How is the Josh? જમદૂત બનીને ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં વર્તાવ્યો કાળોકેર! વાંચો બીજી સર્જીકલ સ્ટ્રાઇકનો અહેવાલ

0

૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ ને સવારના સાડા ત્રણેક વાગ્યાનો મળસ્કાનો સમય ભારતીયો માટે યાવતચંદ્રોદિવાકરો સુધી હંમેશ માટે કીર્તિવંતો બની ગયો છે! હા, આજે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને લગભગ ૩૦૦ ઉપરાંત આતંકીઓને સ્વધામ પહોંચાડીને જે એર-સ્ટ્રાઇક કરી છે તે અવિસ્મરણીય બની રહેવાની છે.

૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામામાં પાકિસ્તાની ઇસ્લામિક-જેહાદી સંગઠન જૈશ-એ-મહમદના દુષ્ય સાગરિતે ૨૦૦ કિલો વિસ્ફોટક આરડીએક્સ ભરેલી કારથી ભારતીય સૈન્ય કાફલામાં જે તારાજી સર્જી હતી તેનો ગણીને આજે બદલો લેવાયો છે ભારત દ્વારા! મળસ્કાના પહોરમાં ભારતીય એરફોર્સના જાંબાજ પાયલોટોએ મિરાજ-3000 પ્રકારના જોરાવર અને સ્ફૂર્તિલા એવા ૧૨ વિમાનો સાથે પાકિસ્તાનના ખૈબર-પખ્તૂન ઇલાકાના ચિખલી, બાલાઘાટ અને મૂઝફ્ફરાબાદમાં આતંકી સંગઠન જૈશ-એ-મહમદના આલ્ફા-3 નામના મુખ્ય મથક પર હલ્લો બોલીને તેને ધ્વસ્ત કરી નાખ્યું છે. જૈશ-એ-મહમદના લગભગ ત્રણસો જેટલાં આતંકીઓનો ખુરદો નીકળી ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય વાયુસેનાના શકરાબાજ જેવા ૧૨ મિરાજે અંદાજે ૧૦૦૦ કિલો લેસર ગાઇડેડ મિસાઇલનો મારો ચલાવેલો. આ આકાશી આતશબાજી સમાન દિસતી મિસાઇલોની વણઝાર જેહાદીઓ માટે બેશક ઘાતક નીવડી અને ઘણાખરાં નાપાક મનસૂબાધારીઓ સાફ થઈ ગયા!

અગાઉ ઉરી હુમલાના બદલા રૂપે ભારતે POKમાં આર્મીના નરવાહનોની મદદથી સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી અને હાલ પુલવામાના બદલા તરીકે એર સ્ટ્રાઇક કરીને જૈશ-એ-મહમદના કંટ્રોલરૂમને ધરાશાયી કરી દીધો હોવાની જાણકારી મળી રહી છે.

જે વખતે ભારતની પ્રજા હજુ ઊંઘમાં હતી ત્યારે જ વાયુસેનાના જવાંમર્દ ગગનરાજોએ પાકિસ્તાનની સીમામાં પ્રવેશીને પુલવામાં હુમલાનો જે કરારો જવાબ દીધો છે તેની ખબર તો ભારતીય જનતાને છેક સવારે પડી. પણ, ત્યાં સુધીમાં તો ૧૨ મિરાજ અને તેના ચાલકો હેમખેમ રીતે, અણીશુધ્ધ પાછાં આવી ચુક્યા હતા – વિનાશ વેરીને જ સ્તો!

ખબર મળ્યાં બાદ સ્વાભાવિક રીતે જ ભારતની પ્રજામાં ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. ‘How is the Josh? High, Sir!’નો પ્રચલિત બનેલો ડાયલોગ હવે સોશિયલ મીડિયા સહિત બધે વારંવાર ગૌરવથી બોલાય રહ્યો છે. અને સ્વાભાવિક રીતે જ હરખ તો થાય ને! આતંકીઓના નાપાક મનસૂબાઓથી લઈને ભારતે અને ભારતીય સૈન્યએ ઘણું સહન કર્યું છે. આવા ખંધા બેટમજીઓનું હવે કોણ સહન કરે? સૈન્યએ કહી જ દીધું કે હવે સહન તમે જ કરો!

વધુ વિગતો પણ ધીમે-ધીમે સામે આવી રહી છે. ભારતની માથે યશકલગી જેવું આ પીંછું બિરાજ્યું છે એ માટે સર્વે ગોળધાણા ખાઈ લેજો! જય હિન્દ, જય હિન્દ કી સેના, વિજયી ભવ વાયુસેના!

શત્રુને કહી દો હવે સીમામાં રહેવું શીખી લે!

વંદે માતરમ્ !

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here