શું થયું જયારે શાહિદ કપૂર ની EX પ્રેમિકા કરીના કપુર અને પત્ની મીરા નો થયો આમનો-સામનો, મામલો થયો વાઇરલ…

0

મોટાભાગે દરેક કોઈનું વર્તમાન અને ભૂતકાળ હોય છે એવામાં જયારે આ બને એકબીજાની સામે આવી જાય તો સવાલો ઉત્પન્ન થાય એ જરૂરી નથી. તેના તાજા ઉદાહરણ માં જણાવીએ કે જયારે બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર ની પત્ની અને એક્સ પ્રેમિકા કરીના કપૂર ખાન એકબીજાની સામ-સામે આવી ગઈ તો તેઓનો હાવભાવ સારો હતો કે ખરાબ. મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન માં બૉલીવુડ જગતના મોટાભાગના કિરદારો શામિલ થયા હતા. એવામાં શાહિદ કપૂર પોતાની પત્ની મીરા રાજપૂત અને કરીના કપૂર પોતાના પતિ સૈફ અલી ખાન અને બહેન કરિશ્મા કપૂર સાથે આ સમારોહ માં પહોંચ્યા હતા. શું થયું જયારે કરીના-મીરા આવી એકબીજાની સામ-સામેં:જયારે બંને પરિવાર નો સામનો થયો ત્યારે દરેક કોઈની નજરો તેઓના પર જ ટકી ગઈ કેમ કે તેની પહેલા કરીના અને શાહિદ એકબીજાની સામે એક થી બે વાર આવ્યા હતા અને મિત્ર જેવો વ્યવહાર કરતા જોવા મળ્યા હતા. પણ આપહેલી વાર બન્યું હતું કે જયારે કરીના કપૂર ખાન નો સામનો મીરા રાજપૂત ની સામે થયો હોય. રિપોર્ટ અનુસાર પહેલા તો મીરા-કરીના એકબીજાને જોઈને હેરાન જ રહી ગઈ હતી અને પછી એકબીજાને હળવું સ્મિત આપ્યું હતું. અને કહેવામાં આવે છે કે શાહિદ કપૂર પણ સૈફ અલી ખાન સાથે ખુબ જ ખુશ અંદાજ માં મળ્યા હતા. બ્રેકપ પછી કરીના કપૂરે શાહિદ કપૂર ની સાથે ઉડતા પંજાબ અને સૈફ અલી ખાન એ પણ શાહિદ કપૂર ની સાથે રંગુન માં કામ કર્યું હતું.આગળની વાતો ભૂલીને તેઓએ એ સાબિત કર્યું છે કે કંઈપણ થાય પણ લોકોએ પોતાબા જીવનમાં આગળ વધતું રહેવું જોઈએ અને લોકો પ્રતિ કડવાહટ ને ભુલાવી દેવી જોઈએ.

શાહિદ-કરીના ની પ્રેમ કહાની કઈક આવી રહી હતી:વર્ષ 2003 માં આવેલી ફિલ્મ ‘ફિદા’ માં કરીના અને શાહિદ ને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. જેના પછી તેઓએ 36 ચાઈના ટાઉન, જબ વી મેટ, ચૂપ-ચુપ કે, મિલેંગે-મિલેંગે અને ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું હતું. તેઓનું રિલેશન લગભગ 5 વર્ષ સુધી ચાલ્યું હતું જેના પછી તેઓના જગડા થાવા લાગ્યા. કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ ટશન માં કરીના સૈફ ની નજીક આવી તે વાત શાહિદ ને પસંદ આવી ન હતી જેને લીધે તેઓએ બ્રેકઅપ લઇ લીધું હતું.
બ્રેકઅપ પછી કરીના એ વર્ષ 2012 માં સૈફ સાથે લગ્ન કરી લીધા અને શાહિદ કપૂર એ પણ મીરા રાજપૂત સાથે વર્ષ 2016 માં લગ્ન કરી લીધા હતા. આજે શાહિદ-મીરા નો એક દીકરો અને એક દીકરી છે જયારે કરીના-સૈફ નો લાડલો દીકરો તૈમુર છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here