જય શ્રી સિકોતર માં… લીલું રબારણની વાત.. એક વાર તો જરૂર વાંચો

જય શ્રી સિકોતર માં… (લીલું રબારણની વાત..)
આ વાત ત્યારની જ્યારે મારવા પંથકમાં સાત વર્ષનો દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળ ઉતારવા માટે મારવાના રબારીઓ પોતાની ગાયો – ભેંસો લઇને અલગ અલગ જગ્યાએ વહેચાઇ ગયા. જેમાં થોડા ઘણા રબારી વાયના – વટામણા નામના ગામમાં આવ્યા. વાયના – વટામણા ગામમાં આવીને આ રબારીઓએ ગામના સીમાડે પડાવ નાખ્યો. આ રબારીના ટોળામાં એક મેરીયા નામનો રબારી હતો. અને તેની પત્નીનું નામ લીલું રબારણ હતું. આ રબારીઓએ ગામના સીમાડે જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં એક સિકોતર માતાનું જૂનું મંદિર હતું. આ મેરીયાની બૈરી લાલું રબારણ રોજ આ સિકોતર માતાના મંદિરે જઇને આ મંદિરને સાવરણેથી વારી- ધોઇને ચોખ્ખું રાખેતી. અને લીલું રબારણને માતા સિકોતરની ભકિતનો રંગ લાગ્યો. આમ બે- ત્રણ મહિનાનો સમય થયો.

 એક દિવસ આ લીલું રબારણ માતા સિકોતરના મંદિર સામે ઉભી રહીને બોલી કે, હે મા સિકોતર જો મેર આવે તો મને લીલુંને દર્શન આપતી જાજે. આમ વધુ એક મહિનો થયો પણ સિકોતરને આ લીલું રબારણને દર્શન ના આપ્યા. એટલે લીલુંએ સિકોતરની માનતા માની કે, જ્યાં સુધી સિકોતરનો સવારમાં ચોખ્ખા ઘીનો દીવો ના કરૂં ત્યાં સુધી અન્નનો દાણો નહીં નાખું. એટલે આ બાજુ સિકોતર માતાએ આ લીલું પારખું લેવાનો વિચાર કર્યો.
બે દિવસ આ લીલુંએ રોજ સવારે ચોખ્ખા ધીનો દીવો કર્યો પરંતુ ત્રીજા દિવસે ઘરમાં પૈસા અને ઘી બન્ને ખુટ્યું. હવે પૈસા વગર લીલું ઘી કેવી રીતે લાવે. એટલે આ લીલું રબારણે એક દિવસ અનાજ ના કાધું, બીજા દિવસે અનાજ ના કાધું અને ત્રીજા દિવસે સિકોતરને થયું કે, લાવને હજુ થોડી વધારે કસોટી કરી લઉ. એટલે આ લીલુ ત્રીજા દિવસે સિકોતરના મંદિરે સાવેણો લઇને વાળવા આવી એટલે લીલું રબારણને સવા રૂપીયો જડ્યો. લીલુંએ તેના પતિ મેરીયાને કીધું કે, લો આ સવા રૂપીયો ગામમાં જઇને થોડું ઘી અને થોડું અનાજ લેતા આવો. આ મોરીયો સવા રૂપીયો લઇને ગામમાં ગયો એટલે મેરીયાને વિચાર આવ્યો કે, સિકોતર માતા ઘીના દીવા વગર રહી શકશે. પણ મારા છોકરાંને આજે ખવડાયા વગર આજે ચાલશે નહીં એટલે આ મેરીયો સવા રૂપીયાનું અનાજ લાવ્યો. પણ ઘી ના લાવ્યો. એટલે આ લીલું રબારણે સિકોતરનો દિવો ના કર્યો અને અનાજ કાધા વગર ચોથા દિવસે સાવેણો લઇને સિકોતરના મંદિરના મારગે પડી….

આ બાજુ મંદિરમાં સિકોતર માતાએ વિચાર કર્યો કે, હવે મારે મારી લીલું રબારણને રૂબરૂ મળવા જાઉ પડશે. અને સીંધના બેડાની સિકોતર સોળ સણગાર સજીને લીલું રબારણને ટહુકો કર્યો કે, મારી લીલું સાંભળોને હું તમારી સિકોતર આવી છું. સિકોતરે લીલુંને રૂબરૂ મળીને ચાર દિવસનો ઉપવાસ છોડાવ્યો અને મંદિરના ઓટલા ઉપર આ લીલું રબારણને સિકોતરે જમાડી અને કીધું કે, લીલું હું સિકોતર માતા બોલું છું, તમારે જે વચન માંગવું હોય તે માંગી લો. એટલે લીલું રબારણ બોલ્યાં કે, સિકોતર માતા તમારા દર્શન થઇ ગયા. મારે કાંઇ નથી જોઇતું. એટલે સિકોતરે માતા બોલ્યાં કે, લીલું તને એક માટીની ગાગર આપી અને કીધું કે, લીલું આ ગાગરની ઉપર એક કપડું બાંધજો અને રોજ સવારે મારૂં નામ લઇને આ ગાગર ખોલજો. જો દરરોજ આ ગાગરમાંથી સવા પાંચ સેર જાર ના કાઢું તો મારૂં સિકોતરનું વેણ છે. અને આ લાલું રબારણ સિકોતરની ગાગર લઇને તેના ઘરે આવી….

 જય શ્રી સિકોતર માં… (લીલું રબારણની વાત..) – 2
લીલું રબારણ સિકોતરે આપેલી ગાગર લઇને ઘરે જઇ. ઘરે જઇને આ ગાગર ઉપર કપડું બાંધી દીધું. બીજા દિવસે સિકોતરનું નામ લઇને આ ગાગર ઉપરથી કપડું ખોલ્યું તો અંદરથી સવા પાંચ સેર જાર નીકળી. અને પછી લીલુ રબારણના પતિ મેરીયા રબારીને પણ માતા સિકોતરની ભક્તીનો રંગ લાગ્યો. આમ કરતા કરતા કાઠું વરસ ઉતરી ગયું અને સારો વરસાદ પડ્યો. સારું વરસ આવ્યું એટલે આ લીલું રબારણે તેના પતિ મેરીયા રબારીને કીધું કે, આપણે સિકોતરને જમાડવી છે. એટલે મેરીયો રબારીએ બોલ્યો કે, સારૂં આપણે આ આસો મહિનાની નવરાત્રી આવે એટલે સિકોતરનો માંડવો નાખીને સિકોતરને જમાડીએ.
આસો મહીનાની નવરાત્રીના લાલું રબારણ અને મેરીયા રબારીએ સિકોતરના મંદિરે શેરડીઓ માંડવો નાખ્યો અને ગામો ગામના રબારીઓ તેડાવ્યા. અને સિકોતર મેરીયા રબારીને સોળે કળાએ ધુણવા ઉતરી. માંડવામાં ઢોલ- ડાકલાની બહબહાટી બોલે છે અને વાયના – વટામણા ગામના લોકો અને રબારીઓ સિકોતરના ગુણ ગાય છે. આમ કરતા કરતા નવરાત્રીનો છેલ્લો જાગરણનો દિવસ આવ્યો. આ ગામમાં એક બાબલો બારોટ રહેતો હતો. આ બાબલા બારોટે વિચાર કર્યો કે, લાવને આજે આ સિકોતરની મશ્કરી કરતો જાઉ. એટલે આ બાબલો બારોટ બૈરાંનો પોષાક પહેલીને સિકોતરના નવરંગા માંડવે આવ્યો.
બાબલો બારોટ માંડવામાં આવીને મેરીયાને કીધું કે, મેરીયા તારી સિકોતરને પૂછોને કે, મને લગ્નને 10 વરસ થઇ ગયાં છે પણ મારે કોઇ દિકરો કે દિકરી નથી. તમારી સિકોતરને પૂછોને મારી શેર માટીની ખોટ ભાગે. એટલે મારી સિકોતર તો આ બાબલેને જાણતી કે, આ કોઇ બૈરૂં નહીં પણ બાબલો છે. એટલે સિકોતર મેરીયાને ધુણવા આવી અને કીધું કે, બુન હું સિકોતર તને ઓળછું. તું જ્યાંથી આવી છે ત્યાં પાછી જતી રે. આ વાત તારી અને મારી વચ્ચે જ રહેશે. અને પછી મોડું થઇ જાશે તો આખું જગત જાણશે. પણ બાબલો બારોટ એકનો બે ના થયો અને બોલ્યો કે, સિકોતર તું સાચી હોય તો હું દિકરો કે દિકરી લીધા વગર ઘરે જવાની નથી.
પછી સિકોતર માતા ધુણતા ધુણતા બોલ્યાં કે, અલ્યા ગામો ગામના મહેમાનો, રબારીયો, પટેલો, દરબારો અને મારી પંચો….. આ બાબલો બારોટ મહિલાનો પોષાક પહેરીને મારા સિકોતરના મંદિરે મારી મશ્કરી કરવા આવ્યો છે. મારી નાતું હું સિકોતર આજ બારોટને વેણેય ના આપું કે, વધાવોય ના આપું. અને સીધે સીધો ધડાકો કરૂં તો હું સિકોતર કરૂં. અરે બાબલા બારોટ બૈરાને તો દિકરા થાય પણ તારા જેવા આદમીના પેટ જો નવ મહિને દિકરો આપું તો એમ માનજે કે, લીલું – મેરીયાની સિકોતરે આપ્યો તો. અને આ દિકરો મોટો થઇને મારા મેરીયા ભુવાનો રથ હાકશે. આવું વચન આપીને બાબલા બારોટને તગડી મુક્યો. અને બાબલા બારોટને નવ મહિને સિકોતરે દિકરો આપ્યો.
લીલું રબારણની ભોળી ભકિત માં સિકોતર બાપો બાપો…. જ્યારે જ્યારે સિકોતરના પારખા લેવાનો લોકોએ પ્રયાસ કર્યો છે ત્યારે ત્યારે સિકોતરે તેના સતના પારખા આપ્યા અને જેને જેને માતાજીની મશ્કરી કરી છે તેના ઘરે જઇને પૂછીયાવ જો….. (સમાપ્ત)

Source

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!