મુંબઇ પબ ફાયરમાંથી લોકોને બચાવી લેનાર જાંબાજ સિંઘમને ઓળખો છો? તસ્વીરો થઇ વાઈરલ


મુંબઈના કમલા મિલ્સ કંપાઉંડમાં સ્થિત એક પબમાં ગુરુવારે(28 ડીસેમ્બંર)ના રોજ રાતે આગ લાગવાના કારણે 14 લોકોની મૌત થઇ ગઈ હતી અને 21 અન્ય લોકો ઘાયલ થઇ ગયા હતા.

રાહતકાર્યમાં જોડાયેલા સુદર્શન શિંદેની તસ્વીર.

મુંબઈ સ્થિત કમલા મિલ્સમાં લાગેલી ભીષણ આગે દેશને હચમચાવી નાખ્યું છે. આ હાદસામાં 14 જેટલા લોકોનો જીવ ગયો હતો, સાથે જ ઘણા લોકો ગંભીર હાલતમાં હતા. આ સમયે મિલ્સનાં સૌથી નજીક ઉપસ્થિત વર્લી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી સ્થાનીય ફાયર બ્રિગેડના પહેલા ત્યાં પહોંચીને રાહતકાર્યમાં લાગી ગયા હતા. તેમાંના એક પોલીસકર્મીની તસ્વીર મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહી છે. સુદર્શન શિંદે નામનો આ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચવા વાળો પહેલો વ્યક્તિ હતો. જેમણે તત્કાલ સ્ટ્રેચર વગર જ બધી જ લાશોને બહાર કાઢી હતી. એક પ્રત્યક્ષદર્શીન આધારે શિંદે દર વખતે 7-7 માળ સુધી પહોંચીને ત્રણ લાશો એક સાથે નીચે લઈને આવતો હતો.

ઘટના બાબત પર વાત કરતા ખુદ સુદર્શને જણાવ્યું કે-‘જ્યારે હું ઉપર પહોંચ્યો તો ત્યાં બધું જ બળી ગયું હતું. સ્થળ પર દારૂની બોટલો અને ગૈસ સીલીન્ડરના વિસ્ફોટના અવાજો આવી રહ્યા હતા. ત્યાં અમુક હુક્કા પણ રાખેલા હતા, જે આગને વધુ વધારી રહ્યા હતા. મેં એક મહિલાને જોઈ જે ખુબ ખાંસી રહી હતી. કદાચ ઘુટનને લીધે તેમણે બાદમાં દમ તોડી નાખ્યો હતો’. જણાવી દઈએ કે શિંદેની સાથે સાથે સુરજ ગીરી અને મહેશ સાબ્લે પોલીસકર્મીઓ પણ આ સમયે મદદ બતાવી હતી.

આ ઘટનાની બીએમસી આપદા પ્રબંધકને મોડી રાતે 12.૩૦ વાગે કમલા ટ્રેડ હાઉસમાં આગ લાગવાની ખબર મળી હતી.

આગ પુર જોશમાં આસ-પાસ ઉપસ્થિત એક અન્ય પબ અને રેસ્ટોરેન્ટમાં પણ ફેલાઈ ગઈ હતી. આગ ઉપર કાબુ પામવા માટે દમકલની 12 થી વધુ ગાડીઓ દુર્ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. સવારે લગભગ 6.30 વાગે આગને નિયંત્રણમાં લાવી શકાઈ હતી.

મોટાભાગના પીડિતોએ સ્થળ પર જ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. જ્યારે દમકલ કર્મચારી 10 અન્ય લોકોને આગની જ્પેટ માંથી બચાવામાં કામિયાબ રહ્યા હતા. ઘાયલોના ઈલાજ માટે કેઈએમ હોસ્પિટલ તથા અન્ય હોસ્પીટલોમાં પણ ભર્તી કરાવામાં આવ્યા હતા. જો કે મુંબઈ પોલીસે આગ લાગવાને લીધે પબના માલિક પર લાપરવાહી તથા અન્ય આરોપો સાથેનો મામલો દર્જ કરાવાયો છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
2
Love
LOL LOL
2
LOL
Omg Omg
2
Omg
Cry Cry
1
Cry
Cute Cute
1
Cute

મુંબઇ પબ ફાયરમાંથી લોકોને બચાવી લેનાર જાંબાજ સિંઘમને ઓળખો છો? તસ્વીરો થઇ વાઈરલ

log in

reset password

Back to
log in
error: