જયારે નીતા અંબાણીને પડે છે સ્ટ્રેસ તો અપનાવે છે આ ઉપાય…એટલી બધી બીઝી લાઇફમાં કઈ રીતે Stress દુર કરે છે? જાણવા જેવું

0

બોલીવુડ હોય કે ક્રિકેટ, દેશના સૌથી અમીર બીઝનેસમેન મુકેશ અંબાણીની પત્નીએ લગભગ દરેક જગ્યાએ પોતાની દમદાર ઉપસ્થિતિ દર્જ કરેલી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ડાયરેક્ટરથી લઈને આઇપિએલની ટીમ મુંબઈ ઈન્ડીયની માલકિન સુધી, નીતા અંબાણીનું નામ ખુબ પ્રચલિત છે. આજે દેશની જાણીતી બીઝનેસ વુમેન નીતા અંબાણીનો જન્મદિવસ છે. 1963 માં જન્મેલી નીતા અંબાણી આજે દેશની સૌથી ધનિક મહિલાઓ માની એક છે. મિડલ ક્લાસ પરિવારથી તાલ્લુક રાખનારી નીતા અંબાણી હંમેશાથી ક્લાસિકલ ડાંસર બનવા માંગતી હતી.

આજે નીતાનો 55 મો જન્મ દિવસ છે, અમે અહી નીતા અંબાણીના અમુક અંગત જીવન વિશેની વાતો કહેવા જઈ રહ્યા છીએ. નીતા અંબાણીનું માનવું છે કે ડાંસ થી જીવનનો કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ દુર કરી શકાય છે. માટે નીતા રોજ સવારે ઉઠીને ડાંસ કરવાનું પસંદ કરે છે.

નીતા અંબાણીને પહેલેથીજ ટીચર બનવાનો શોખ હતો. તેને બાળકોને ભણાવવું અને માર્ગદર્શન આપવું ખુબ પસંદ છે. માટે તે પોતાના આ શોખ ને પૂરો કરવા તે લગ્ન પછી પણ ટીચરની નોકરી કરતી હતી જ્યાં તેનો પગાર હતો માત્ર 800 રૂપિયા. ત્યાર બાદ નીતાએ પોતાના સસરા ની સ્કુલ ‘ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’ માં મેનેજમેન્ટનું કામ કરતી હતી. જણાવી દઈએ કે બોલીવુડ નાં જાણીતા સ્ટાર્સ શાહરૂખ, આમીર ખાન, સચિન તેંદુલકર, ઋત્વિક રોશન, શ્રી દેવી વગેરેના બાળકોએ આજ સ્કુલ માંથી અભ્યાસ પ્રાપ્ત કરેલો છે.

નીતા અંબાણીના ફોનથી લઈને તેની સાળીઓ સુધી, લગભગ દરેક વસ્તુ કીમતી અને લાજવાબ હોય છે. હાલમાં જ टाइम्‍स ऑफ इंडिया નાં એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે તે પોતાના સ્ટ્રેસને દુર કરવા માટે શું કરે છે. તો નીતા એ કહ્યું કે તે સ્ટ્રેસને દુર કરવા માટે સ્વીમીંગ, ડાન્સિંગ અને બાળકોની સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. ડાન્સિંગ નીતા માટે એક મેડીટેશન જેવું જ છે. જે તેનું ભગવાન સાથે સીધુજ કનેક્શન છે. સાથે જ તે કહે છે કે દરેક મહિલા પાસે એવું કાઈક હોવું જોઈએ કે તે પોતાની સાથે સમય વિતાવી શકે.

જણાવી દઈએ કે પહેલી નજરમાં જોતાજ મુકેશ અંબાણીને નીતા સાથે પ્રેમ થઈ ગયો હતો. સાથે જ રસ્તા પર ટ્રાફિકની વચ્ચે ગાડી રોકીને તેમણે નીતાને પ્રપોઝ કર્યો હતો. સાથે જ તેમણે નીતા સાથે મુંબઈની ગલીઓમાં પબ્લિક બસના પણ ચક્કર કાપ્યા હતા.

