માત્ર આ 4 ડોક્યુંમેન્ટ છે તો મેળવી શકશો માત્ર 7 દિવસમાં જ પાસપોર્ટ, આ છે પ્રોસેસ…

0

હાલતો પાસપોર્ટ બનાવા માટેની પ્રોસેસ ખુબ આસાન બની ચુકી છે. તમે માત્ર 4 ડોક્યુમેન્ટ આપીને માત્ર 7 દિવસોની અંદર જ પાસપોર્ટ મેળવી શકો છો.

પાસપોર્ટ બનાવા માટેની પ્રોસેસ ખુબ આસાન બની ચુકી છે. આ પ્રોસેસમાં પોલીશ વેરીફીકેશન પાસપોર્ટ જારી થયા બાદ કરવામાં આવે છે. તેનાથી પાસપોર્ટની પહેલા પોલીશ વેરીફીકેશનમાં લાગનારો ટાઈમ બચી જાય છે.

જો તમને માત્ર 7 દિવસોમાં જ પાસપોર્ટ જોઈએ છે તો તમારી પાસે આધાર કાર્ડ, વોટર આઈડી, પૈન કાર્ડ અને ક્રિમીનલ રેકોર્ડ ન હોવાનો એફીડેવિડ હોવો જોઈએ. જો તમારી પાસે આ બધા ડોક્યુંમેન્ટ છે તો તમે માત્ર એક અઠવાડીયામાં જ તમારો પાસપોર્ટ મેળવી શકો છો. તેના માટે તમને તત્કાલ ઓપ્શનને પસંદ કરવાનો રહેશે. નોર્મલ પ્રક્રિયાથી પાસપોર્ટ બનવામાં 1500 રૂપિયા જ્યારે તત્કાલ પાસપોર્ટ બનાવા માટે 2,000 રૂપિયા લાગશે. તમારે કુલ 3500 રૂપિયા જેટલી ફીસની ભરપાઈ કરવાની રહેશે.

નીચે પાસપોર્ટ માટેની પૂરી પ્રોસેસ બતાવેલી છે.

1. Passport Seva Kendra (PSK)ની વેબસાઈટ  www.passportindia.gov.in પર જાઓ.

2. તમે ન્યુ યુઝર છો તો અહી પહેલા તમારું એકાઉન્ટ ક્રિએટ કરો. તેમાં તમારે બધી જ જરૂરી જાણકારી ભરવાની રહેશે.

3. હવે દરેક ડોક્યુમેન્ટ્સની સ્કૈન્ડ કોપી અપલોડ કરો. પછી તમને ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન મળશે.

4. પેમેન્ટ થયા બાદ તમે તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર પર અપોઈમેન્ટ લઇ શકો છો.

5. અપોઈમેન્ટ રીસીપ્ટની પ્રિન્ટ કાઢવાની રહેશે. આ રીસીપ્ટને તમારે પાસપોર્ટ સેવાકેન્દ્ર પર પોતાની સાથે લઇ જવાનું રહેશે.

6. અહી તમારા ડોક્યુંમેન્ટસનું વેરીફીકેશન કરવામાં આવશે. ત્યારબાદ એક સપ્તાહની અંદર તમને તમારો પાસપોર્ટ ચોક્કસ મળી જાશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.