જરા ધ્યાન રાખો ! કડાઈમાં બચેલા તેલનો ઉપીયોગ એટલે કેન્સરને આમંત્રણ…માહિતી વાંચો આર્ટિકલમાં

0

ઘરમાં જો કોઈ તહેવાર હોય અને જ્યાંસુધી ગરમાગરમ પૂરી અને હલવાની મહેક ન આવે ત્યાં સુધી તો જાણે તહેવારનો અહેસાસ જ નથી થતો. આપણે ત્યાં વાર તહેવાર સમોસા, પૂરી, આલુનું સાગ અને પકોડાની મહેક આવવી જરૂરી છે. આપણી રસોઈમાં ખુબ જ ઓછા એવા ભારતીય વ્યંજન છે જેને તળ્યા વગર બનાવામાં આવતા હોય. તેલ આપણી રસોઈની સૌથી જરૂરી વસ્તુમાની એક છે. જો કે વધુ ઓઈલી ફૂડ ન ખાવું જોઈએ પણ તેનાથી પણ જરૂરી એક અન્ય ચીજ પણ છે.

આપણા માના ઘણા લોકો એવા છે જેઓ કડાઈમાં બચેલા તેલનો ફરી ઉપીયોગ કરતા હોય છે. કડાઈમાં બચેલું તેલનો ફરીથી કે ઘણીવાર ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેલનો પુનઃ ઉપયોગ કરવાથી એવું બની શકે છે કે તેનાથી અમુક કણોનું નિર્માણ થાય અને તે આગળ ચાલતા બીમારીનું કારણ બની શકે છે. આ મુક્ત કણો કેન્સર પૈદા કરનારા હોઈ શકે છે એટલે કે તેને લીધે કેન્સર થઇ શકે છે. ધમનીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે જેને લીધે લોહીના વહનમાં રુકાવટ આવે છે.

1. જેટલી વાર ગરમ તેટલુ જ નુકસાનકારક:

તેલ જેટલી વાર ગરમ થવા પર ઉકળે છે, તેટલી વાર તેમાં કેન્સરના કારકનું નિર્માણ થાય છે. આજ કારક જ્યારે વધુ સમય સુધી તેલમાં રહી જાય છે તો તેમની સંખ્યામાં વધારો થતો રહે છે અને પછીની વાર તેલ ઉકળવાથી તેની શક્તિ વધુ મજબુત બની જાય છે.

2. પેટનું કેન્સર હોવાની સંભાવના:

તેલ ને વારંવાર ઉકાળવાથી તેમાંથી કેન્સર ઉત્પન કરનારા તત્વ આવી જાય છે. જેને લીધે શરીરમાં ગોળ બ્લેડર કે પેટનું કેન્સર થવાની સંભાવના રહે છે.

3. શરીર માટે ખતરનાક:

બચેલું તેલ ફરીથી ગરમ કરવાથી તેમાં ધીરે-ધીરે ફ્રી રેડીકલ બનવા લાગે છે. આ રેડિકલ્સના રીલીઝ થવાથી તેલ માં એન્ટી ઓક્સિડેંટ ખત્મ થઇ જાય છે અને આ બચેલું તેલ કેન્સરનું કારણ બની શકે છે.

4. વધારે છે કોલેસ્ટ્રોલ:

કડાઈના તળિયા પર ફેટ જામવાથી તે કાળું પડી જાય છે. આ ફેટ ખોરાકમાં ચીપકીને સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આ પ્રકારના ભોજનથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ વધી જાય છે. જેને લીધે મોટાપો વધી જાય છે. સાથે જ ઘણી પરેશાનીઓ જેમ કે એસીડીટી, દિલની બીમારી વગેરે થઇ શકે છે.

5. ડીપ ફ્રાઈ માટે યુઝ ન કરો:

સરસોના તેલની અપેક્ષામાં ગ્રેપસીડ ઓયલ, સનફ્લાવર, કોર્ન ઓયલ જેવા તેલ માં લીનોલેઈક એસીડની માત્રા વધુ હોય છે. માટે આ પ્રકારના તેલનો ઉપયોગ ડીપ ફ્રાઈ માટે ન કરવો જોઈએ.

6. ફેંકી દો આવું તેલ:

જો કડાઈમાં ચીકણું કાળું દેખાઈ તો આવા તેલનો ઉઈયોગ ન કરો. આવા તેલમાં ઘણા વિષાક્ત પદાર્થ હોય છે, જે તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. માટે આવા તેલનો ઉપયોગ ન કરો અને તેને ફેંકી દો.

લેખન સંકલન: નિકુંજ વાડી
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.