જો તમને પણ છે આવી 8 આદતો તો માતા લક્ષ્મીને તમે ક્યારેય પ્રસન્ન નહિ કરી શકો, વાંચો અને સુધારો તમારી આદત…

0

હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સાચા મનથી માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા અર્ચના કરે છે તો તે વ્યક્તિ પર ધનની વર્ષા થતી હોય છે. માતા લક્ષ્મીના નામના જાપ કરવાથી જે તે વ્યક્તિની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ સિવાય પુરાણોમાં પણ એવા અનેક ઉપાય બતાવ્યા છે જેમાં તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાની અનેક રીત જણાવી હશે. ઘણી વાર વ્યક્તિ એ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા જતા માતાને દુખ પહોચાડતા હોય છે. આમ થવાથી તે વ્યક્તિ પર માતા નિરાશ થઇ જાય છે. એટલું જ નહિ તમારી નાની નાની ભૂલોની સજા તમારા સંતાનો અને પરિવારને પણ ભોગવવી પડતી હોય છે. આજે અમે તમને એ આઠ આદતો જણાવીશું જે તમને માતા લક્ષ્મીથી દુર લઇ જાય છે અને તમને આર્થિક તકલીફ પડતી હોય છે. એટલે જો તમને પણ આવી આદત હોય તો આજે જ બદલી દો એ આદતને.

૧. તમે ઘણીવાર લોકોને જોયા હશે ક્યારેક તેમના ઘરમાં કોઈપણ પૂજા હોય કે પછી મંદિરની સાફ સફાઈ કરવાની હોય તેઓ ભગવાનના ફોટો અને મૂર્તિઓ એ જમીન પર મૂકી દેતા હોય છે. આમ તો ધરતી પવિત્ર માનવામાં આવે છે આમ છતાં પણ ભગવાનના ફોટો અને તેમની મૂર્તિઓને ડાયરેક્ટ જમીન પર મુકવા જોઈએ નહિ. જો તમારે જમીન પર મુકવા જ છે તો પહેલા જમીન પર સ્વચ્છ કપડું પાથરો અને પછી તેની પર ભગવાનના ફોટો અને મૂર્તિઓ મુકો. એટલે સુધી કે તમારે પૂજાની સામગ્રીને પણ જમીન પર ના મુકતા કોઈ થાળી કે કપડા પર મુકવી જોઈએ.

૨. ડૂબતો સુરજ અને ચંદ્ર જોવો એ અશુભ મનાય છે. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં અનેક તકલીફો આવે છે. જો તમે સૂર્યાસ્તના દર્શન કરો છો તો તમારી પડતી શરુ થશે અને તમારું સ્વાસ્થ્ય પણ ઉતારચઢાવ ભરેલું રહેશે.

૩. કાંસાની થાળીમાં જમવું એ સ્વાસ્થ્ય માટે સારું મનાય છે પણ જો તમે રવિવારે પણ કાંસાની થાળીમાં ભોજન કરો છો તો હવે એવું ક્યારેય ના કરતા. રવિવારે કાંસાની થાળીમાં ભોજન કરવાથી વ્યક્તિના ઘર અને પરિવારની ઉન્નતીમાં ઘટાડો થાય છે.

૪. જયારે પણ ક્યાંક બહારથી આવો તો પહેલા તમારા હાથ અને પગ ધોવાની આદત રાખો, આમ કરવાથી બહારથી તમારી સાથે આવેલ નેગેટીવ એનર્જી એ નષ્ટ થઇ જશે અને ખરાબ ઉર્જા એ તમારા ઘરમાં પ્રવેશ કરી શકશે નહિ.

૫. શારીરિક સંબંધ બાંધવો એ લગભગ બધાની જરૂરત હોય છે પણ સવારના સમયે અને દિવસ દરમિયાન ક્યારેય સેક્સ ના કરવું જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી થઇ જાય છે નારાજ. તમને પૈસાની પણ તંગી થઇ શકે છે.

૬. ઘણા એવા યુવકો હોય છે જેમને યુવતીઓને જોવી ગમતી હોય છે. પણ તમને જણાવી દઈએ કે આમ પરસ્ત્રી પર નજર રાખવી એ બહુ ખરાબ આદત છે. શાસ્ત્રોમાં આવા વ્યક્તિને રાક્ષસ ગણવામાં આવે છે અને તેમની પર ક્યારેય માતા લક્ષ્મી પ્રસન્ન થતા નથી.

૭. દિકરીઓ અને વહુઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે પણ જે ઘરમાં સ્ત્રી ઝઘડા કરાવતી હોય કે પછી અશાંતિ ફેલાવતી હોય એ ઘરમાં દરિદ્રતા વાસ કરે છે તેમને પૈસાની પણ તંગી થાય છે.

૮. ઘરમાં કે બહાર જ્યાં પણ કોઈ ઉમરલાયક વ્યક્તિ હોય તેમનું માન અને સન્માન જાળવવું જોઈએ. જે ઘરમાં મહિલાઓ ની નિંદા અને પીઠ પાછળ વાતો થતી હોય છે એ ઘરમાં માતા લક્ષ્મી એ ધનની વર્ષા ક્યારેય નથી કરતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here