જો આર.કે સ્ટુડિયો વેચાશે, તો આટલી રકમ મળશે કપૂર ખાનદાનને.. રકમ સાંભળીને જ તમને ચક્કર આવી જશે !!!

0

આર. કે સ્ટુડિયોની સ્થાયના ૧૯૪૮માં થઈ હતી.આરકે એટલે રાજકપુર ના નામ થી જ આ સ્ટુડીયો નું નામ રાખવામાં આપવા માં આવ્યું હતું.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શો મેન રાજકપુર એ આર. કે સ્ટુડીયોનું નિમાણૅ કર્યુ હતું, પરતું હવે જાહેર ખબર થઈ છે કે કપુર ભાઈઓએ આ સ્ટુડીયો વેચવાનો નિણૅય કર્યો છે.હવે તે પણ અંદાજ લાગે છે કે આ વેચાણથી કપુર ભાઈઓ ને ખુબ જ ફાયદો થશે.

આ વેચાણની ખબર ત્યારે સામે આવી જ્યારે રૂષી કપુરે આ નિણૅય કર્યો.કપુર પરિવારે પ્રોપટીના જાણકારોની ટીમને આ જવાબદારી સોંપી છે.જે મુંબઈના ચેમ્બુર વિસ્તારમા ફેલાયેલ બે એકર જમીનનો સોદો કરશે.આ સ્ટુડીયો મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં છે.આની બોલી લગાવવાની તૈયારી છે.આ સ્ટુડીયો જ્યાં  છે તે જમીનની કિંમત એક વગૅ મિટર ના લગભગ ત્રણ લાખ રૂપિયા છે.આ સ્ટુડીયો ની સુત્ર ના જણાવ્યા મુજબ લગભગ ૪૦૦ કરોડ થી બોલી શરૂ થશે.કપુર ભાઈઓ ને આ પ્રોપટી ની લગભગ ૫૦૦ કરોડ કિંમત મળી શકે છે.ભાઈ બહેન આ રકમ નો બટવારો કરશે.હાલમાં જ કરીના કપુર ખાને એક ફેશન શો માં ભાગ લિધો અને તેમને આરકે સ્ટુડીયો વેચવા પર પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી કે,તો તેમણે કહ્યુ કે આ નિણૅય પરિવારના મોટા વડીલોનો છે.

કરિનાએ કહ્યું કે આ નિણૅય મારા પાપા,ચિન્ટું અંકલ અને બાકીના તમામ વડીલોએ  કર્યો છે,તો તે જ આ વિષય પર ચચાૅ કરશે તે યોગ્ય છે. જેની સાથે તમારે વાત કરવી જોઈએ. હા,હું એ જરૂર કહીશ કે આ જગ્યા અમારી માટે બહુ સન્માનીય છે. આ જગ્યા અમારા માટે ધરથી પણ ખાસ છે,આ જગ્યા અમારા માટે નહી પણ પૂરી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રી માટે બહુ મોટી અને ખાસ જગ્યા છે. હિન્દી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીમા આમાં ઘણા ગ્લોરિયસ વર્ષો રહયા છે.આપણ સાચું છે તેનું સન્માન એટલું જ રહેશે,હંમેશાની જેમ.આર. કે સ્ટુડિયોની સ્થાપના ૧૯૪૮માં થઈ હતી અને આર એટલે રાજકપુર નામ પરથી જ આ સ્ટુડિયો નું નામ રાખ્યું છે.રાજકપુર ના મુત્યુ પછી આ બેનર નિચે ખુબ જ ઓછી ફિલ્મનું નિમાણૅ થયું છે.હાલમાં ફિલ્મો સફળ ના રહી.ખુદ રણબીર કપુરે તે બાબતે જગ્ગા જાસુસના સમયે કહ્યું હતું. તે ખુબ જ ઈમોશનલ જોવા મળ્યો હતો.પરંતુ તેની રિવાઈવની વાતને લઈ તેમને કહ્યું કે આ આસાન વાત નથી,આવું જ ભવિષ્યમા થયું તો તે એવા પ્રોજેકટની સાથે આ સ્ટુડિયોને પણ આગળ આવશે.  જેથી આ સ્ટુડીયોનું સન્માન ઔર આગળ વધે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here