કૌન બનેગા કરોડ પતી શો પર આવી આફત, બંધ થવાની તૈયારી મા? વાંચો બ્રેકીંગ ન્યુઝ

0

દોસ્તો, થોડા સમય પહેલાજ બધાનો ફેવરીટ શો ‘કૌન બનેગા કરોડપતિ’ શો શરુ થયો હતો. આ શોને બોલીવુડ સુપર સ્ટાર શ્રી અમિતાબ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે.

જો કે લગભગ 4 વર્ષ પછી આ શો એ ટીવી પર કમબેક કર્યું છે. KBC 28 ઓગસ્ટ 2017 નાં રોજ કમબેક કરી લોકોના મનમાં એક નવી ઉમ્મીદ જગાડી છે. જો કે દરેક ન્યુ વર્ઝન શોમાં કાઇક ને કાઈક નવીનતા તો જોવાજ મળે છે. હાલ ના વર્ઝનમાં પણ કાઈક નવી પદ્ધતિ જોવા મળી છે. જેમ કે આં હાલના શોમાં 17 નંબર નો પ્રશ્ન કે જે jio જેકપોટ છે. અને આ પ્રશ્નની કિમંત 7 કરોડ રૂપિયા છે. સાથે જ દરેક નાગરિક jio દ્વારા ઘરે બેઠા live KBC પણ ખેલી શકે છે. હાલના KBC માં કાઈક નવોજ કોન્સેપ્ટ બનાવવામાં આવ્યો છે, કે  “Nai Chaah Nayi Raah”. આ કોન્સેપ્ટ ને લીધે લોકોમાં એક નવી રાહ,જુસ્સો,લગન તેમજ કાઈક હાંસિલ કરવાની ભાવના ઉદ્દભવી છે.

દેશ ભરના ટેલેન્ટેડ લોકો આવે છે અને અમિતાબ ની સામે હોટ સીટ પર બેસી KBC ખેલે છે અને લાખો રૂપિયા જીતી પોતાના સપનાઓ પુરા કરે છે. એમાના અમુક લોકો પોતાના જીતેલા પૈસાઓ ગરીબો, હોસ્પિટલ વગેરેમાં દાન કરી દેતા હોય છે. KBC શો લોકો માટે એક આશીર્વાદ સમાન સાબિત થયું છે. કેમ કે તેને લીધે એક સામાન્ય માણસ પોતાના સપના તેમજ જરૂરીયાતોને પૂરી કરી શકે છે.પણ KBC ની એક ભવિષ્યમાં આવનારી એવી વાત કહેવા જઈ રહ્યા છીએ કે જેને કહેતા ખુબ દુઃખ થાય છે, અને કદાચ તમને પણ આ ન્યુઝ ને સાંભળીને દુઃખ ચોક્કસ થાશે.

જો કે આજ આ શો ની TRP ખુબ વધી રહી છે અને દરેક લોકો માટે આ રીયાલીટી શો ફેવરીટ બની ગયો છે. પણ તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાંજ આ શો બંધ થવાની તૈયારીમાં છે.નવાઈ લાગે છે કે હજી તો થોડા સમય પહેલાજ 4 વર્ષના લાંબા સમય બાદ શો શરુ થયો છે અને હવે બંધ થવાની અણી પર અટકેલો છે.

રીપોર્ટ ની જાણકારી પ્રમાણે આ શો નો છેલ્લો એપિસોડ 23 ઓક્ટોબર ના રોજ છે. ત્યાર બાદ આ શો બંધ થઈ જાશે.

આ 3 ટીવી સીરીયલો KBC  ને કરશે રિપ્લેસ:

રીપોર્ટની જાણકારી પ્રમાણે KBC બંધ થયા પછી 3 નવી સીરીયલો શરુ થવાની છે. આ સીરીયલો 9 થી 10.30 નાં સમયગાળામાં શરુ થવાની છે.

આ છે 3 સીરીયલો:

1. રિશ્તે લિખેંગે હમ નયે

2. હાંસિલ

3.  એક દીવાના થા

જેમાં ‘રિશ્તે લિખેંગે હમ નયે’ જે 9.00 ના સમયમાં ટેલીકાસ્ટ થવાની છે. સાથે જ  ‘હાંસિલ’ 9.30 એ ટેલીકાસ્ટ થશે જે પેરાનોર્મલ લવ પર આધારિત છે. જ્યારે હોરર સ્ટોરી  ‘એક દીવાના થા’ જે રાતના 10.00 વાગે ટેલીકાસ્ટ થશે.

23 ના રોજ KBC નો લાસ્ટ એપિસોડ છે જેનાથી દુઃખ તો છેજ પણ વિશ કરીએ છીએ કે જલ્દી થી આ શો ફરીથી ટીવી પર કમબેક કરે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!