મગજને ધોડા જેમ તેજીથી દોડાવવા માટે રોજ પીઓ આ 5 માંથી કોઈ એક ડ્રિંક્સ, ને જુઓ પછી ચમત્કાર…

0

ડાર્ક ચોકલેટ કોકો
કોકોમાં હાજર ફ્લવૉનોલ બ્લડ વાહીઓને શાંત કરીને બ્લડ પ્રેશર ઓછું કરવાનું કામ કરે છે, તેથી મગજને થતી હાનિકારક અસરોને પણ ઘટાડે છે. રોજના એક કપ ગરમ ચૉકલેટની સેવન સ્ટ્રોક અને માનસિક જોખમને પણ ઘટાડે છે. ડાર્ક ચોકલેટ સિવાય ચા માં પણ પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, અને દરરોજ એક કપ બ્લેક ટીના સેવનથી પ્રતિક્રિયા સમયમાં સુધારો આવે છે.

બદામ અને અખરોટનો શેક –
બદામ અને અખરોટમાં એન્ટિઑકિસડન્ટની માત્રા વધારે હોય છે. બદામ અને અખરોટને એક ગ્લાસ દૂધ માં મધ સાથે મિક્સ કરીને પીવું. આ તમારા મગજની ક્રિયા ને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. બદામ માં પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે જે મગજની વૃદ્ધિ માટે ફાયદાકારક છે. સાથે જ તેના સેવનથી સ્મરણ શક્તિ પણ વધે છે. મધના સેવનથી પણ વ્યક્તિનું મગજ સ્વસ્થ રહે છે.

ટામેટો જ્યુસ –
ટામેટમાં લાઇકોપીન નામનું તત્વ રહેલું છે. જે તમારા શરીરનો મુક્ત રેડિકલ થી બચાવ કરે છે અને બ્રેનના સેલ્સને ડેમેઝ થતાં અટકાવે છે. તેમાંથી એન્ટિઓક્સીડેન્ટ્સ પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. જેનાથી મેમરીની ક્ષમતા અનેક ગણી વધે છે.ટમેટામાં પ્રોટીન, વિટામીન અને ચરબી મળી આવે છે ટામેટાં વારેઘડી ભૂલી જવાની આદતને દૂર કરવામાં મદદ કરે છે. આ મગજની સૂઝનને પણ દૂર કરે છે અને દિમાગી આરોગ્ય માટે પણ ટામેટાનું સેવન કરવું સારું રહે છે.

બીટના રસનું સેવન –
બીટનો રસ લેવાથી સ્મરણ શક્તિ વધે છે. આથી મગજની ગરમી અને માનસિક નબળાઈ દૂર થાય છે. એક અભ્યાસ મુજબ ચુંબીટમાં જોવા મળતા ફ્રન્ટલ કોર્ક્સના કારણે શરીરમાં નાઇટ્રેટની કમી સુચારું રૂપે જ બની જાય છે. જેનાથી આપના મગજ માં લોહીનું સરક્યુલેશન બરાબર કામ કરે છે. આથી મગજ મજબૂત થાય છે અને ન્યૂરન્સનો અભાવ પણ રહેતો નથી. આ આપણા મગજનો એ ભાગ છે જે જ્ઞાનાત્મક કાર્ય (કોગ્નિટીવ ફંક્શન) કરવા માટે જવાબદાર ગણાય છે. આ વધતી ઉંમરમાં યાદદાસ્તથી સંબંધિત મુશ્કેલીઓથી પણ બચાવે છે.

ગ્રીન ટી –
અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં છાપવામાં આવેલ એક અહેવાલ મુજબ, ગ્રીન ટીના વપરાશથી ડિમેન્સિઆની શક્યતા ઓછી થાય છે. સંશોધન જણાવે છે કે ગ્રીન ટી મગજની સેલ્સ તૂટી જતાં અટકાવે છે અને ખરાબ થયેલા સેલ્સને રિપેર કરે છે, જેનાથી આલ્જેઇમર અને પર્કિન્સનનું જોખમ બિલકુલ રહેતું નથી. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે મગજની પાછળ અને આગળનાં કાટર્કક્સ વચ્ચે એક તારતત્વ સ્થાપિત થયેલ છે. જે તે સાબિત કરે છે કે ગ્રીન ટી મગજની સક્રિયતા જાળવી રાખે છે અને વધારે પણ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here