જો તમારા શરીરમાં છે આ વિટામીનની કમી તો થઇ શકે છે તમારું મૃત્યુ, વાંચો અને થઇ જાવ સાવધાન

0

આજે અમે તમારા રેગ્યુલર જીવનની અમુક એવી તકલીફો જણાવીશું અને તે બધાની પાછળ ફક્ત એકજ કારણ છે આવો પહેલા તમારા શરીરમાં થતા ફેરફાર અને તકલીફો જોઈ લઈએ. જો તમને ઠંડી લાગે છે એ પણ વગર સીઝનની, શરીર ઠંડુ પડી જવું, હાથ અને પગમાં ધ્રુજારી થવી.સાંધાઓમાં દુખાવો થવો, ધબકારા વધી જવા, વારંવાર ઝાડા થઇ જવા કે પછી કબજિયાત થઇ જવી, કારણ વગર નબળાઈ આવી જવી, વજન ઘટવા લાગે, ચાલવામાં તકલીફ થવી, વગર કારણે થાક લાગવો. જો તમારા શરીરમાં અવારનવાર આવી તકલીફ થતી હોય તો તમારે સાવધાન થઇ જવાની જરૂરત છે. તમારા શરીરમાં આ બધા કારણો જોવા મળે તો તમારા શરીરમાં વિટામીન બી ૧૨ની કમી હોઈ શકે છે.જયારે શરીરમાં બી ૧૨ ની કમી થાય છે ત્યારે તમારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે.

આ વિટામીન છે બહુ જરૂરી : શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવાનું કામ એ આ વિટામીન B૧૨ કરે છે. શરીરમાં લાલ રક્તની કોશિકાઓ બનાવવાનું મહત્વનું કામ એ વિટામીન B12 કરે છે. આ મગજ અને નસોનું કામ, કોશિકાઓમાં જોવા મળતું જીન ડીએનએ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આ વિટામીન એ શરીરમાં અલગ અલગ ભાગમાં પ્રોટીન બનાવવાનું કામ પણ કરે છે. સાથે સાથે એ શરીરના દરેક ભાગમાં પ્રોટીન પહોચાડવાનું કામ પણ કરે છે. વિટામીન B12 એ જન્મ સંબંધિત વિકૃતિઓના વિકાસને રોકવામાં મદદ કરે છે એટલા માટે જે મહિલા ગર્ભ ધારણ કરવાનું વિચારે છે તેમનામાં આ વિટામીનનું પ્રમાણ ચેક કરાવી લેવું જોઈએ.

નીરોગી જીવનની ચાવી : B12 એ વિટામીન’ના લીસ્ટમાં ભલે સૌથી છેલ્લે હોય પણ નીરોગી જીવન જીવવા માંગતા મિત્રો માટે આ એક બહુ મહત્વનું વિટામીન છે. પણ ઘણા એવા લોકો હશે જે આ વિષે જાણતા નહિ હોય કે ના તો તે લોકો તેમાં સંતુલન રાખી શકે છે. એક સાચી વાત તો એ છે કે વિટામીન B12 એ ઘાતક એનીમિયાના સ્ત્રોત, તેના કારણો અને ઈલાજ શોધવા દરમિયાન મળી આવ્યું હતું.

એક ખાસ વાત એ છે કે આ વિટામીન સાથે ભળીને કામ કરતુ એક અવશોષણ જે નાના આતરડાના અંતમાં આવેલ દીવાલની કોશિકાઓ દ્વારા છોડવામાં આવતા જૈવ રસાયણિક અણુથી થાય છે. જો આ જૈવ રસાયણિક કમી હોય તો પછી તમે ભોજનમાં ગમે એટલું B12 લેશો તો પણ તેની કોઈ અસર થશે નહિ. આ પ્રકાર, કોબાલ્ટ ધાતુ/ ખનીજ ની અનુપસ્થિતિમાં B12 નું નિર્માણ શક્ય નથી.

આટલું ધ્યાનમાં હોવું જોઈએ : તમે આજે એ પણ જાણી લો કે શરીરને રોજ ૨.૪ માઈક્રોગ્રામ વિટામીન B12ની જરૂરત હોય છે અને આપણું શરીર એ આની વધારે માત્રા એકઠી કરીને તેની જરૂરત પ્રમાણે ઉપયોગ કરી શકે છે. નવા આપૂર્તિ વગર આપણું શરીર એ B12ને ૩૦ વર્ષો સુધી સુરક્ષિત રાખી શકે છે. બીજા વિટામીન કરતા આ વિપરીત છે આ વિટામીન એ આપણા શરીરમાં માંસપેસીઓમાં અને શરીરના બીજા અંગોમાં યકૃત માં સમાઈને રહે છે.

કેમ હોય છે કમી B12ની : તમને જણાવી દઈએ કે B12 ની કમી એ વધારે એ લોકોમાં જોવા મળે છે જેમનામાં અવશોષણની કમી હોય. કેમકે ૪૦ વર્ષની ઉંમર પાર કરી ગયેલ વ્યક્તિમાં અવશોષણની ક્ષમતા એ ધીરે ધીરે ઘટતી રહે છે. ઘણી બધી એવી દવાઓ છે જેનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે તો વિટામીન B12ની અવશોષણની ક્ષમતા હંમેશના માટે જતી રહે છે. આના સિવાય જયારે ભોજનમાં નિયમિત સ્વરૂપે B12ની માત્રા વધારે લેવામાં આવે ત્યારે પણ આપણું શરીર એ તેનો સંગ્રહ કરવાનું ઓછું કરી નાખે છે. આમ તો બીજા ઘણા કારણોને લીધે B12ની કમી થતી હોય છે. રોજીંદા જીવનની અમુક આદતોના લીધે અને જૈવ રસાયણિક કમીના લીધે આ સમસ્યા સર્જાય છે. હમણાં થયેલા રીસર્ચનું માનીએ તો આપણા દેશમાં ૬૦ થી ૭૦ ટકા જનસંખ્યા અને શહેરી માધ્યમ વર્ગના લગભગ ૮૦ ટકા લોકો વિટામીન B12ની કમીથી પીડાઈ રહ્યા છે.

ફક્ત માંસાહાર એક જ ઉપાય એવું નથી : એવું નથી કે ફક્ત માંસાહાર કરવાથી જ આ કમીને દુર કરી શકાય. માસના અમુક ભાગમાં આ વધુ પ્રમાણમાં જોવા મળે છે પણ તે જે ભાગમાં હોય છે એ ભાગ એ માંસાહારી લોકો પણ ખાવાના ઉપયોગમાં લેતા નથી. એટલા માટે જ શાકાહારી લોકોએ ફણગાવેલ કઠોળ, દૂધમાંથી બનેલ વસ્તુઓ, પનીર, માવો, માખણ, શીખંડ, સોયા મિલ્ક વગેરે વસ્તુની સાથે સાથે જમીનની અંદર ઉગવા વાળું શાકભાજી જેમ કે બટેકા, ગાજર, મૂળા, શક્કરીયા વગેરેનો ઉપયોગ પણ કરી શકો. તમે ઈચ્છો તો યીસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ રોટલી કે બ્રેડનો પણ ઉપયોગ કરી શકો.

થોડા સાઈડ ઈફેક્ટ : જ્યાં આ વિટામીન B12ના ફાયદા છે ત્યાં આના થોડા ગેરફાયદા પણ છે. આ વિટામીન એ ચહેરા પરના બેક્તીરીયાને પણ ઉત્તેજિત કરતા હોય છે એટલે આનાથી મોઢા પર ખીલ થવાની શક્યતાઓ રહેલી છે. આ સેમ પ્રોબ્લેમ એ વિટામીન B12ની દવા ગળતા લોકો સાથે પણ થઇ શકે છે.

હમણાં થોડા સમય પહેલા જ એમઆઈટીના વૈજ્ઞાનિકોએ વિટામીન B12 નું એક નવું રૂપ શોધ્યું હતું. આ જીન રેગ્યુલેશન સાથે સાથે શરીરની નેચરલ લાઈટ સ્વિચના સ્વરૂપમાં પણ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિટામીન એ આપણા શરીરના તંત્રની રોશની મહેસુસ કરવાનું અને તેને જાગૃત બનાવવાનું કામ કરે છે એમના માટે ખાવા પીવાનું વિટામીન B12 જ છે, એટલું જ નહિ લાઈટ સેસિંગ પ્રોટીન જીન્સને નિયંત્રિત કરવાનું કામ કરે છે. વિટામીન B12 સિવાય એ શક્ય નથી.

શોધકર્તાઓનું કહેવું છે કે પ્રકૃતિએ શરીરને સંપૂર્ણતા આપવા માટે ફક્ત વિટામીનની કમી તો પૂરી કરી જ છે સાથે સાથે તેને શરીરમાં કેવીરીતે પહોચાડવું તેનું પણ બરોબર ધ્યાન આપ્યું છે. બીજી એક ખાસ વાત તો એ છે કે અંધારામાં માઈક્રોબ્સના ફોટો એ રીસેપ્ટર ડીએનએને ચોંટી જાય છે અને થર્મસ થાર્મોફીલ્સ જીન્સની ગતિવિધિઓ જોડાઈને રાખે છે પણ જયારે સૂર્યનો પ્રકાશ જયારે તેની પડે છે ત્યારે ફોટો રીસેપ્ટ એ તેનાથી દુર થઇ જાય છે અને બેક્ટેરિયા એ વું નિર્માણ કરે છે જેનાથી એન્જામ બનવાની શરૂઆત કરી દે છે. આના લીધે જયારે સૂર્યપ્રકાશના કારણે ડીએનએની રક્ષા થાય છે. બસ તો પછી આ બધી વાત પરથી તો આપણે જાણી જ ગયા છીએ કે વિટામીન B12 એ કેટલું મહત્વનું છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here