જોની લીવરની દીકરી છે ખુબ જ બોલ્ડ, ચાલી રહી છે પોતાના પાપાના કદમ પર, હાલ કરી રહી છે આવું કામ…..

0

બોલીવુડમાં તે સામાન્ય છે કે કોઈ હીરોનો દીકરો હીરો કે કોઈ હિરોઈનની દીકરી હિરોઈન હોય. જો કે આ વાત એક સામાન્ય છે, પણ કોઈ કોમેડિયનનાં છોકરાઓ પણ કોમેડિયન જ હોય તેવું વિચારવું ખોટું સાબિત થઇ શકે છે. અભિનય લગાતાર રીટેકો બાદ સ્ક્રીન પર થોડા-ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે, પણ કોમેડી તેટલી સહજ નથી. તેને જ ચેલેન્જના રૂપમાં લીધી છે જોની લીવરની દીકરીએ.

જૈમી લીવર ફેમસ કોમેડીયન જોની લીવરની દીકરી છે.

બોલ્ડ અને સુંદર હોવા છતાં તેણે કોમેડીની રાહ અપનાવી હતી, જો કે તે હિરોઈનના રૂપમાં પણ બોલીવુડમાં પોતાની કીસ્મત અજમાવી શકતી હતી. તેમણે પોતાના ઈન્ટરેસ્ટને ફોલો કર્યું અને કોમેડીને જ કેરિયર તરીકે પસંદ કર્યું. જૈમીએ પોતાનો અભ્યાસ લંડન માંથી પૂર્ણ કર્યો હતો, તેમણે માર્કેટિંગ કોમ્યુનીકેશન થી માસ્ટર ડીગ્રી હાંસિલ કરી હતી. વર્ષ 2012 માં જૈમીએ મુંબઈના ‘દ કોમેડી સ્ટોર’ માં પહેલી વાર પરફોર્મ કર્યું હતું. વર્ષ 2015 માં આવેલી કપિલ શર્માની ફિલ્મ ‘કિસ-કિસ કો પ્યાર કરું’ માં જૈમી જોવા મળી હતી.

ઘણા ટીવી કાર્યક્રમોનાં માધ્યમથી તેમણે પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું અને કોમેડી કિંગ પિતાથી કઈ કમ નથી. જો કે જૈમી પોતાના પિતાને જ પોતાના આદર્શ માને છે. ફિલ્મ ‘બાજીગર’ નો ડાઈલોગ ‘અનારકલી કા ફોન થા, આઇસક્રીમ ખાના જરૂરી હે’ જૈમીનો મનપસંદ ડાઈલોગ છે.

પિતા સાથે તુલના તો થઇ જ જતી હોય છે પણ અમે તે શુભકામના આપીએ છીએ કે તે પોતાના પિતા કરતા પણ આગળ નીકળે અન મનોરંજન જગતમાં સ્થાપિત થઇ શકે.

જૈમી ઇનસ્ટાગ્રામ પર પણ ખુબ એક્ટીવ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!