જલ્દી જ “તારક મહેતામાં” માં કમબેક કરશે ‘દયા ભાભી’, જાણો ક્યારે અને ક્યાં એપિસોડમાં ….

0

દોસ્તો લોકપ્રિય ટીવી કોમેડી શો ની વાત આવે તો દરેકના મનમાં એક જ સિરિયલનું નામ સૌથી પહેલા આવતું હશે. અમે વાત કરી રહ્યા છીએ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ સીરીયલની. જો કે કોમેડીની વાત કરીએ તો એવી ઘણી સીરીયલો છે જે લોકોને એન્ટરટેઈન કરે છે. પણ TMKOC શો સૌનો ફેવરીટ રહ્યો છે..

આ શોના દરેક કીરદારોમાં કઈક ને કઈક ખાસ  ટેલેન્ટ છુપાયેલું છે. સાથે જ બધા જ પાત્રો આ શો માં આવતા પહેલા અન્ય ટીવી સીરીયલો અને ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. સાથે જ હાલના સમયમાં પણ આ શોમાં નાં કિરદારો શુટિંગની સાથે સાથે અન્ય કામો કરવામાં પણ ખુબ સક્રિય છે. જેમ કે પોપટલાલ ચાર્ટર એકાઉંટ છે તો અંજલિ મહેતા ડાંસ ક્લાસ ચલાવે છે. મહેતા સાહેબ વાસ્તવ જીવનમાં પણ એક લેખક છે, જ્યારે રોશન ભાભી ટ્યુશન ક્લાસ ચલાવે છે. સાથે જ બબીતાજી પણ પ્રાણીઓને લઈને એક ખાસ અભિયાન ચલાવે છે.

શો નાં ખાસ કિરદાર દયા ભાભી એટલે કે ‘દિશા વકાની’ ની વાત કરીએ તો તમે તો જાણતા જ હશો કે છેલ્લા 3 મહિનાથી દયા ભાભી શુટિંગથી દુર છે. પ્રેગનેન્સી હોવાને લીધે દયા ભાભીએ અમુક સમય માટે પોતાના કામમાંથી બ્રેક લીધો હતો. પણ હાલ દર્શકોનું કહેવું છે કે દિશા હવે ફરી ક્યારે આ શો માં નજરમાં આવશે?

દિશાએ છેલ્લું શૂટ સપ્ટેમ્બર મહિનામાં કર્યું હતું. ત્યાર બાદ દિશા લાંબી રજા પર જતી રહી હતી. એક મહિના પહેલા જ દિશાએ એક સુંદર અને ક્યુટ પુત્રીને જન્મ આપ્યો છે. આ ગુડ ન્યુઝ્થી ખાસ કરીને દિશાના ફેંસ ખુબ ખુશ થયા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.

પણ હવે લાંબા સમયની રજા બાદ, અને હાલ તો શો માં પણ અમુક કોન્સેપ્ટ વારંવાર રીપીટ થવાના લીધે દર્શકો પણ બોર થવા લાગ્યા છે અને આ શો માં હાલ તો કઈ નવું ટ્વીસ્ટ પણ જોવા મળ્યું નથી. માટે દર્શકો વાટ જોઈ રહ્યા છે કે ક્યારે દિશા ફરી આ શો માં કમબેક કરે અને કઈક નવીનતા લાવે.

એક રીપોર્ટની જાણકારી અનુસાર જાણવામાં આવ્યું છે કે હાલ દિશા પોતાની પુત્રીને લઈને પોતાના પર્શનલ કામમાં વધુ બીઝી છે માટે હવે તેની પાસે શુટિંગ કરવા માટેનો બીક્લુલ પણ સમય નથી. અને તે પોતાનો પૂરો સમય હવે પોતાની ફેમીલી અને પોતાની પુત્રીની દેખભાળમાં વિતાવવા માંગે છે.

પણ TMKOC ના ચાહકો માટે એક ગુડ ન્યુઝ એ છે કે, હાલ દિશાનું કહેવું છે કે તે ટૂંક સમયમાં જ આ શોમાં ફરી નજરમાં આવશે. તે કહે છે કે તે આગળ પણ આં શો માં કામ કરવાનું યથાવત રાખશે. જાણકારી પ્રમાણે દિશા લગભગ આવનારા એપ્રિલ મહિનામાં આ શો માં વાપસી કરીને નવો જ મોડ આપશે.

બસ હવે તો લોકોને પણ ઇન્તજાર છે કે ક્યારે એ સમય આવે કે દિશા ફરી એકવાર આ શો માં નજરમાં આવે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!