જ્યારે દયાભાભીએ જેઠાલાલની નાક પર માર્યું હતું વેલણ, જાણો દિશા વકાણી સાથે જોડાયેલી 6 દિલચસ્પ વાતો જે કોઈને નથી ખબર….

0

‘TMKOC’ ની એક્ટ્રેસ દિશા વક્કાણી સાથે જોડાયેલી ખબર આવી રહી છે કે તે આ શો છોડી પણ શકે છે. દયાભાભીનો કિરદાર નિભાવી રહેલી દિશા દેશભરમાં પોપ્યુલર બની ગઈ છે. દયાની હસી, બોલવાની સ્ટાઈલ જેવી ઘણી વાતો છે, જેને દયાને ખુબ જ પોપ્યુલારીટી દેખાડી છે. આ સીરીયલ 2008 થી ટેલીવિજન પર આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં આ શો 2400 થી વધુ એપિસોડ ટેલીકાસ્ટ કરી ચુક્યા છે. આગળના અમુક મહિનાઓથી દયાભાભી આ શો માં નજરમાં આવતી ન હતી. પહેલા પ્રેગનેન્સી અને બાદમાં દીકરીની પરવરીશને લીધે તે પોતાની લાઇફમાં બીઝી રહેવા લાગી હતી, માટે તેણે આ શો થી દુરી બનાવી લીધી હતી. ચાલો તો આજે દિશાની લાઈફ સાથે જોડાયેલી એવી 6 વાતો પર નજર નાખીએ.

1. બાળપણથી રંગમંચ સાથે જુડાવ:
દિશાનો જન્મ ગુજરાતના અમદાવાદમાં એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા ભીમ વકાણી રંગમંચ પર પોતાનો જૌહર દેખાડતા તો દીકરી પિતાના રંગમંચીય કૌશલ પર નજદીકી નજર રાખતી હતી. મોટા થતા થતા તેને લાગવા લાગ્યું હતું કે તેના પિતા નાટકોમાં હિરોઈનોને લઈને ખુબ જ પરેશાન રહેતા હતા કેમ કે તે સમયમાં ગુજરાતી યુવતીઓને નાટકોમાં હિસ્સો લેવાનું ચલણ ન હતું, એવામાં યુવકો ને યુવતીઓ બનાવવી પડતી હતી. ત્યારે દિશા એ વિચારી લીધું કે તે પોતાના પિતાના નાટકોમાં હિરોઈન બનશે.
2. ફિલ્મોમાં પણ નિભાવ્યા નાના કીરદારો:

દિશાનો જન્મ અને પાલન-પોષણ અમદાવાદમાં થયું હતું તો તેને ગુજરાતી મધ્યમવર્ગીય મહિલાઓ વાળા સંસ્કાર પહેલાથી જ જાણ હતા. ઘરમાં રંગમંચનો માહોલ મળ્યો તો પોતાના પિતા અને ભાઈની સાથે ઘણા નાટકોમાં પણ હિસ્સો લેતી હતી. પિતા થીએટર સાથે જોડાયેલા હતા તો ભાઈ ડાયરેકટર હતા. તેઓનો સંઘર્સ 1997 થી શરુ થયો હતો અને તે સૌથી પહેલા ‘कमसिन : द अनटच्ड (1997)’ ફિલ્મમાં નજરમાં આવી હતી. તેના બાદ તેણે ‘ફૂલ ઔર આગ'(1999), ‘દેવદાસ'(2002), ‘મંગલ પાંડે:દ રાઈઝીંગ(2005) અને ‘જોધા અકબર'(2008) જેવી ફિલ્મોમાં નાના-મોટા રોલ કરતી નજરમાં આવી હતી. પણ તેની કિસ્મતને તો કઈક બીજું જ મંજુર હતું.

3. આવી રીતે મળી ‘તારક મેહતા’ માં એન્ટ્રી:

એક દિવસ તેની સહેલીએ તેને જણાવ્યું કે નીલા ફિલ્મસ ‘TMKOC’ માટે ઓડીશન લઇ રહી છે. દિશા તરત જ ત્યાં પહોંચી ગઈ અને ઓડીશન આપ્યું. જો કે તે એટલું આસાન ન હતું. સીરીયલના પ્રોડ્યુસર અસિત મોદીએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, ”આ શો માટે ઘણા લોકોએ ઓડીશન આપ્યું હતું પણ મને લાગ્યું કે દિશા આ કિરદાર ખુબ સારી રીતે નિભાવી શકશે. ખાસ વાત એ છે કે દિશાએ દયાભાભીનો તે અવાજ નીકાળ્યો અને તે હસી તો તેજ સમયે હું પૂરી રીતે ઈમ્પ્રેસ થઇ ગયો હતો”.અસિત મોદી તેના બોલવાની અને હસવાના અંદાજ પર ઈમ્પ્રેસ થઇ ગયા હતા.

4. જ્યારે જેઠાલાલની નાક પર પડ્યું વેલણ:

તમને એ જાણીને ખુબ જ હેરાની લાગશે કે દિશાને સેટ પર ખુબ જ ભયંકર અને ખતરનાક કલાકાર માનવામાં આવે છે કેમ કે જ્યારે પણ તે કઈક એક્શન કરે છે ત્યારે કઈક ને કઈક ભયંકર ઘટના બનતી રહે છે. જેમ કે એક મૌકા પર પોતાની બાલકનીની છત પર ઉભેલી હોય છે અને જેઠાલાલ નીચે ઉભેલા હોય છે ત્યારે તેને એક્શન બોલવા પર વેલણ ફેંકવાનું હોય છે. જેવું જ એક્શન બોલાયું ને તેણે વેલણ ફેંક્યું તો તે જેઠાલાલના નાક પાસેથી પસાર થયું અને જેઠાલાલ બાલ બાલ બચી ગયા. તેના બાદ તેને આવા એક્શન સીન્સ ખુબ ઓછા આપવામાં આવ્યા હતા.

5. સંજીદા અને સાદગીથી ભરેલું જીવન:

અસલમાં સ્ક્રીન પર જેટલી હસમુખ કે લોકો સાથે તરત જ ભળી જતી દયાભાભી જેવી નજરમાં આવે છે, અસલ લાઈફમાં તે એકદમ જ અલગ છે. તે ખુબ જ શાંત અને સાદગીથી વાત કરે છે. જેમાં એક સાદગી હોય છે અને હસી તો બિલકુલ પણ નહિ. આગળના 10 વર્ષોમાં મળેલી કામીયાબીને દયાએ પોતાના મસ્તક પર ચઢવા ન દીધી, અને સાથે જ તે ખુદ કહેતી હોય છે કે ઇન્સાન ગમે તેટલો પણ મોટો કેમ ન થી જાય પણ તેની ભૂખ તો દાળ-રોટી થી જ સંતોષાય છે.

6. હેલ્ધી ભોજન અને યોગ:

હંમેશા જેઠાલાલ માટે જાત-ભાતના ગુજરાતી ભોજન બનાવનારી દયા પોતાની અસલ લાઈફમાં હેલ્દી ફૂડ ખાવાનું પસંદ કરે છે. સાથે જ આગળના 10 વર્ષોમાં તેના લુકમાં જરા પણ બદલાવ નથી આવ્યો. તે યોગા કરવામાં વિશ્વાસ રાખે છે અને ફ્રુટ્સ અને મેવા ખુબ જ ખાય છે. કિતાબો વાંચવી તેનો શોખ છે અને ફુરસતનો સમય મળવા પર તે ફિલ્મો પણ જોવે છે.

લેખન સંકલન:  કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.