નીતા અંબાણી ગયેલા વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલોમ્પિક સમિતિ ની પહેલી ભારતીય મહિલા સદસ્ય બની હતી. પોતાની પસંદગી થયા બાદ નીતા અંબાણીએ પોતાના બયાનમાં કહ્યું કે,આઈઓસી દ્વારા પસંદ કરવાથી તે વાસ્તવમાં ખુબ અભિભૂત છે. તે વિશ્વ સ્તર પર ભારતના વિકાસ થવાની ઓળખ છે. જે ભારતીય મહિલાઓની ઓળખ છે.

તમને જણાવી દઈએ કે ગયેલા વર્ષે રિલાયન્સ ફાઊંડેશનની પ્રમુખ નીતા અંબાણીને ફોર્બ્સ એશિયાની સૌથી શક્તિશાળી મહિલા ઘોષિત કરવામાં આવી હતી. નીતા આ ક્ષેત્રની 50 પ્રમુખ ઉદ્યમિયોની સૂચીમાં ટોપ પર રહી ચુકેલી છે.

એક સામન્ય વ્યક્તિ ની ઝીંદગી

નીતા પોતાના બાળકો અનંત, આકાશ અને ઇશા ને લક્ઝરી કાર નાં બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ માં સ્કુલ મોકલતી હતી. જેને લીધે તેઓ એક સામન્ય વ્યક્તિ નાં જીવન માં આવતી પરેશાનીયો ને સમજી શકે.
ખુબજ ઓછી પોકેટમની

2011 માં થયેલા એક ઇન્ટરવ્યુ નિમિતે નીતા અંબાણી એ જણાવ્યું હતું કે, ‘ સ્કુલ જવાના સમયે તે  પોતાના બાળકો ને માત્ર 5-5 રૂપિયા જ પોકેટમની આપતી હતી, જેથી તેઓ પૈસા નું મહત્વ સમજી શકે અને લોકો નું સન્માન કરે’.
પણ પછી એક દિવસ..

10 રૂપિયા ની માંગ

એક દિવસ જ્યારે ત્રણે બાળકો સ્કુલ જાવા માટે રેડી થયા ત્યારે મોટા દીકરા અનંત નીતા પાસે આવ્યો અને 10 રૂપિયા  ની માંગ કરી. નીતા એ જ્યારે પૂછ્યું કે કેમ વધારે પૈસા ની માંગ કરે છે?
તો અનંતે કહ્યું કે..

મિત્રો મજાક ઉડાવે છે

10 રૂપિયા ની માંગ પર અનંતે કહ્યું કે,’મારા મિત્રો પોકેટ ખર્ચ માટે હાથ માં માત્ર 5 રૂપિયા જોઈને મજાક ઉડાવે છે. જ્યારે હું 5 રૂપિયા લઈને કાઈ પણ લેવા જાવ છું તો બીજા કહે છે કે તું અંબાણી છે કે ભિખારી’.

દીકરીમાં માના સંસ્કાર

અમે પહેલાજ બતાવી દીધું છે કે નીતા એક સામન્ય વર્ગ ની ફેમીલી ને તાલ્લુક રાખે છે. તેની ફેમીલી ખુબજ અનુંશાશીત હતી. તેને બહાર જવાની પરવાનગી પણ ખુબજ ઓછી મળતી હતી. તેવી જ રીતે તે તેની ફેમીલી માં પણ આ અનુશાશન રાખવા માંગે છે.


ટીચર બનવાનું સપનું

લગ્ન પહેલા નીતા ટીચર બનવાના સપના જોઈ રહી હતી. પણ પછી તેના લગ્ન મુકેશ અંબાણી સાથે થઈ ગયા. તેના પર અંબાણી પરિવાર ની જવાબદારીઓ આવી ગઈ હતી.
મૈડમ નહી ભાભી

નીતા અંબાણી પણ જમીન થી જોડાયેલી વ્યક્તિ છે. તેનો અંદાજો આ વાત થી લગાવી શકાય છે કે તેના ઘર માં કામ કરવા વાળા સદસ્ય તેને મેડમ કે મીસીસ અંબાણી નહી પરંતુ ભાભી કહીને બોલાવે છે કેમ કે નીતા અંબાણીને ભાભી શબ્દ સાંભળવો ખુબ જ પસંદ હતો.

તો જોયું તમે, દેશ ના સૌથી ધનિક પરિવાર પોતાના સંસ્કારો ને બનાવી રાખવા માટે કેવી રીતે એક સામાન્ય લોકો ની જેમ જીવન જીવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!