મેરીડ હોવા છતાં આ 8 ફિલ્મી સિતારાઓનાં રહ્યા હતા અફેઈર, જાણો કોણ-કોણ આવે છે લીસ્ટમાં….

બોલીવુડના ઘણા ફિલ્મી સિતારાઓની અસલ જિંદગી ફિલ્મી દુનીયાથી એકદમ અલગ જ હોય છે. જો કે ફિલ્મી દુનિયામાં એવા ઘણા સુપર સ્ટાર્સ છે, જેઓએ લગ્ન બાદ પણ પોતાના પ્રેમ સંબંધને યથાવત રાખ્યા હતા. સ્ક્રીન પરના આ સુપરસ્ટાર્સની મેરીડ લાઈફની વચ્ચે આવેલા અફેઈરની ખબરોએ ચર્ચાની સાથે સાથે વિવાદો પણ કર્યા હતા. બી-ટાઉનમાં લીંક-અપ રીલેશનશીપની આ તમામ ખબરોએ એક સમયે આ મેરીડ જીદંગીને મુશ્કિલમાં મૂકી દીધું હતું. આવો તો જણાવીએ આ વિવાદિત પ્રેમ સંબંધો વિશે, જે લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા.

1. અર્જુન કપૂર અને મલાઈકા અરોડા:કહેવામાં આવે છે કે પોતાના પતિ અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અરોડા અર્જુન કપૂરના ખુબ જ નજીક આવી ગઈ હતી. અર્જુન કપૂર અને મલાઈકા અરોડાની વચ્ચે વધતી જતી આ નજીકતાને લીધે ખુબ જ ચર્ચા થઇ હતી. ગત દિવસોમાં ખબર આવ્યા બાદ અર્જુન કપૂર અને સલમાન ખાનનાં સંબંધમાં પણ ખટાસ આવવા લાગી હતી.

2. અમિતાબ બચ્ચન અને રેખા:સદીના મહાનાયક અમિતાબ બચ્ચન અને સદાબહાર એક્ટ્રેસ રેખાની લવ સ્ટોરી વિશે તો હર કોઈ જાણે જ છે. બોલીવુડના આ ફેમસ કપલની લવસ્ટોરી દુનિયાભરમાં જાણીતી છે. જાણકારી અનુસાર જયા બચ્ચન સાથે લગ્ન કર્યા પછી પણ અમિતાબ અને રેખાનું અફેઈર ચાલતું રહ્યું હતું.

3. અર્જુન રામપાલ અને સુજેન ખાન:ગયા વર્ષે અર્જુન રામપાલ અને સુજૈન ખાનની વચ્ચેનાં સંબંધ વિશેની ચર્ચા સાંભળવા મળી હતી. આ જાણકારી પછી અર્જુન રામપાલ અને તેની પત્નીની વચ્ચે અણબણ શરુ થઇ ગઈ હતી. અર્જુન અને સુજૈનનાં સંબંધમાં ગરમાહટનાં ચાલતા તેની પત્ની ખુબ જ નારાજ પણ થઇ હતી. આ ખબરથી અર્જુનની મેરીડ લાઈફમાં ખુબ જ ખરાબ પ્રભાવ પડ્યો હતો.

4. શાહરૂખ ખાન અને પ્રિયંકા:કિંગ ખાન અને પ્રિયંકા ચોપડાનાં અફેઈરની જાણકરીએ શાહરૂખ ખાન અને ગૌરીનાં વર્ષો પહેલાના રીશ્તાતને મુશ્કીલમાં મૂકી દીધો હતો, પણ શાહરૂખ ખાન અને પ્રિયંકાની વચ્ચે વધતી નજીકતાને પોતાના પર હાવી ન થવા દીધા, તેમણે આ ખબરને ગણકાર્યા વગર શાહરુખની સાથે પોતાના રીશ્તાને બનાવી રાખ્યો હતો.

5. અજય દેવગન અને કંગના રનૌત:ફિલ્મ ‘વંસ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’ ની શુટિંગના દૌરાન અજય દેવગન અને કંગના રનૌતનાં અફેઈરની ખબરો ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. આ ફિલ્મની શુટિંગ દરમિયાન બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો હતો. કંગનાનાં આ રીલેશનમાં પૂરી રીતે કમિટેડ બની ગઈ હતી, જ્યારે અજય દેવગન પોતાની મેરીડ લાઈફમાં કોઈપણ પ્રકારની દખલ કરવા માગતા ન હતા.

6. ગોવિન્દા અને રાનું મુખર્જી:રાની મુખર્જી અને ગોવિન્દાએ ઘણી ફિલ્મો સાથે કરી હતી. આ દરમિયાન બંને એક-બીજાની સાથે ખુબ જ નજીક આવી ગયા હતા. તે સમયે તે બંનેની રીયલ લાઈફ લવ સ્ટોરીની ખબરો મીડિયામાં ચર્ચિત બની ગઈ હતી.

7. શતૃગ્ન સિન્હા અને રીના રોય:ગત જમાનાની સુંદર અભિનેત્રી રીના રોય અને શતૃગ્ન સિન્હાનાં અફેઈરની ખબરો પણ ખુબ લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી. શતૃગ્ન સિંહાએ પણ એક સાક્ષાતકારનાં દરમિયાન આ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તે પોતાના પતી અને રીનાના અફેઈર વિશે બધું જ જાણતી હતી.

8. સૈફ અલી ખાન અને રોજા કૈટલાનો:પોતાની પહેલી પત્ની અમૃતા સિંહ સાથે તલાક લીધા બાદ સૈફ અલી ખાનનું નામ રોજા કૈટલાનો સાથે જોડાયેલો હતો. એક સમયે સૈફ આ ઇટાલિયન મોડલનાં દીવાના બની ગયા હતા. સૈફ અને રોજાનું રીલેશનશીપ ખુબ લાંબા સમય સુધી ચાલ્યો હતો. રોજા કૈટલાનો થી અલગ થયા બાદ સૈફે બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!