કહ્યા વગર જ બધું સમજી લે છે એક દીકરીના મનની વાત, આવો હોય છે પિતાનો પ્રેમ….સ્પેશિયલ લેખ વાંચો

0

દીકરી જો માં ની આંખો નો તારો હોય છે તો પિતા નું અભિમાન પણ હોય છે. દુનિયા માં માતા-પિતા નો સંબંધ વ્યક્તિ ને ભગવાન તરફથી મળે છે અને કોઈ પણ તેની જગ્યા નથી લઇ શકતા. એક દીકરી ને સૌથી વધુ પ્રેમ અને સૌથી વધુ ગર્વ પોતાના પિતા પર હોય છે. તેની પાછળ અનેક કારણ છે, જે કોઈને પણ તેના પિતાથી બેસ્ટ નથી થાવા દેતા.  1. સૌથી પવિત્ર સંબંધ:

બાપ-દીકરી નો રિશ્તો દુનિયામાં સૌથી વધુ પવિત્ર હોય છે. આ એક રિશ્તો છે, જેમાં કોઈ શર્ત નથી હોતી તથા તે એકદમ નિસ્વાર્થ હોય છે.

2. દીકરી ના જન્મ્યાં પર ખુશી:

દીકરી નો જન્મ હોવા પર પિતા ને સૌથી વધુ ખુશી થતી હોય છે, જયારે એક પિતા નાની એવી દીકરી ને પોતાના ખોળા માં લે છે તો તેની આંખો થી ખુશી ના આંસુ આવી જાતા હોય છે માટે એક દીકરી પોતાના પિતા ને આટલો પ્રેમ કરતી હોય છે.

3. પપ્પા કરે છે રક્ષા:એક પિતા પોતાની દીકરી ની રક્ષા ને જ પોતાનો ધર્મ માને છે. ઘરની અંદર અને બહાર પણ તે પોતાની દીકરી ની મદદ માટે હંમેશા હાજર રહે છે માટે જ બાપ-દીકરી નો રિશ્તો આટલો મજબૂત હોય છે.

4. આગળ વધવાની પ્રેરણા:

એક પિતા પોતાની દીકરી ને સશક્ત બનાવે છે, જેથી તે આગળ ચાલીને કોઈપર પણ નિર્ભર ના રહે. દરેક સારા કાર્યોમાં પોતાની દીકરી ને આગળ વધારવાની પ્રેરણા એક પિતા ને ખુબ સારી રીતે આવડતું હોય છે.

5. પહેલો પ્રેમ:

એક નારી ના જીવનનો સૌથી પહેલો પ્રેમ તેના પિતા જ હોય છે. ત્યારે જ તો તે પોતાના જીવનસાથી માં પણ પોતાના પિતાની છબી ને શોધે છે.

6. પ્રેમ અને ઈજ્જત:જે પ્રેમ અને ઈજ્જત એક દીકરી ને પોતાના પિતાથી મળે છે તેને તમે કોઈપણ રીતે તુલના ન થઇ શકે. બાપ-દીકરી નો સંબંધ એ વાતની મિસાલ છે કે સમાજમાં દરેક બાળકી કે મહિલાની સાથે વ્યક્તિ એ કેવા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ. તેઓની સાથે હંમેશા પ્રેમ અને ઈજ્જત થી જ વર્તવવું જ જોઈએ.

7. જીવવાની કળા:

એક દીકરી માટે તેના પિતા સૌથી મોટા શિક્ષક હોય છે. એક પિતા જ પોતાની દીકરી ને શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે બધું શીખવે છે.

8. ગુસ્સો નહિ:

એક પિતા પોતાની દીકરી ની આંખો માં આંસુ ક્યારેય પણ નથી જોઈ શકતા. તે હંમેશા પોતાની દીકરી ને પ્રેમ થી સમજાવવાની કોશિશ કરે છે ના કે વાત વાત પર ગુસ્સો કરે છે.

9. પોતાની દીકરી માટે જીવવું:પિતા પોતાની દીકરી માટે જ જીવતા હોય છે, એ જાણે છે કે તેની દીકરી મોટી થઈને લગ્ન કરીને પોતાના પતિના ઘરે ચાલી જશે. તે પોતાની દીકરી ને ભણાવા થી લઈને તેનું કેરિયર બનાવા સુધીની પુરી કોશિશ કરે છે.

10. ખુલ્લા દિલ થી અપનાવવી:

જીવન સમસ્યાઓ થી ભરેલું છે. લાખો સમસ્યાઓ ને સહન કર્યા પછી એક દીકરી હંમેશા આ વાત જાણે છે કે તેના પિતા તેને ખુલ્લા દિલની સાથે અપનાવવા માટે તૈયાર થઇ જાશે કેમ કે પપ્પા તો આખરે પપ્પા જ હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here