઇ ગયું, આ દુર્ઘટના માં નિરુપમા નું નિધન થઇ ગયું. કરસનભાઈ પોતાની દીકરીના મૃત્યુથી તૂટી ગયા. તે હમેંશા ઇચ્છતા હતા કે પોતાની દીકરી મોટી થઈને ખુબ નામ કમાવે અને પુરી દુનિયા તેને જાણે, પણ તેવું ના થઇ શક્યું. એવામાં કરસનભાઈ એ નિર્ણય લીધો કે તે પોતાની દીકરી ને હંમેશા માટે અમર કરી દેશે. તેમણે નિરમા વોશિંગ પાઉડર ની શરૂઆત કરી અને પેકેટ પર નિરમા ની જ તસ્વીર લગાવાનું શરૂ કર્યું.

ત્રણ વર્ષ એક અનોખા વોશિંગ પાઉડર નો ફોર્મ્યુલા કર્યો અને પાઉડર ની વહેંચણી શરૂ કરી. પણ આ વચ્ચે કરસનભાઈ એ પોતાની સરકાની નોકરી પણ છોડી દીધી. તે પોતાની સાઇકલ થી ઓફિસ જતા હતા અને રસ્તા માં લોકોના ઘરો માં નિરમા વૉશિંગ પાઉડર વહેંચતા હતા. જો કે તે સમયે બજારમાં સરફએક્સલ જેવા અન્ય પાઉડર પણ આવી ચુક્યા હતા. જેની કિંમત 15 રૂપિયા પ્રતિ કિલો હતી જ્યારે નિરમા ને કરસનભાઈ માત્ર સાળા 3 રૂપિયા પ્રતિ કિલો જ વહેંચતા હતા. આસપાસ ના સામાન્ય લોકોને નિરમા એક સારો વિકલ્પ લાગી રહ્યો હતો, એવામાં નિરમા ની વહેંચણી વધતી જ ગઈ.

નિરમા બનાવાથી લઈને વહેંચવા સુધીનું કામ કરસનભાઈ ખુદ પોતાની જાતે જ કરતા હતા. એવામાં તેને લાગ્યું કે આ સારો સમય છે નોકરી છોડવા માટે. ત્યાં સુધીમાં અંતે માત્ર ગુજરાત જ નહીં પણ પુરા ભારતમાં પોતાની ઓળખ બનાવી ચુક્યા હતા. કરસનભાઈ એ હવે નિરમા માટે મોટી ટિમ બનાવી જે આસપાસ ના દુકાનદારો ને પાઉડર વહેંચવાનું કામ કરતી હતી. એવામાં કરસનભાઈ એ લોકો પાસેથી ઉધારી મંગાવાનું શરૂ કરી દીધું હતું, પણ જયારે પણ કોઈ પૈસા લેવા માટે આવતા તો દુકાનદાર બાહાના બનાવી દેતા હતા, આ સિવાય પાઉડર ના બચેલા આપેકેટ પણ પાછા આપી દેતા હતા. એવામાં કરસનભાઈ એ ટિમ ને એક મિટિંગ માટે બોલાવ્યા અને દરેક ને એ કહ્યું કે બજારમાં જેટલા પણ પાઉડર નિરમા ના છે દરેક પાછા લઇ આવો. ટિમ ને એ લાગી રહ્યું હતું કે હવે કદાચ નિરમા બંધ થઇ જાશે. જયારે બીજી તરફ કરસનભાઈ એ ટીવી માં જાહેરત માટેનો નિર્ણય લીધો.

ટીવી પર જેવી જ નિરમા પાઉડર ની જાહેરાતો લોકોએ જોઈ તો તેની માંગ વધવા લાગી. દરેક નાની દુકાનો પરથી નિરમા ના ઓર્ડર મળવા લાગ્યા. એવામાં કરસનભાઈ નો આ ફોર્મ્યુલો હિટ થઇ ગયો અને સાથે જ તેની દીકરી નિરુપમા ને અમર કરી દેવાનું સપનું પણ પૂરું થઇ ગયું. આજે પણ નિરમા વોશિંગ પાઉડર સાંભળતા જ આપણા મગજમાં એક તસ્વીર આવી જાય છે, જે તસ્વીર જ કરસનભાઈ નું સપનું હતું.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here