મોટાભાગે જે જાનવરોને જોઇને લોકો બદલી નાખતા હોય છે પોતાનો રસ્તો, તેઓને આ લોકોએ બનાવ્યા છે પાલતું….

0

આ છે અમુક અજીબો-ગરીબ જાનવર.

ઇન્સાન અને જાનવરની દોસ્તી આજથી નહિ પણ બહુ પહેલાની છે. ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક તેનો જીવ બચાવવા માટે ઊંડી ખાઈને પણ પાર કરી ગયો હતો. જ્યારે ડોગ્સ અને ઇન્સાનના કિસ્સા તો લાંબા સમયથી ફેમસ છે જ. ડોગ્સ તો મનુષ્યોના સૌથી વફાદાર માનવામાં આવે છે.સાથે જ ઘણા એવા કિસ્સાઓ પણ સાંભળવા મળતા હોય છે કે પાલતું જાનવરોએ પોતાના માલિક માટે ખુદનો જીવ જોખમમાં મૂકી દીધો. પછી વાત ઘોડાની હોય કે પછી કોઈ ડોગ્સની., બિલ્લી હોય કે પછી ખરગોશ.

પણ આજે અમે તમારા માટે કઈક અલગજ લઈને આવ્યા છીએ.અમે વાત કરશું અમુક એવા લોકોની જેઓએ અમુક એવા જાનવરોને પાળેલા છે જેને જોઇને મોટાભાગે લોકો પોતાનો રસ્તો બદલી નાખતા હોય છે.

1. Theodore Roosevelt का Badger:આ અજીબ જાનવર અમેરિકાના 26 માં રાષ્ટ્રપતી Theodore Roosevelt ને એક યુવતી એ અમેરિકાની ટુર દૌરાન ગીફ્ટ કર્યું હતું. તેણે તેને પોતાના દીકરાને ગીફ્ટ કરતા કહ્યું કે, ”તે માત્ર લોકોના પગ પર જ કાટે છે, ચેહરા પર નહી”. શું તમે આવા જાનવરને તમારા ઘરમાં ઈમેજીન પણ કરવા માગો છો?

2. Calvin Coolidge’s का hippo:અમેરિકાના 30 માં રાષ્ટ્રપતી Calvin ને આ 270 કિલો નો હિપ્પો મીલેનીયર  Harvey Firestone એ ગીફ્ટ કર્યો હતો, જેનાથી તે ખુબ જ ખુશ થયા હતા. તેણે તેને ખુબ જ પ્રેમથી ઉછેર્યો હતો.

3.Grace Coolidge का Raccoon: આ જાનવર Calvin Coolidge ને એક વ્યક્તિ દ્વારા ધન્યવાદના રૂપમાં ગીફ્ટ કર્યું હતું પણ Calvin ની વાઈફ  Grace એ તેને ઉછેરવાનો નિર્ણય કર્યો. બાદમાં તે તેના પરિવારનો સૌથી પ્યારું પાલતું જાનવર બની ગયું.

4. Elvis Presley का कंगारू:અમેરિકન સિંગર અને એક્ટર Elvis Presley ને આ કાંગારું તેના બુકિંગ એજેંટ  Lee Gordon એ ગીફ્ટ કર્યું હતું. મોટું થયું તો  Lee Gordon એ તેને ઝૂ માં મોકલી દીધું.

5. Tippi Hedren का शेर:અમેરિકન એક્ટ્રેસ Tippi Hedren નું ઘર એક ફિલ્મની શુટિંગના દરમિયાન અમુક સમય માટે એક શેર રહ્યો હતો. બાદમાં તેણે તેને પાછો મોકલી દીધો હતો.

6. Oeun Sambat का अजगर:Cambodia માં દરેક ત્રણ વર્ષના બાળકને એક દોસ્ત બનાવાનો હોય છે. સાલ 2003 માં જ્યારે ત્યાના Oeun Sambat ને દોસ્ત બનાવાનું કહ્યું તો તે ચાર મીટર લાંબા અજગરને ગળે મળતો મળી આવ્યો હતો. તેના બાદ લોકોએ એ કહેવાનું શરુ કરી દીધું હતું કે તે ડ્રેગન નો દીકરો છે અને તેની પાસે અલૌકિક શક્તિઓ છે.

7. Wattana Thongjon का मगरमच्छ:વર્ષ 2002 માં Wattana ના પિતા ઈંડા માંથી નીકળેલા એક નાના એવા મગરને લઈને આવ્યા હતા. તેના બાદ તે તેઓનું પાલતું જાનવર બની ગયું હતું. તે બે કુતરાઓની સાથે તેને જ ઘરમાં રહે છે અને ખોરાકમાં ચીકન ખાય છે.

8. Jim Sautner का भैंसा:તમે ઘણા એવા લોકોને ભેંસ પાળતા જોયા હશે પણ તેને ઘરની બહાર એક અલગ જગ્યામાં રાખવામાં આવતું હોય છે. પણ Jim Sautne ની ભેંસ તેઓના જ પરિવારની એક સદસ્યની જેમ છે અને તે તેના ઘરની અંદર જ રહે છે. જ્યારથી તે એક નાનું વાછરડું હતું ત્યારથી જ તે તેઓના ઘરનું સદસ્ય રહ્યું છે.

9. पालतू घड़ियाल:ઘોડાની શું જરૂર જ્યારે તમારી પાસે ઘડિયાળ છે. આ તસ્વીર વર્ષ 1920 માં  Los Angeles ના ઘડિયાળ ફાર્મમાં લેવામાં આવી હતી.

10. राजू सागर की छिपकली:

ઇન્દોર, મધ્યપ્રદેશ માં પશુ પક્ષીઓ ને પાળવાના શોખીન અને જ્યુસની દુકાન ચલાવનારા રાજુ સાગર, હાલ માં જ સાઉથ અમેરિકામાં મળી આવતી ઇગુઆના છીપકલી લઈને આવ્યા હતા. તેને જોવા માટે તેના દુકાન પર લોકોની ખાસી એવી ભીડ પણ રહેતી હતી. તેણે તેને મુંબઈથી 2 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.