કપૂર પરિવારના પીઢ અભિનેતા શશી કપૂરનુ નિધન, એક લાઇક કરી શ્રદ્ધાંજલિ આપીએ

0

લાંબી બીમારી બાદ વેટરન એક્ટર શશી કપૂરનું નિધન થયું છે. 79 વર્ષની વયે તેમણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. 2011માં પદ્મભૂષણથી સન્માનિત આ એક્ટર છેલ્લા કેટલાક સમયથી છાતીમા ઈન્ફેક્શનથી પીડાતા હતા. જેના બાદ તેમને અનેક બાયપાસ કરાવવી પડી હતી. સદગત શશી કપૂરના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામા આવશે.

કપૂર પરિવારે તેમના નિધનની માહિતી આપી
પૃથ્વીરાજ કપૂરના ત્રીજા દીકરા શશીએ વર્ષ 1941માં બોલિવુડમાં પોતાના સફરની શરૂઆત કરી હતી. પોતાના જીવનકાળમાં શશીએ અનેક હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યુ છે. શશી કપૂર કેટલીક ફિલ્મોના નિર્માતા પણ રહી ચૂક્યા છે.

ફિલ્મ જગતમાં મોટું યોગદાન આપનારા શશી કપૂરને વર્ષ 2011માં ભારત સરકારને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામા આવ્યા હતા. તેના બાદ વર્ષ 2015માં તેમને સૌથી મોટો પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. કપૂર પરિવારમાં આ પુરસ્કાર મેળવનાર પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂર બાદ તેઓ ત્રીજા સદસ્ય હતા.


60 અને 70ના દાયકામાં તેમણે જબ જબ ફૂલ ખિલે, કન્યાદાન, શર્મીલી, આ ગલે લગ જા, રોટી કપડા ઔર મકાન, ચોર મચાયે શોર, દીવાર, કભી કભી અને ફકીરા જેવી અનેક હિટ ફિલ્મો આપી છે.
તેમણે કુલ 160 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી 148 હિન્દી અને 12 અંગ્રેજી ફિલ્મો છે. તેમનો જન્મ 18 માર્ચ, 1938ના રોજ થયો હતો.


શશીએ એક્ટિંગમાં પોતાનું કરિયર 1944માં પોતાના પિતા પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરનું નાટક શકુંતલાથી કર્યુ હતું. તેમણે ફિલ્મોમાં એક્ટિંગની શરૂઆત બાળ કલાકારના રૂપે કરી હતી.
તેમણે છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાંથી સન્યાસ લીધો હતો. વર્ષ 1998મા આવેલી ફિલ્મ જિન્ના તેમના કરિયારની છેલ્લી ફિલ્મ હતી.

વર્ષ 2010માં તેમને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. બોક્સ ઓફિસ પર તેમની ફિલ્મોએ કમાલ કરી નાંખી હતી. શશિ કપૂરે વિદેશી એક્ટ્રેસ જેનીફર સાથે લગ્ન કર્યા હતાં. અને તેઓ ત્રણ બાળકો કરણ કપૂર, કૂનાલ કપૂર અને સંજના કપૂરનાં પિતા છે. તેમનાં કોઇ જ બાળક ફિલ્મો સથે સંક્ળાયે લાં નથી.

તેમની બેસ્ટ ફિલ્મોની વાત આવે તો અમિતાભ બચ્ચન સાથેની દિવાર, કભિ-કભિ અને સત્યમ શિવમ સુંદરમ્ કેવી રીતે ભૂલી શકાય.

શશિ કપૂરની કેટલીક જાણવા જેવી વાતો -શશિ કપૂરે અભિનયની શરૂઆત 10 વર્ષની ઉંમરથી કરી હતી. તેઓ વર્ષ 1948માં બિગ સ્ક્રિન પર ચમક્યા -‘આગ’ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમણે કામ કર્યુ હતું. -વર્ષ 1961માં તેમણે ‘ધર્મપૂત્ર’ નામની ફિલ્મમાં એક વ્યસ્કનું કિરદાર અદા કર્યું. -શશિ કપૂર માટે કહેવાય છે કે કપૂર પરિવારમાં જન્મેલા કોઇપણ કલાકારની સરખામણીએ તેમણે સૌથી વધુ ફિલ્મો કરી છે. -એક કલાકાર તરીકે તેમનાં કરિઅરને યોગ્ય વળાંક 1965માં આવેલી ‘જબ જબ ફૂલ ખિલે’થી મળી -આ તેમની પહેલી ફિટ ફિલ્મ હતી. જે બાદ તેમણે ઘણી સુપર હિટ ફિલ્મ આપી. -વર્ષ 1975માં આવેલી ‘દિવાર’ ફિલ્મમાં તેમનો રોલ સુપરહિટ સાબિત થયો -આજે પણ તેમનો બોલેલો ડાઇલોગ ‘મેરે પાસ મા હૈ..’ લોકોનાં દિલ-ઓ-દિમાગમાં છવાયેલો છે.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.