જાણો કેટલા ભણેલા-ગણેલા છે બૉલીવુડના આ 11 ફેમસ સિતારાઓ, કોઈ છે 6 પાસ તો કોઈ છે 10 ફેઈલ….

0

જીવનમાં શિક્ષા નું કેટલું મહત્વ છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. કહેવામાં આવે છે કે શિક્ષણ કામિયાબી સુધી પહોંચવાની પહેલી સીળી છે, પણ બોલીવુડના ઘણા એવા સિતારાઓ છે જેઓએ ફિલ્મી કેરિયર બનાવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. આવો તો તમને જણાવીએ બોલીવુડના આ 11 અભણ બૉલીવુડ સિતારાઓ વિશે..

1. સલમાન ખાન:બોલીવુડના સુલતાન સલમાને ગ્વાલિયર સિંધિયા સ્કૂલમાં અમુક વર્ષ અભ્યાસ કર્યો હતો. જેના પછી મુંબઈના બાંદ્રા સ્થિત સ્ટેનિસલોસ સ્કૂલ હાઈ સ્કૂલ નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે કોલેજનો અભ્યાસ અધૂરો જ છોડી દીધો હતો.

2. દીપિકા પાદુકોણ:આજની ટોપ અભિનેત્રીઓમાં શામિલ દીપિકા એ બેંગ્લુરુ ના માઉન્ટ કારમેલ માં એડમિશન લીધું હતું, પણ મોડેલિંગ અસાઇમેન્ટમાં બીઝી હોવાને લીધે તેણે પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો. તેના પછી તેમણે ઇગ્નુ થી શોટ ટર્મ કોર્સ માટે આવેદન કર્યું પણ તેને પણ વચ્ચે જ છોડી દીધું હતું.

3. ઐશ્વર્યા રાઈ:ઐશે મુંબઈમાં સાંતાક્રુજ ના આર્ય વિદ્યામંદિર થી સ્કૂલી શિક્ષા હાંસિલ કરી હતી. તેના પછી તેમણે ચર્ચગેટ ના જયહિન્દ કોલેજમાં એક વર્ષ અભ્યાસ કર્યો હતો. પછી ઐશે માટુંગા ના રૂપારેલ કોલેજથી પોતાના 12 ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

4. કરીના કપૂર:કરીના કોલેજ દરમિયાન વકીલ બનવા માગતી હતી. તેમણે મીઠીબાઇ કોલેજ, મુંબઈમાં એડમિશન પણ લીધું હતું, પણ રેફ્યુજી ફિલ્મમાં બ્રેક મળી ગયા પછી તે એટલી વ્યસ્ત બની ગઈ કે તે પોતાનો અભ્યાસ પૂર્ણ ન કરી શકી.

5. આમિર ખાન:આમિર ખાનને જોઈને લાગે છે કે તે એક બ્રાઇટ સ્ટુડન્ટ રહ્યા હશે, પણ અસલમાં તેવું કઈ જ નથી. તેને અભ્યાસ કરતા ખેલ-કૂદમાં વધુ મજા આવતી હતી. મુંબઈ ની નર્સી કોલેજથી 12 નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે આગળ અભ્યાસ કરવો જરૂરી ન સમજ્યો.

6. રણબીર કપૂર:બોમ્બે સ્કોટિશ સ્કૂલથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી રણબીર કપૂર મુંબઈના એચઆર કોલેજમાં બે વર્ષ ભણ્યા હતા. પણ પછી કોલેજનો અભ્યાસ પૂર્ણ ન કર્યો અને એક્ટિંગ શીખવા માટે ન્યુયોર્ક ચાલ્યા ગયા. તે કપૂર ખાનદાનના પહેલા એક્ટર છે જે કોલેજ માં ભણવા માટે ગયા હતા.

7. અક્ષય કુમાર:બોલીવુડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમારે પોતાના સ્કૂલનો અભ્યાસ ડોન બોસ્કો મુંબઈ માં પૂર્ણ કર્યો હતો અને ગુરુ નાનક ખાલસા કોલેજ મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. અક્ષય કુમારને ખેલ-કૂદમાં વધુ મજા આવતી હતી, તેમણે પોતાના કોલેજ અભ્યાસને પૂર્ણ ન કર્યો અને તે માર્શલ આર્ટ્સ ની ડિગ્રી લેવા માટે બૈન્કોક ચાલ્યા ગયા.

8. કૈટરીના કૈફ:કહેવામાં આવે છે કે કૈટરીના કૈફ પોતાનો અભ્યાસ પૂર્ણ કરવામાં સક્ષમ રહી ન હતી. ખુબ જ નાની ઉંમરમાં તેમણે મોડેલિંગ જગતમાં પ્રવેશ લઇ લીધો હતો.

9. આલિયા ભટ્ટ:આલિયા ભટ્ટે ખુદ પણ માન્યું છે કે તેમણે માત્ર નામ પૂરતો જ અભ્યાસ કર્યો છે. તેમણે 10 ધોરણ પછી સ્કૂલે જવાનું જ બંધ કરી દીધું હતું.

10. સોનમ કપૂર:સ્ટાઇલ માટે ચર્ચામાં રહેનારી સોનમેં 12 ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલમાંજ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ગ્રેજ્યુએશન પૂર્ણ ન કરવાનો તેને ખુબ જ અફસોસ છે.

11. કરિશ્મા કપૂર:તમને એ જાણીને ખુબ જ હેરાની લાગશે કે બોલીવુડ ફેમસ અભિનેત્રી કરિશ્મા માત્ર 6 ધોરણ સુધી જ ભણવા માટે ગઈ હતી, જણાવી દઈએ કે કરિશ્મા ખુબ જ નાની ઉંમરથી ફિલ્મોમાં કામ કરવા લાગી ગઈ હતી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here