મહાશિવરાત્રી 4 માર્ચના દિવસે ભૂલથી પણ ના કરો આ 8 કામ, નહીંતર વરસશે ભગવાન શિવનો પ્રકોપ…

0

હિન્દૂ ધર્મમાં મહાશિવરાત્રીના તહેવારનું પોતાનું એક અલગ જ મહત્વ છે. આ તહેવાર પુરાદેશમાં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે શિવ મંદિરની બહાર લોકોની લાંબી લાઈનો લાગે છે. દરેક કોઈ આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે, જેના માટે વિધિ વિધાનથી પૂજા પાઠ પણ કરે છે. એવામાં આજે અમે તમને મહાશિવરાત્રિના દિવસે શું ભૂલ ન કરવી જોઈએ, તેના વિશે કહેવા જઈ રહ્યા છીએ. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ખુશ કરીને તમારી મનોકામનાઓ પૂરી થઇ શકે છે, પણ જો તમે કોઈપણ ભૂલ કરો છો, તો તેનું ભુગતાન પણ કરવું પડી શકે છે.

ક્યારે છે મહાશિવરાત્રી?:મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવના ભક્તો ખુબ વાટ જોતા રહે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના  મોટા વિધિ વિધાનથી કરવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 4 માર્ચના રોજ આવે છે. આ દિવસ ખુબ જ ખાસ હોય છે, કેમ કે આ વખતે મહાશિવરાત્રી સોમવારના દિવસે આવે છે. એવામાં જો તમે કોઈપણ પ્રકારની ભૂલ નહીં કરો તો ભગવાન શિવને આસાનીથી પ્રસન્ન કરી શકાય છે, કેમ કે ભગવાન શિવ આ સમયે ખુબ જ ખુશ રહે છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

મહાશિવરાત્રીના દિવસે શું ન કરવું જોઈએ?:શિવ ભક્તો માટે મહાશિવરાત્રીના તહેવારનું ખુબ મહત્વ રાખે છે. આ દિવસે શિવ ભક્ત પોતાના ભગવાન શિવની વિધિ વિધાનથી પૂજા કરે છે અને તેની પાસેથી જાત જાતના વરદાન માંગે છે. તો ચાલો જાણીયે કે મહાશિવરાત્રીના દિવસે શું ન કરવું જોઈએ એટલે કે કઈ ભૂલો ભૂલથી પણ કરવી ન જોઈએ..
1. મહાશિવરાત્રીના દિવસે કાળા રંગના કપડા ભૂલથી પણ ન પહેરવા જોઈએ, કેમ કે ભગવાન શિવને આ રંગ બિલકુલ પણ પસંદ નથી.
2.મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર કેતકીના ફૂલ ચઢાવવા ન જોઈએ, કેમ કે આવું કરવાથી ભગવાન શિવ નારાજ થઇ શકે છે.3. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાના સમયે શંખથી જળ અર્પણ કરવું ન જોઈએ, નહીંતર તેનું ફળ નથી મળતું.
4. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનને ચઢાવવું ન જોઈએ, નહીંતર તમારા પર પ્રકોપ પડી શકે છે.
5.મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજામાં તલ ચઢાવવું ન જોઈએ.
6.મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજામાં તૂટેલા ચોખા ચઢાવવા ન જોઈએ.7. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર નારિયેળ પાણી ચઢાવવું ન જોઈએ.
8. મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવની પૂજામાં હળદર અને કુમકુમનો પ્રયોગ ન કરવો જોઈએ.

મહાશિવરાત્રીના દિવસે શું કરવું જોઈએ?:મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના ભક્તોએ સવારે સ્નાન કરીને મંદિરમાં જાવું જોઈએ અને ત્યાં ભગવાન શિવને દૂધ અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી તમારી દરેક મનોકામનાઓ પુરી થઇ જાશે. તેના સિવાય બીલીપત્ર લાઇજાવાનું ના ભૂલો, ધતુરાના પાનને પણ તમારી પૂજામાં શામિલ કરો.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here