MBA ભણેલી છોકરી “ચા” ની દુકાનમાં કરે છે કામ, જાણો શું છે સાચું કારણ….

0

જો કે અમથું જ નથી કહેવામાં આવતું કે દીકરીઓ દિકરાથી કાંઈ ઓછી નથી હોતી. દરેક દુઃખ અને સુખ ની ઘડીમાં પરિવારનો આધાર હોય છે દીકરી. ઉત્તરાખંડ ના રુદ્રપુર ની નેહા મખ્ખીજા પણ એવું જ એક નામ છે. 18 વર્ષ પહેલા જ્યારે પિતા નો પડછાયો ઉઠી ગયો ત્યારે તે માત્ર 7 જ વર્ષની હતી. માં એ પરિવાર નું પાલન પોષણ કરવા માટે કપડા સીવવવાનું કામ શરૂ કર્યું હતું.નેહા જયારે મોટી થઇ ત્યારે પોતાના પગભર થવા અને માં નો સહારો બનવા માટે પગલું ભર્યું. એમબીએ નો અભ્યાસ કરવાની સાથે સાથે રુદ્રપુર ના રેલવે સ્ટેશનની નજીક નાની એવી ચા ની દુકાન ખોલી. આ સિવાય એમબીએ પાસ કર્યા પછી તેણે ઘણી જગ્યાઓએ નોકરી પણ કરી. આખરે તેમણે પ્રાથમિકતા પોતાની ચા ની દુકાન ને જ આપી. નેહા કહે છે કે,”આ પણ પોતાના પગ પર ઉભું થવાનું જ છે ને”.

એવામાં નેહા યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. પિતા રાજેન્દ્ર કુમાર ની વર્ષ 2000 માં અકસ્માત ને લીધે મૃત્યુ થઇ ગઈ હતી. પરિવાર પર દુઃખો નો પહાડ તૂટી પડ્યો હતો. એવામાં માં સરોજે પોતાની ત્રણ દીકરીઓની જવાદારી ઉઠાવી હતી. એવામાં માં એ ઘરની સામે જ બાઉન્ડરી ની સાથે સાથે ચા ની દુકાન ખોલી લીધી.તે કપડાં ની સિલાઈ નું કામ પણ લેતી હતી. પછી મેં સ્કૂલ ના અભ્યાસ ના દરમિયાન દુકાને બેસીને માં ની મદદ કરવાનું શરૂ કરી દીધું.

ધીમે ધીમે પરિવારની ગાડી ચાલતી રહી. પછી મેં કુમાઉ વિશ્વવિદ્યાલય થી એમબીએ શરૂ કર્યું, પણ દુકાનનો સાથ ના છૂટ્યો. કેમ કે માં ને આરામ પણ આપવાનો હતો, માટે મેં દુકાનને વધારે સમય આપવાનું વિચાર્યું. આખરે આ દુકાન જ હતી જેમણે પરિવારને મુશ્કિલ સમસ્યમાં સહારો આપ્યો હતો. કોલેજ ની ફી થી લઈને ઘરના ખર્ચા આ દુકાન દ્વારા જ આવતા હતા. 2017 માં એમબીએ પણ પૂરું થઇ ગયું, પછી રુદ્રપુર માં જ વોલ્ટાસ, ઈમામી અને સનરાઈઝ કંપનીઓમાં એચઆર વિભાગમાં નોકરી કરી, પણ ત્યાં મન ના લાગ્યું.નેહા એ જણાવ્યું કે પિતાની મૃત્યુ પછી માં એ બીજા લગ્ન કર્યા.છતાં પણ પરિવાર ની હાલત સુધરી ન હતી. કેમ કે બીજા પિતા 24 કલાક સતત સત્સંગ માં જ લિન રહેતા હતા. તેને પરિવાર ના ભરણ પોષણ ની કઈ જ પડી ન હતી. તે આજે પણ પોતાના પરિવાર ની જવાબદારી નથી સમજી રહ્યા. એવામાં પરિવારની જવાબદારી તો લેવાની જ હતી. મોટી બહેન સારિકા ના લગ્ન થઇ ચુક્યા છે નાની બહેન ભણી રહી છે.

પોતાનો બિઝનેસ હોય છે આત્મસંતુષ્ટ:
નેહા કહે છે કે બિઝનેસ નાનો હોય કે મોટો, જો તે પોતાનો હોય તો અલગ જ સુખ અને સંતોષ મળે છે. એમબીએ કર્યા પછી પણ ચા ની દુકાન ચલાવા પર માં બોલી કે મને કોઈ અફસોસ નથી. કામ તે જ કરવું જોઈએ જેમાં સંતોષ મળે.એવામાં નેહા નો હેતુ પોતાની ચા ની દુકાન ને આગળ વધારવાનો છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here