દિવાળીના ત્યોહાર પર આવનાર મહેમાનનું સ્વાગત કરવા ઘરે જ બનાવો મગસના લાડુ, એ પણ ફોટા સાથેની રેસીપી જોઈને …

0

ચણાના લોટમાંથી જ બનતો આ મગજ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે ને તમે તમારા ઘરે પણ આ મગજને 1 મહિના સુધી સાચવીને રાખી શકો છો. કેમકે આમાં માવાનો ભાગ ન આવવાથી એ ખાવાથી શરીરને નુકશાન પણ ઓછું કરે છે. તો તમે જ જાણી લો મગજ ખાવાના ફાયદાઓ. અને આ દિવાળી પર બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને સ્વાદિષ્ટ મગજ. ઘરના પણ થઈ જશે ખુશ ખુશ..

બનાવા માટે જોઈશે

  • ઘી 150 ગ્રામ
  • બેસન 250 ગ્રામ ..
  • ખાંડ દરેલી 150 ગ્રામ
  • પાણી 2 ચમચી

    રીત:

1. સૌપ્રથમ એક પેણ લઇ લો એમાં ઘી ને ગ્રામ કરવા મુકો ઘી ગરમ થાય એટલે એમાં કકરું બેસન એડ કરો
2.અને બરોબર મિક્સ કરી લો અને હલાવતા રહો 15 મિનિટ સુધી બરોબર હલાવો અને પછી લાડુ ને દાણા વાળા કરવા માટે એમાં પાણી ને છાંટો અને મિક્સ કરતા રો
3.થોડી વાર પછી ફરી થી પાણી ને છાંટો થોડું લાલાશ પડે એટલે ગેસ બંદ કરી લો અને પછી અને નીચે ઉતારી ફરી થી હલાવતા રહો
3. 5 મિનિટ સુધી અને પછી બીજા વાસણ માં કડી લો
અને એમાં 150ગ્રામ જેટલી દરેલી ખાંડ એડ કરો4.અને મિક્સ કરી લો પછી જો તમને પીસ પાડવા હોઈ તો તરતજ એક ડીશ માં પાથરી ને પીસ પડી લો
5, જો લાડુ બનાવા હોઈ તો ઠંડુ પાડવા દો પછી લાડુ વારી લો જે પીસ માં બનાવા હોઈ એ સેપ માં
7.તો તૈયાર છે આપણા મગસ ના લાડુ

મારાં વ્હલા મિત્રો અને રેસીપી જરૂર થી બનાવજો દિવાળી માં તમારા ફેમિલી મેમ્બર અને તમારા પાડોસી મિત્રો ને કેવા લાગ્યા જરૂર થી જણાવજો

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો.
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author : GujjuRocks Team
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો આપણું પેજ 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here