મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના પ્રિ-વેડિંગ જશ્નની નવી તસવીરો આવી સામે, શું તમે જોઈ?

0

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે 9 માર્ચના રોજ લગ્નના બંધનમાં બંધાશે. આ પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં સેન્ટ મોર્ટીઝ્મા બંનેનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન થયું હતું. જેમાં બોલીવૂડના મોટા કલાકારોએ પણ હાજરી આપી હતી.આ પ્રિ-વેડિંગની કેટલીક તસવીરો સામે આવી હતી. હવે બીજી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં આલિયા ભટ્ટથી લઈને ખુશી કપૂરનું ટશન જોઈ શકાય છે.આ પાર્ટીમાં અર્જુન કપૂરથી લઈને મલાઈકા અરોરા, રણબીર કપૂર, આમિર ખાન, શાહરુખ ખાન, ગૌરી ખાન, આલિયા ભટ્ટ, હરભજન સિંહ, યુવરાજ સિંહ, કારણ જોહર જેવા સિતારાઓ પણ હાજર રહયા હતા. આ સેલિબ્રેશનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં શાહરુખ ખાન પત્ની ગૌરી સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

આ સેલિબ્રેશન સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોર્ટીઝ્મા થયું હતું, ત્યાંના સૌથી મોંઘા હોટલ બૈડરટ પેલેસમાં પાર્ટીનું આયોજન હતું. અહીં કોલ્ડપ્લે અને ચેનસ્મોકર બેન્ડે પરફોર્મ કર્યું હતું.ત્યારે જ શાહરુખ અને ગૌરીએ ડાન્સ કર્યો હતો અને આકાશ અને શ્લોકા પણ સાથે હતા.જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ રવિવારે આકાશ અને શ્લોકાનાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં આલિયા ભટ્ટ સુંદર અંદાજમાં જોવા મળે છે જે રણબીર કપૂર સાથે આ ઇવેન્ટમાં સામેલ થવા ગઈ હતી.
આલિયા ભટ્ટ સિવાય જેકલીન ફર્નાન્ડિઝ પણ આ પ્રસંગે હાજર રહી હતી, ઓ સૌથી વધુ ધ્યાન ખુશી કપૂરે ખેંચ્યું હતું. આ સિવાય કરિશ્મા કપૂર પણ અનોખા અંદાજમાં આ પ્રસંગમાં હાજર રહી હતી.સ્વિટ્ઝર્લેન્ડનું સેલિબ્રેશન પતાવ્યા પછી હવે શ્લોકા અને આકાશના લગ્ન માટે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા પણ મહેલની જેમ સજી ગયું છે.આખું ઘર રાધા-કૃષ્ણ થીમ પર સજ્યું છે. આ લગ્નમાં બચ્ચનથી લઈને આમિર ખાન અને શાહરુખ ખાન પણ સામેલ થઇ શકે છે.

સ્વિટ્ઝર્લેન્ડમાં સેલિબ્રેશન પછી મુંબઈમાં હેરી પોટર થીમ પર પણ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાર્ટીમાં હેરી પોટરના હવામાં તરતી મીણબત્તીથી લઈને 9 3/4 પ્લેટફોર્મ, વગેરે જેવા એલીમેન્ટ્સ હતા. આ પાર્ટીમાં પ્રખ્યાત પંજાબી ગાયક ગુરુ રંધાવાએ પણ પરફોર્મ કર્યું હતું.

આકાશની જાન 9 માર્ચના રોજ બપોરે 3.30 વાગે નીકળશે અને સાંજે 7 વાગે જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્નની વિધિઓ થશે. 10 માર્ચે લગ્નનું જશ્ન થશે અને 11 માર્ચે રિસેપશન થશે.

 

View this post on Instagram

 

Insane Party Scenes at Akash & Shloka’s Harry Potter Theme Party! 🌈

A post shared by Akash Ambani Weds Shloka Mehta (@akashwedsshloka) on

લગ્નમાં દેશ-વિદેશથી હસ્તીઓ હાજરી આપશે. ત્યારે 7 માર્ચના રોજ મહેંદીનો સમારોહ પણ થશે.

Disha Patani:


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here