લીલા મરચાંથી થતાં 15 ફાયદાઓ જાણો, ને કાલથી જ શરૂ કરી દો મરચાં ખાવાના …….

0

ભોજન માં તીખું અને ચટપટું બનાવતા લીલા મરચાં સ્વાદ ની સાથે સ્વાસ્થય માટે ગુણો નો ભંડાર છે. આ લીલા મરચાં તમને ઘણા પ્રકારે સ્વસ્થ રાખવા માં મદદ કરે છે. જો તમે હજી સુધી લીલા મરચાં ના ગુણો વિશે અજાણ હો તો એક વખત આ આર્ટિકલ વાંચો અને તેના ફાયદા જાણી તેનો ઉપયોગ શરૂ કરો. અમે તમને જાણ કરી દઈએ કે લીલા મરચાં ઘણા પ્રકાર ના પોષક તત્વો જેવા કે વિટામિન એ, બી6, સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ વગેરે થી ભરપૂર છે. આટલું જ નહિ તેમાં બીટા કૈરોટીન, ક્રિપ્ટોક્સાંથિયન, લૂટેન જેક્સન્થિન વગેરે સ્વાસ્થયવર્ધક વસ્તુઓ પણ રહેલી છે.

 1. લીલા મરચાં રક્તચાપ ને નિયંત્રિત કરવા માં ખૂબ જ ફાયદાકારક છે. મધુ પ્રમેદ થવા ની સ્થિતિ માં પણ લીલા મરચાં માં રક્તચાપ ના સ્તર ને નિયંત્રિત કરવા ના ગુણ રહેલા છે.
 2. લીલા મરચાં માં એન્ટિ-બેકટિરિયલ ગુણ હોય છે, જે કોઈ પણ પ્રકાર ના સંક્રમણ થી શરીર અને ત્વચા ની રક્ષા કરે છે. લીલા મરચાં ત્વચા માટે એન્ટિ-ઇફ્લેમેટરી ની દવા તરીકે કામ કરે છે.
 3. લીલા મરચાં માં ભરપૂર માત્રા માં વિટામિન સી રહેલો છે, જે રોગો ની સામે લડવા ની ક્ષમતા માં વૃધ્ધિ કરી ને આપણી રોગ પ્રતિકારક ક્ષમતા ને મજબૂત બનાવે છે. લીલા મરચાં ખાધા પછી તમારૂ બંધ નાક ખુલ્લી જવું એ પણ આનું જ એક ઉદાહરણ છે.
 4. કેન્સર થી લડવા અને શરીર ને સુરક્ષિત રાખવા માટે પણ લીલા મરચાં ખૂબ જ ફાયદાકારક છે. લીલા મરચાં માં ભરપૂર માત્રા માં એન્ટિ-ઓક્સિડેંટ્સ હોય છે, જે શરીર ની આંતરિક સફાઈ ની સાથે જ ફ્રી રેડિકલ થી બચાવી ને કેન્સર ના જોખમ ને ઓછું કરે છે.
 5. આના સેવન થી ફેફસા ના કેન્સર નું જોખમ પણ ઓછું થાય છે. આથી ધૂમ્રપાન નું સેવન કરનારે પોતાના ખોરાક માં લીલા મરચાં નું પ્રમાણ વધારે રાખવું જોઈએ. કારણ કે ધૂમ્રપાન થી ફેફસા ના કેન્સર નું જોખમ વધુ હોય છે.
 6. લીલા મરચાં ને મૂડ બુસ્ટર ના રૂપ માં પણ ઓળખવા માં આવે છે. તે મસ્તિષ્ક માં એંડોર્ફિલ નું સંચાર કરે છે. જેના થી આપણું મૂડ ઘણી હદ સુધી તાજગી નો અનુભવ કરે છે.
 7. વજન ઘટાડવા માં લીલા મરચાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું કારણ છે કે લીલા મરચાં માં કેલેરી જ નથી હોતી. લીલા મરચાં ના પ્રયોગ થી તમે પોષક તત્વો ને તો ગ્રહણ કરો છો પણ તેના થી શરીર ને કેલેરી નથી મળતી.
 8. વિટામિન ઈ થી ભરપૂર લીલા મરચાં તમારી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સ્કીન ને સ્વસ્થ રાખવા ની સાથે સાથે સ્કીન માં કસાવ પણ લાવે છે. જેના કારણે સ્કીન એકદમ જવાન અને સુંદર દેખાય છે.
 9. લીલા મરચાં પુરુષો માં પ્રોસ્ટેટ કેન્સર ના જોખમ ને ઓછું કરે છે. વૈજ્ઞાનિક દ્રારા કરેલા એક અધ્યયન અનુસાર લીલા મરચાં ખાવા થી પ્રોસ્ટેટ ની સમસ્યા સમાપ્ત થઈ જાય છે.
 10. હ્રદય માટે પણ લીલા મરચાં ખૂબ જ ફાયદાકારક છે. એક શોધ અનુસાર લીલા મરચાં થી હ્રદય ને સંબંધિત દરેક પ્રકાર ની સમસ્યા ઠીક થઈ જાય છે. આના થી રક્ત ના સંચાર ની સમસ્યા ઠીક થઈ જાય છે.
 11. લીલા મરચાં તમારા પાચન તંત્ર ને મજબૂત કરી ને પાચન ક્રિયા ને બરાબર બનાવે છે. આ ઉપરાંત લીલા મરચાં માં ફાઈબર પણ સારી માત્રા માં હોય છે. જેના કારણે લીલા મરચાં ભોજન નું પાચન જલ્દી કરે છે.
 12. લીલા મરચાં માં પ્રચુર માત્રા મળતા વિટામિન સી ને કારણે તે વાગ્યા પર રૂઝ લાવવા ના કામ માં સહાય કરે છે. વિટામિન સી હાડકાઓ, દાંતો અને આંખ માટે પણ ફાયદાકારક છે.
 13. આર્થોઈટીસ ના દર્દીઓ માટે પણ લીલા મરચાં ઘણા ફાયદાકારક છે. આ ઉપરાન્ત તે શરીર ના વિભિન્ન અંગ માં થતાં દર્દ ને ઓછું કરવા માં પણ સહાયક થાય છે.
 14. હાલ માં થયેલી શોધ અનુસાર લીલા મરચાં બ્લડ શુગર ને ઓછું કરવા માં મદદ કરે છે.
 15. લીલા મરચાં માં પર્યાપ્ત માત્રા માં આયર્ન હોય છે. આથી તેને ખાવા થી લોહી માં હિમોગ્લોબિન ની ઉણપ નથી રહેતી. આ જ કારણ છે કે લીલા મરચાં ખાવા થી લોહી ની ઉણપ જેવી કોઈ બીમારી નથી થતી.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here